બિહાર સરકારના મંત્રી નીતિન નબીન બન્યા ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
ભારતીય જનતા પાર્ટી દ્વારા રાષ્ટ્રીય નેતૃત્વને લઇને મોટી જાહેરાત કરવામાં આવી છે. બિહાર સરકારના સડક નિર્માણ મંત્રી અને છત્તીસગઢ ભાજપના પ્રભારી નીતિન નબીનને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીને નિમવામાં આવ્યા છે. જેપી નડ્ડા બાદ તેઓ મહત્વની જવાબદારી સંભાળશે. આ જાહેરાત તાત્કાલિક અસરથી અમલમાં મુકવાનું પણ પાર્ટી દ્વારા જારી કરાયેલા આદેશમાં સામે આવ્યું છે.
Advertisement
- આજે ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષની જાહેરાત કરવામાં આવી
- બિહાર સરકારના મંત્રી અને છત્તીસગઢના ભાજપ પ્રભારી નીતિન નબીનના શિરે જવાબદારી
- જેપી નડ્ડા બાદ હવે તેઓ મોટી જવાબદારી સંભાળશે
BJP National Working President Nitin Nabin : ભારતીય જનતા પાર્ટીના સંસદીય બોર્ડે બિહાર સરકારના મંત્રી નીતિન નવીનને પાર્ટીના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. પાર્ટી દ્વારા જારી કરાયેલા આદેશ મુજબ, આ નિમણૂક તાત્કાલિક અમલમાં આવશે. નબીન પાંચ વખત ધારાસભ્ય છે. તેઓ હાલમાં પટનાના બાંકીપુરનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ બાંકીપુરથી પાંચમી ટર્મના ધારાસભ્ય છે. નવીન છત્તીસગઢ ભાજપના પ્રભારી પણ છે.
હાલ તેઓ બિહારના સડક નિર્માણ મંત્રી છે
બિહાર સરકારમાં મંત્રી નીતિન નવીન કાયસ્થ સમુદાયના છે. 45 વર્ષીય આ નેતા સડક નિર્માણ મંત્રી છે અને ભાજપના નેતા કિશોર સિંહાના પુત્ર છે.
Advertisement
આ પણ વાંચો ------- GOAT India Tour નો આયોજક 14 દિવસના રિમાન્ડ પર, સ્ટેડિયમમાં બબાલ બાદ કરાઇ હતી ધરપકડ
Advertisement


