Bihar : વડાપ્રધાન મોદીનો બિહાર પ્રવાસ રહેશે ખાસ, અનેક વિકાસકાર્યોની આપશે ભેટ
- વડાપ્રધાન મોદી આજે બિહારની સૂચક મુલાકાત લેશે
- NDA ગઠબંધન PM Modi ના આ પ્રવાસને લઈને બહુ ઉત્સાહી છે
- વડાપ્રધાન લગભગ 61,500 સ્વ-સહાય જૂથોને 400 કરોડ રૂપિયા આપશે
Bihar : આગામી મહિનાઓમાં રાજકીય રીતે મહત્વના રાજ્ય એવા બિહારમાં વિધાનસભા ચૂંટણીઓ થવાની છે. વડાપ્રધાન મોદી (PM Modi) પણ આજે બિહારની મુલાકાત લેવાના છે. વડાપ્રધાન મોદીની આ મુલાકાતને ખાસ ગણવામાં આવી રહી છે. NDA ગઠબંધન વડાપ્રધાન મોદીના આ પ્રવાસને લઈને બહુ ઉત્સાહી છે. આ ગઠબંધન વડાપ્રધાન મોદીની મુલાકાતથી પોતાની મજબૂતીમાં વધારો કરશે. વિપક્ષ પણ વડાપ્રધાન મોદીની આ વખતની બિહાર મુલાકાત પર નજર રાખી રહ્યું છે.
પૂર્વ ચંપારણના મોતીહારી જશે વડાપ્રધાન મોદી
બિહાર ચૂંટણીના ધમાલ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજ્યની મુલાકાત લેશે. પીએમની આ મુલાકાત પૂર્વ ચંપારણના મોતીહારીમાં હશે. આ દરમિયાન તેઓ અનેક પ્રોજેક્ટ્સ જનતાને સમર્પિત કરશે. તેઓ આગામી દિવસોમાં કેટલાક વધુ વિસ્તારોની મુલાકાત પણ લેવાના છે, જેમાં સિરહર્ષા, બક્સર, મુંગેર, ગયા અને ભાગલપુર શક્ય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પૂર્વ ચંપારણમાં ઘણા જન કલ્યાણકારી પ્રોજેક્ટ્સ જનતાને સમર્પિત કરશે. ભલે આ મુલાકાત પૂર્વ ચંપારણના મોતીહારીમાં હોય તેની અસર પૂર્વ અને પશ્ચિમ ચંપારણ બંને પર પડશે. આ બે વિસ્તારોમાં વિધાનસભા બેઠકોની વાત કરીએ તો પૂર્વ ચંપારણમાં 12 વિધાનસભા બેઠકો છે, જ્યારે પશ્ચિમ ચંપારણમાં 9 વિધાનસભા બેઠકો છે.
#WATCH | Bihar | On PM Modi's visit to Motihari tomorrow, DM Saurabh Jaiswal says, "The event is scheduled for 10 am tomorrow. We are expecting 5 lakh people to be in attendance. The PM will meet the public during his travel to the venue. We have made all preparations. Parking… pic.twitter.com/nSpzsjLyJ3
— ANI (@ANI) July 17, 2025
આ પણ વાંચોઃ ED Raid Bhupesh baghel: પૂર્વ મુખ્યમંત્રીના ઘરે EDનો દરોડો, ઘરની બહાર મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત
61,500 સ્વ-સહાય જૂથોને 400 કરોડ રુપિયા આપશે
દરભંગામાં એક નવું સોફ્ટવેર ટેકનોલોજી પાર્ક ઓફ ઇન્ડિયા (STPI) સેન્ટર અને પટનામાં એક આધુનિક ઈન્ક્યુબેશન સુવિધાનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ સુવિધાઓ સ્ટાર્ટઅપ્સ, IT/ITES કંપનીઓ અને સ્થાનિક યુવાનો માટે રોજગારની તકોમાં વધારો કરશે. વડાપ્રધાન મોદી પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના (PMMSY) હેઠળ બિહારમાં નવી ફિશ હેચરી, બાયોફ્લોક યુનિટ, એક્વાકલ્ચર યુનિટ અને ફિશ ફીડ મિલનું ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન લગભગ 61,500 સ્વ-સહાય જૂથોને 400 કરોડ રૂપિયા આપશે. પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ, 12,000 પરિવારોને ઘરની ચાવીઓ આપવામાં આવશે અને 40,000 લાભાર્થીઓને 160 કરોડ રૂપિયાની રકમ આપવામાં આવશે.
આ પણ વાંચોઃ INS Nistar : આજે ઈન્ડિયન નેવીને મળશે INS નિસ્તાર, ઊંડા સમુદ્રમાં દુશ્મનોને ભારત આપશે કાંટાની ટક્કર


