Bihar : અવધની જેમ હવે મગધની જનતા પણ ભાજપને હટાવી દેશે - અખિલેશ યાદવ
- Akhilesh Yadav ના ભાજપ પર આકરા વાકપ્રહાર
- અવધની જેમ હવે મગધની જનતા પણ ભાજપને હટાવી દેશે
- બિહારમાં 'મતદાર અધિકાર યાત્રા' દરમિયાન સપા પ્રમુખની ગર્જના
Bihar : સપા પ્રમુખ અખિલેશ યાદવ (Akhilesh Yadav) બિહારમાં 'મતદાર અધિકાર યાત્રા' માં પહોંચ્યા હતા. તેમણે આ યાત્રા દરમિયાન ભાજપ પર આકરા વાકપ્રહાર કર્યા છે. અખિલેશ યાદવે કહ્યું કે, અવધની જેમ હવે મગધની જનતા પણ ભાજપને હટાવી દેશે. સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ પણ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) અને આરજેડી નેતા તેજસ્વી યાદવ (Tejasvi Yadav) ની આ 16 દિવસની લાંબી યાત્રામાં જોડાયા છે. આ યાત્રા શનિવારે સારણથી શરૂ થઈ છે જેનો છેલ્લો પડાવ આરામાં રહેશે.
Akhilesh Yadav Gujarat First-30-08-2025-
Akhilesh Yadav ના આકરા વાકપ્રહાર
આજે શનિવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને આરજેડી નેતા તેજસ્વી યાદવની 'મતદાર અધિકાર યાત્રા' માં જોડાયા છે. આ યાત્રા સારણથી શરૂ થઈ છે જેનો છેલ્લો પડાવ આરામાં રહેશે. આ યાત્રામાં અખિલેશ યાદવે ભાજપ પર આકરા વાકપ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, અવધના લોકોએ ભાજપને હટાવી દીધો છે, હવે મગધના લોકો પણ ભાજપને હટાવશે. હવે ભાજપ સ્થળાંતર કરશે. આ મત ચોરીએ છેતરપિંડીનો મુદ્દો છે. ચૂંટણી પંચની મત ચોરીની સાથે લૂંટની તૈયારી પણ હતી. મત ચોરી એ સૌથી મોટું અપમાન છે.
Akhilesh Yadav Gujarat First-30-08-2025--
આ પણ વાંચોઃ Jammu-Kashmir's Cloudbrust : રામબનમાં વાદળ ફાટવાથી 3 ના મોત, વિનાશ વેરાયો
Akhilesh Yadav એ અભિનંદન પાઠવ્યા
સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ પણ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) અને આરજેડી નેતા તેજસ્વી યાદવ (Tejasvi Yadav)ની આ 16 દિવસની લાંબી યાત્રામાં જોડાયા છે. આ યાત્રામાં અખિલેશ યાદવે કહ્યું કે, હું રાહુલ ગાંધી, તેજસ્વી યાદવ અને બિહારના લોકોને અભિનંદન આપવા માંગુ છું કે તેઓ તેમના મતદાનના અધિકાર માટે લડી રહ્યા છે. ભાજપ બિહારમાંથી બહાર થશે તેનું સ્થળાંતર નિશ્ચિત છે. બેરોજગારો હવે સ્થળાંતર નહિ કરે, પરંતુ તેમને અહીં રોજગાર મળશે. લોકો હજુ પણ તેજસ્વી યાદવે આપેલી નોકરીઓને યાદ કરે છે.
"अवध से बीजेपी को हटाया है, अब मगध से भी हटाएंगे"
~अखिलेश यादव जी 🔥🔥pic.twitter.com/fxJVCpyJ95— Vishal JyotiDev Agarwal 🇮🇳 (@JyotiDevSpeaks) August 29, 2025
આ પણ વાંચોઃ દિલ્હી-શ્રીનગર SpiceJet ફ્લાઈટમાં ખામી સર્જાઇ, શ્રીનગર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ


