ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Bihar : પતિ, પત્ની ઔર વોના કિસ્સામાં આખી પંચાયત સામે સેથામાં સિંદૂર પૂર્યુ

બિહારના વૈશાલીમાં પતિ, પત્ની ઔર વોના કિસ્સામાં પ્રેમીએ પરણિતાના સેથામાં આખી પંચાયત (Panchayat) સમક્ષ સિંદૂર પૂર્યુ છે. આ પરણિતા 3 બાળકોની માતા છે. વાંચો સમગ્ર પ્રણય ત્રિકોણ વિશે વિગતવાર.
01:19 PM Jun 01, 2025 IST | Hardik Prajapati
બિહારના વૈશાલીમાં પતિ, પત્ની ઔર વોના કિસ્સામાં પ્રેમીએ પરણિતાના સેથામાં આખી પંચાયત (Panchayat) સમક્ષ સિંદૂર પૂર્યુ છે. આ પરણિતા 3 બાળકોની માતા છે. વાંચો સમગ્ર પ્રણય ત્રિકોણ વિશે વિગતવાર.
Bihar Gujarat First

Bihar : વૈશાલીમાં 3 બાળકોની માતાના પ્રેમીએ આખી પંચાયત સામે સેથામાં સિંદૂર પૂરી દેતા ચકચાર મચી ગઈ છે. આ પ્રણય ત્રિકોણમાં 2 વર્ષથી પરણિતા અને પ્રેમી વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. પ્રેમ પ્રકરણનો પર્દાફાશ થતાં જ પ્રેમીએ જાતે પંચાયત બોલાવી અને સરાજાહેર પરણિતાના સેથામાં સિંદૂર પૂરી દીધું હતું. પતિએ પણ પત્નીને જેની પાસે રહેવું હોય તેની પાસે રહેવાની સંમતિ આપી દીધી છે.

2 વર્ષથી પ્રેમસંબંધ ચાલતો હતો

બિહારના વૈશાલીમાં એક યુવક તેની કાકીના પ્રેમમાં પડી ગયો હતો. આ યુવકની પ્રેમિકા પરણિત છે અને 3 બાળકોની માતા છે. છેલ્લા 2 વર્ષથી બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. બંનેના ઘર વચ્ચે માત્ર અડધો કિમીનું જ અંતર છે. પ્રેમમાં આંધળા યુવક અને તેની પ્રેમિકાને જ્યારે ગામલોકોએ કઢંગી હાલતમાં ઝડપી લીધા ત્યારે સમગ્ર પ્રેમ પ્રકરણનો પર્દાફાશ થયો હતો.

પ્રેમીએ બોલાવી પંચાયત

આ યુવક અને તેની પરણિત પ્રેમિકાને ગામલોકોએ કઢંગી હાલતમાં પકડ્યા ત્યારે યુવકે સામે ચાલીને પંચાયત બોલાવી લીધી. યુવકે પંચાયતમાં સરાજાહેર પરણિત પ્રેમિકાના સેથામાં સિંદૂર પૂરી દીધું હતું. આ ઘટનાથી વૈશાલી જ નહિ પરંતુ આસપાસના જિલ્લાઓમાં પણ ચકચાર મચી ગઈ છે.

શું કહે છે પતિ ?

પરણિત સ્ત્રીના પતિની સામે જ પ્રેમીએ પંચાયતમાં સિંદૂર પૂરી દેતા ચકચાર મચી ગઈ છે. આ ઘટના બાદ પતિએ કહ્યું કે, મને આ લગ્ન સામે કોઈ વાંધો નથી. તે તેના બોયફ્રેન્ડ સાથે રહી શકે છે. હું બાળકોને મારી પાસે રાખીશ. પતિનો બલિદાન જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

આ પણ વાંચોઃ  Lucknow : સપા સાંસદ પ્રિયા સરોજ અને ક્રિકેટર રિંકુ સિંહના લગ્નની તારીખ નક્કી થઈ, આ દિવસે લેશે સાત ફેરા

શું કહે છે પ્રેમી ?

બીજી તરફ, 3 બાળકોની માતાના પ્રેમીએ કબૂલી લીધું કે, છેલ્લા 2 વર્ષથી તેનું આ પરણિતા સાથે અફેર ચાલી રહ્યું હતું. તેણે પ્રેમિકાને 20 થી 30 હજાર રૂપિયા પણ આપ્યા હતા. તેણે પૈસા ઉપરાંત ઘણી વસ્તુઓ પણ ભેટમાં આપી છે. પરણિતા સંબંધમાં તેની કાકી થાય છે. બંને ના ઘર વચ્ચે માત્ર અડધો કિમીનું અંતર હતું. જેથી બંને વચ્ચે નિકટતા વધી અને પ્રેમસંબંધ બંધાયો હતો.

આ પણ વાંચોઃ  લાંચ લેનારાઓ સામે CBIની મોટી કાર્યવાહી, IRS ઓફિસર સહિત બેની ધરપકડ

Tags :
A strange Love storyBiharGujarat FirstGUJARAT FIRST NEWSLove Trianglepanchayatthe loverthe mother of 3 childrenVaishali
Next Article