Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bihar Election : CM નીતિશ કુમારનો મોટો દાવ, યુવાનોને આકર્ષવા બમ્પર ભરતીનું એલાન!

બિહારમાં વિધાનસભા ચૂંટણી પહેલા નીતિશ કુમાર મોટી જાહેરાત નીતિશ સરકારે શિક્ષકોની બમ્પર ભરતીની જાહેરાત કરી છે મહિલાઓ માટે 35 ટકા અનામતનો લાભ Bihar Election : બિહારમાં વિધાનસભા ચૂંટણી પહેલા, નીતિશ સરકારે શિક્ષકોની બમ્પર ભરતીની જાહેરાત કરી છે. સોશિયલ મીડિયા...
bihar election   cm નીતિશ કુમારનો મોટો દાવ  યુવાનોને આકર્ષવા બમ્પર ભરતીનું એલાન
Advertisement
  • બિહારમાં વિધાનસભા ચૂંટણી પહેલા નીતિશ કુમાર મોટી જાહેરાત
  • નીતિશ સરકારે શિક્ષકોની બમ્પર ભરતીની જાહેરાત કરી છે
  • મહિલાઓ માટે 35 ટકા અનામતનો લાભ

Bihar Election : બિહારમાં વિધાનસભા ચૂંટણી પહેલા, નીતિશ સરકારે શિક્ષકોની બમ્પર ભરતીની જાહેરાત કરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપતા, મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું કે અમે શિક્ષણ વિભાગને સરકારી શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓની તાત્કાલિક ગણતરી કરવા અને ટૂંક સમયમાં TRE 4 પરીક્ષા (Teacher Recruitment Examination- 4)યોજવા સૂચના આપી છે.

મહિલાઓને 35% અનામત

મુખ્યમંત્રી નીતિશ કુમારે તેમની પોસ્ટમાં એમ પણ કહ્યું હતું કે આ નિમણૂકોમાં મહિલાઓ માટે 35 ટકા અનામતનો લાભ ફક્ત બિહારની મૂળ મહિલાઓને જ મળશે. આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે આગામી થોડા મહિનામાં બિહારમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની સંભાવના છે અને યુવાનો અને ખાસ કરીને મહિલા મતદારોને આકર્ષવા માટે સરકાર દ્વારા તેને એક મોટી પહેલ માનવામાં આવી રહી છે.

Advertisement

Advertisement

આ પણ  વાંચો -Cabinet Decisions: કૃષિ-ગ્રીન એનર્જીમાં કરોડો ખર્ચશે સરકાર, લેવાયા 3 મહત્વના નિર્ણયો

સરકારી શાળાઓમાં વિવિધ સ્તરે શિક્ષકોની ભરતી

TRE 4 (Teacher Recruitment Exam - 4) ) પરીક્ષા એ બિહાર પબ્લિક સર્વિસ કમિશન (BPSC) દ્વારા આયોજિત શિક્ષક ભરતી પરીક્ષા છે. આ પરીક્ષા દ્વારા, બિહારની સરકારી શાળાઓમાં વિવિધ સ્તરે શિક્ષકોની ભરતી કરવામાં આવે છે, જેમાં પ્રાથમિક (વર્ગ 1-5), મધ્યમ શાળા (વર્ગ 6-8), માધ્યમિક (વર્ગ 9-10) અને ઉચ્ચતર માધ્યમિક (વર્ગ 11-12) શિક્ષકોનો સમાવેશ થાય છે.

આ પણ  વાંચો -દિલ્હીની બે સ્કૂલોને ફરીથી મળી બોમ્બની ધમકી! ઈ-મેલ મળતા શાળાઓ ખાલી કરાવાઈ

બિહાર વિધાનસભાની ચૂંટણી ક્યારે છે?

બિહાર વિધાનસભાનો વર્તમાન કાર્યકાળ 22 નવેમ્બર 2025 ના રોજ સમાપ્ત થાય છે. આ તારીખ પહેલાં ભારતીય ચૂંટણી પંચ (ECI) દ્વારા ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. ચૂંટણીઓ ઓક્ટોબર અથવા નવેમ્બર 2025 માં યોજાવાની શક્યતા છે. ચૂંટણીઓ બે કે ત્રણ તબક્કામાં યોજાઈ શકે છે. અત્યાર સુધી ચૂંટણી પંચે સત્તાવાર રીતે તારીખોની જાહેરાત કરી નથી. દિવાળી અને છઠ જેવા તહેવારોને ધ્યાનમાં રાખીને તારીખો નક્કી કરવામાં આવશે તેવી અપેક્ષા છે.

Tags :
Advertisement

.

×