Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કોંગ્રેસ નેતા Shakeel Ahmed Khan ના દીકરાએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

બિહારના પટનામાં Congress વિધાનસભા પક્ષના નેતા શકીલ અહેમદ ખાનના 17 વર્ષીય પુત્ર આયાને સચિવાલય પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ MLC નિવાસસ્થાનમાં ફાંસી લગાવી આત્મહત્યા કરી દીધી છે, જેનાથી કોંગ્રેસ નેતાના ઘરમાં શોકની લહેર ફેલાઈ છે.
કોંગ્રેસ નેતા shakeel ahmed khan ના દીકરાએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
Advertisement
  • કોંગ્રેસ નેતાના પુત્રએ કરી આત્મહત્યા
  • શકીલ અહેમદ ખાનના પુત્રએ કરી આત્મહત્યા
  • પરિવારમાં દુઃખનો પહાડ તૂટો પડ્યો
  • પપ્પુ યાદવે ટ્વીટ કરી આપી માહિતી

Shakeel Ahmed Khan Son Suicide : બિહારના પટનામાં Congress વિધાનસભા પક્ષના નેતા શકીલ અહેમદ ખાનના 17 વર્ષીય પુત્ર આયાને સચિવાલય પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ MLC નિવાસસ્થાનમાં ફાંસી લગાવી આત્મહત્યા કરી દીધી છે, જેનાથી કોંગ્રેસ નેતાના ઘરમાં શોકની લહેર ફેલાઈ છે. આયાન તેમના એકમાત્ર પુત્ર હતા, અને તેમની આપઘાતની ખબર મળતા જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહ કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. પોલીસને ઘટનાસ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. જોકે, આત્મહત્યાના કારણોને લઈને પોલીસ તપાસ ચાલી રહી છે.

શકીલ અહેમદ ખાનના પુત્રની આત્મહત્યા બાદ પરિવારમાં શોક

આ ઘટનાના સમાચાર ફેલાતાં જ કોંગ્રેસના અનેક નેતાઓ શકીલ અહેમદ ખાનના નિવાસસ્થાને પહોંચી રહ્યા છે. બીજી તરફ શકીલ અહેમદ બિહારની બહાર હોવાથી પુત્રના નિધનના દુખદ સમાચાર મળતાં તાત્કાલિક ઘરે જવા રવાના થયા છે. પરિવારના સભ્યોના નિવેદનો લઈને પોલીસ આગળની તપાસમાં લાગી છે. મૃતકની બહેન, જે ઈંગ્લેન્ડમાં કાયદાનો અભ્યાસ કરી રહી છે, તે પણ આ દુખદ સમાચાર મળતા જ ભારત આવવા નીકળી ગઈ છે. આ દુઃખદ ઘટનાથી પરિવાર ગમગીન છે, જ્યારે માતાની સ્થિતિ વધુ બગડી છે, અને તેઓ સતત રડી રહ્યા છે.

Advertisement

પપ્પુ યાદવે ટ્વીટ કરીને આપી માહિતી

જણાવી દઈએ કે, બિહારના પૂર્ણિયા જિલ્લાના સાંસદ પપ્પુ યાદવે પોતાના X હેન્ડલ પર ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો હતો અને લોકોને ઘટના વિશે માહિતી આપી હતી. તેમણે લખ્યું છે કે હું એક દુઃખદ સમાચારથી ખૂબ જ વ્યથિત છું. બિહારના કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા અને મારા મિત્ર ડૉ. શકીલ અહેમદ ખાન સાહેબના એકમાત્ર પુત્રનું અકાળે અવસાન થયું છે. શકીલ ભાઈ અને તેમના પરિવાર સાથે મારી સંવેદના છે, પરંતુ પિતા અને માતાને હિંમત આપવા માટે મારી પાસે શબ્દો નથી.

Advertisement

ઘરના સ્ટાફે શું જણાવ્યું?

શકીલ અહમદના ઘરના સ્ટાફના જણાવ્યા અનુસાર, રવિવારે રાત્રિભોજન કર્યા પછી આયાન પોતાના રૂમમાં ગયો, જ્યારે સવારે ઉઠ્યો નહીં, તે પછી દરવાજો ખટખટાવવામાં આવ્યો, અને કોઈ જવાબ ન મળતા સુરક્ષા ગાર્ડને બોલાવવામાં આવ્યો. દરવાજો તોડતા અંદર જોવા મળ્યું કે, તેણે પોતાને ફાંસી લગાવી દીધી છે, જેના પછી તરત જ શકીલ અહમદ અને પોલીસને જાણ કરવામાં આવી.

રાહુલ ગાંધીને મળીને અયાન ખુશ થયો હતો

ઉલ્લેખનીય છે કે, 18 જાન્યુઆરી 2025ના રોજ આયાને પટનામાં રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી, જ્યાં શકીલ અહમદે સ્ટેજ પર રાહુલ ગાંધી સાથે તેને પરિચય કરાવ્યો અને આ દરમિયાન આયાને રાહુલ ગાંધીને એક પેઇન્ટિંગ ભેટમાં આપી હતી, જેની રાહુલે પ્રશંસા કરી હતી. આ મુલાકાત દરમિયાન તે ખૂબ ખુશ દેખાતો હતો, પરંતુ અચાનક આત્મહત્યા કરવાનો પગલું શા માટે ભર્યું તે ચોંકાવનારું છે, અને હવે પોલીસે કેસની ઊંડી તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો :  બીજેપી નેતા મનોજ તિવારીએ અરવિંદ કેજરીવાલ અને CM આતિષીને લઈને કરી ભવિષ્યવાણી, જાણો શું કહ્યું

Tags :
Advertisement

.

×