Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bihar High Alert : નેપાળના રસ્તે બિહારમાં ઘુસ્યા જૈશના 3 આતંકી, પોલીસ હેડક્વાર્ટરે હાઇએલર્ટ જાહેર કર્યું

નેપાળના રસ્તે બિહારમાં 3 આતંકીઓની એન્ટ્રી (Bihar High Alert) પાકિસ્તાન જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકી બિહાર અને યુપીના તમામ જિલ્લાને એલર્ટ Bihar High Alert : પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકી નેપાળના રસ્તે બિહારમાં ઘુસી ગયા છે. ત્રણેય આતંકીઓના નામ...
bihar high alert   નેપાળના રસ્તે બિહારમાં ઘુસ્યા જૈશના 3 આતંકી  પોલીસ હેડક્વાર્ટરે હાઇએલર્ટ જાહેર કર્યું
Advertisement
  • નેપાળના રસ્તે બિહારમાં 3 આતંકીઓની એન્ટ્રી (Bihar High Alert)
  • પાકિસ્તાન જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકી
  • બિહાર અને યુપીના તમામ જિલ્લાને એલર્ટ

Bihar High Alert : પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકી નેપાળના રસ્તે બિહારમાં ઘુસી ગયા છે. ત્રણેય આતંકીઓના નામ અને તસવીરો શેર કરતા પોલીસ હેડક્વાર્ટરે ભાગલપુર સહિત બિહાર અને યુપીના તમામ જિલ્લાને એલર્ટ  કર્યા છે. જે આતંકીઓના બિહારમાં (Bihar High alert)ઘુસણખોરીની વાત સામે આવી છે જેમાં બહાવલપુરનો મોહમ્મદ ઉસ્માન, ઉમરકોટનો આદિલ હુસૈન અને રાવલપિંડીનો હસનૈન અલી અવાન સામેલ છે.ત્રણેયના પાસપોર્ટ સાથે જોડાયેલી જાણકારી પણ શેર કરવામાં આવી છે.

ભારતમાં ઘુસ્યા જૈશના 3 આતંકી  (Bihar High Alert)

ત્રણેય આતંકી ઓગસ્ટના બીજા સપ્તાહમાં કાઠમાંડુ પહોંચ્યા હતા. ત્યાંથી બિહારમાં ઘુસણખોરીની વાત કહેવામાં આવી છે. આ વર્ષે બિહારમાં વિધાનસભા ચૂંટણી પણ યોજાવાની છે. એવામાં સુરક્ષાને લઇને પોલીસ હેડક્વાર્ટરે એલર્ટ જાહેર કર્યું છે.

Advertisement

બિહારમાં ત્રણ આતંકીઓની એન્ટ્રીની પુષ્ટિ થઈ (Bihar High Alert)

  1. હસનૈન અલી, પાકિસ્તાનના રાવલપિંડીનો રહેવાસી
  2. પાકિસ્તાનના ઉમરકોટનો રહેવાસી આદિલ હુસૈન
  3. મોહમ્મદ ઉસ્માન, પાકિસ્તાનના બહાવલપુરનો રહેવાસી

આ પણ  વાંચો -Mohan Bhagwat : 'દબાણમાં રહીને વેપાર કરવો તે યોગ્ય નહીં'

Advertisement

આતંકી ઘટનાની આશંકા

ત્રણેય આતંકીઓ દ્વારા દેશમાં આતંકી ઘટનાઓને અંજામ આપવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ભાગલપુરની આસપાસના જિલ્લાની વાત કરવામાં આવે તો અરરિયા કિશનગંજ અને સુપૌલ નેપાળ બોર્ડર સાથે જોડાયેલા છે. મધુબની, સીતામઢી, પૂર્વી ચંપારણ અને પશ્ચિમી ચંપારણ પણ બોર્ડર સાથે જોડાયેલા છે. પોલીસ હેડક્વાર્ટરે આ જિલ્લાઓને સ્થાનિક સ્તર પર સક્રિય રહેવાનો આદેશ આપ્યો છે.પૂર્ણિયા રેન્જના DIG પ્રમોદ કુમાર મંડલે કહ્યું કે, પાકિસ્તાનના ત્રણ શંકાસ્પદ નેપાળના રસ્તે બિહારમાં ઘુસણખોરીને લઇને હેડક્વાર્ટરે એલર્ટ કર્યા છે. જિલ્લામાં સુરક્ષા વધારવામાં આવી છે.

આ પણ  વાંચો -હવે Mizoram માં ભીખ માંગવા પર પ્રતિબંધ! વિવાદ વચ્ચે વિધાનસભાનો મોટો નિર્ણય

નેપાળ બોર્ડર પરથી નકલી નોટો સાથે નજરે સદ્દામ પકડાયો હતો

નેપાળ બોર્ડર પરથી પાકિસ્તાની અને પાક સમર્થિક શંકાસ્પદ આતંકીઓના બિહારમાં પ્રવેશની ઘટનાઓ આ પહેલા પણ બની ચુકી છે. ગત વર્ષે 5 સપ્ટેમ્બરે મોતિહારી પોલીસે નેપાળ બોર્ડર પાસેથી ભાગલપુરના બરહપુરાના નજરે સદ્દામની નકલી નોટ સાથે ધરપકડ કરી હતી, તેના પાકિસ્તાની આતંકી સંગઠન સાથે સંપર્કની પણ વાત સામે આવી હતી. આ વર્ષે ફેબ્રુઆરીમાં NIAની ટીમ નજરે સદ્દામના બરહપુરા સ્થિત ઘરે પણ પહોંચી હતી. નજરે સદ્દામના ઘરની તપાસ કરી મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ જપ્ત કરવામાં આવ્યા હતા.

Tags :
Advertisement

.

×