Bihar : મતદાર યાદી સમીક્ષાનો અમલ સમગ્ર દેશમાં કરવા સુપ્રીમ કોર્ટમાં કરાઈ અરજી
- મતદાર યાદી સમીક્ષા આખા દેશમાં અમલી બનાવવા સુપ્રીમ કોર્ટમાં અરજી
- વરિષ્ઠ વકીલ Ashwini Upadhyay એ સુપ્રીમ કોર્ટમાં મતદાર સમીક્ષા માટે કરી અરજી
- દેશના મૂળ નાગરિકો મતદાન કરે, ઘુસણખોરો નહીં - અશ્વિની ઉપાધ્યાય
Bihar : નીતિશ કુમાર (Nitish Kumar) ના રાજ્યમાં થયેલ મતદાર યાદી સમીક્ષાનો મામલો અત્યારે સુપ્રીમ કોર્ટમાં છે. જો કે આ મતદાર યાદી સમીક્ષા કાર્યક્રમ આખા દેશમાં અમલી બનાવવા સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. વરિષ્ઠ વકીલ (Ashwini Upadhyay) એ સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દે અરજી દાખલ કરી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ, ચૂંટણી પંચની વિશેષ સમીક્ષા અભિયાન વિરુદ્ધ ઘણી અરજીઓ દાખલ કરવામાં આવી હતી. જો કે અશ્વિની ઉપાધ્યાયે મતદાર યાદી સમીક્ષાના સમર્થનમાં અરજી લઈને આવ્યું છે.
સમગ્ર દેશમાં મતદાર યાદીની સમીક્ષા માટે અરજી
વરિષ્ઠ વકીલ અશ્વિની ઉપાધ્યાયે ન્યાયાધીશ સુધાંશુ ધુલિયા અને ન્યાયાધીશ જોયમલ્યા બાગચીની બેન્ચને 8 જુલાઈ, 2025 ના રોજ તેમની અરજી પર સુનાવણી કરવા વિનંતી કરી છે. તેમણે કહ્યું કે, બિહાર કેસની સુનાવણી દરમિયાન તેમની અરજી પર પણ સુનાવણી થવી જોઈએ. જો કે જસ્ટિસ ધુલિયાએ વરિષ્ઠ વકીલ અશ્વિની ઉપાધ્યાયને તેમની અરજી પર ફેરવિચારણા કરવા જણાવ્યું છે.
New Delhi: Advocate Ashwani Upadhyay, who filed a petition in support of the Election Commission regarding voter revision in Bihar, says, "I have filed a petition in the Supreme Court demanding that a special intensive revision of the voter list be conducted in every state across… pic.twitter.com/ap1zyuF9Aj
— IANS (@ians_india) July 8, 2025
દેશના મૂળ નાગરિકો મતદાન કરે તે આવશ્યક
સુપ્રીમ કોર્ટમાં બિહારમાં થયેલ મતદાર યાદી સમીક્ષા કાર્યક્રમને આખા દેશમાં અમલી કરવા માટે વરિષ્ઠ વકીલ અશ્વિની ઉપાધ્યાયે જે અરજી કરી છે તેમાં જણાવ્યું છે કે, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને ચૂંટણી પંચની બંધારણીય ફરજ છે કે ફક્ત વાસ્તવિક નાગરિકોએ મતદાન કરવું જોઈએ, વિદેશીઓએ કે ઘુસણખોરો નહીં. ઉપાધ્યાયે કોર્ટને જણાવ્યું હતું કે, સ્વતંત્રતા પછી 200 જિલ્લાઓ અને 1500 તાલુકાઓની વસ્તીમાં મોટો ફેરફાર થયો છે. આ ફેરફાર ગેરકાયદેસર ઘુસણખોરી, કપટપૂર્ણ ધાર્મિક પરિવર્તન અને વસ્તી વિસ્ફોટને કારણે થયો છે. આનો અર્થ એ છે કે ઘણા લોકો ગેરકાયદેસર રીતે દેશમાં આવ્યા છે, કેટલાક લોકોનું બળજબરીથી ધર્માતરણ કરવામાં આવ્યું છે અને વસ્તી પણ ઝડપથી વધી છે.
આ પણ વાંચોઃ બિહારમાં ચૂંટણી પહેલા સરકારની મોટી જાહેરાત, સરકારી નોકરીઓમાં મહિલાઓને 35 ટકા અનામત
6 રાજ્યોમાં થશે SIR
ચૂંટણી પંચ આ વર્ષે 6 રાજ્યોમાં મતદાર યાદી માટે સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) કરશે. જેનો હેતુ જન્મ સ્થળની તપાસ કરીને વિદેશી ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સને દૂર કરવાનો છે. આ વર્ષના અંતમાં બિહારમાં ચૂંટણીઓ યોજાવાની છે. વર્ષ 2026 માં આસામ, કેરળ, પુડુચેરી, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. તેથી બિહાર બાદ SIR અન્ય રાજ્યોમાં પણ હાથ ધરવામાં આવશે. બાંગ્લાદેશ અને મ્યાનમાર સહિત વિવિધ રાજ્યોમાં ગેરકાયદેસર વિદેશી ઈમિગ્રન્ટ્સ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેને ધ્યાનમાં રાખીને આ પગલું મહત્વપૂર્ણ મનાઈ રહ્યું છે.
આ પણ વાંચોઃ Marathi Language Controversy : મુંબઈના રસ્તા પર ઉતર્યા મનસેના કાર્યકરો, પોલીસે કાર્યકરોને કર્યા ડિટેઇન


