Bihar News: બોયફ્રેન્ડ માટે સડક વચ્ચે શાળાની વિદ્યાર્થીનીઓ વચ્ચે બબાલ!
- ઝઘડાના વિડિયોઝ ઇન્ટરનેટ પર વાયરલ
- સોશિયલ મીડિયા પર વાયરલ
- છોકરીઓ એકબીજા ઝગડાનો વિડિયો સામે આવ્યો
Bihar News:તાજેતરના દિવસોમાં ઝઘડાના વિડિયોઝ ઇન્ટરનેટ પર વાયરલ થતા રહે છે. રસ્તામાં આવતા-જતાં જ્યાં પણ કંઈ થતું હોય ત્યાં લોકો તેની નોંધ કરીને રીલ બનાવે છે અને સોશિયલ મીડિયા પર વાયરલ કરે છે. આવો જ એક વીડિયો ઇન્સ્ટાગ્રામમાં સામે આવ્યો છે જે ચર્ચામાં છે.
સોશિયલ મીડિયા પર રોજબરોજ કંઈક ના કંઈક વાયરલ થતું રહે છે. ખાસ કરીને લડાઈ ઝગડાના વિડિયો વધારે જ પ્રમાણમાં લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરે છે. આ લડાઈ ઝગડાં ક્યારેક મેટ્રોમાં, ક્યારેક ટ્રેનમાં, તો ક્યારેક રસ્તા પર જોવા મળતા હોય છે. તેવામાં પણ મહિલાઓના ઝગડાં તો વધારે પ્રમાણમાં વાયરલ થાય છે.
સોશિયલ મીડિયા ટ્રેન્ડિંગ હૈ
હાલના ટ્રેન્ડમાં છોકરાઓના ગ્રુપની જેમ છોકરીઓના ગ્રુપ પણ ઝગડા કરતુ હોય તેવા વિડિયો વાયરલ જોવા મળી રહ્યા છે. દેશના અલગ અલગ ખૂણેથી આવી ઘટનાઓ કેમેરામાં કેદ કરાઇ વિડિયો બનાવવામાં આવે છે અને પછી સોશિયલ મીડિયામાં મૂકવામાં આવે છે અને તે વાયરલ થતા જોવા મળે છે. તેથી જ આ વાયરલ વિડિયો વિષે કોઈ વિશેષ માહિતી પ્રાપ્ત થઈ શક્તી નથી કે તે ક્યાંનો છે, ક્યારનો છે, તેમાં સત્ય કેટલું?
View this post on Instagram
ઇન્સ્ટાગ્રામની આ આઈડી પરથી વિડિયો પોસ્ટ થયો
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર હાલમાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. ઇન્સ્ટાગ્રામમાં '@_. Palshab ._' એકાઉન્ટ પરથી એક વિડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. જેમાં સ્કૂલ ડ્રેસ પહેરેલ ઘણી છોકરીઓ એકબીજા સાથે ઝગડો કરી રહી છે. સ્કૂલના અન્ય છોકરાઓ ફરતે ગોળ બનાવીને આ લડાઈ જોઈ રહ્યા છે.
છોકરીઓનું ગ્રુપ એકબીજાને બેલ્ટ વડે મારી રહી છે
વાયરલ થયેલા વિડિયોમાં ચોખ્ખુ નજરે પડે છે કે ત્રણ–ત્રણ ચાર-ચાર છોકરીઓનું ગ્રુપ એકબીજાને બેલ્ટ વડે મારી રહી છે. તો એમની ફરતે ગોળ બનાવી ઊભા રહી જોઈ રહેલા છોકરાઓમાના કેટલાક છોકરાઓ આ ઝગડો જોઈ જાણે ખુશ થતાં હોય તેમ ડાન્સ કરી રહ્યા છે. વિડિયો જોઈ એવું લાગી રહ્યું છે કે આ ઝગડો કોઈ મોટી સ્કૂલની બહાર ચાલી રહ્યો છે અને આજુબાજુ બીજી સ્કૂલો પણ હોવી જોઈએ કારણ કે આ ભીડમાં વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓના સ્કૂલ યુનિફોર્મ અલગ અલગ છે. પ્રાથમિક અંદાજ મુજબ આ બે અલગ સ્કૂલની વિદ્યાર્થીનીઓ વચ્ચેની લડાઈ હોય તેવું લાગી રહ્યું છે. જેમાં ઉગ્રતાથી એકબીજાને લાતો,ઝપાઝપી અને બેલ્ટથી લડાઈ ચાલી રહી છે. ત્યારે મારામારી અને છોકરાઓનો ડાન્સ આજના બાળકોની માનસિકતા દર્શાવી રહી છે.


