Bihar : ગોપાલ ખેમકા હત્યાકાંડમાં હથિયારો પૂરા પાડનાર વિકાસનું પોલીસ એન્કાઉન્ટરમાં થયું મૃત્યુ
- ગોપાલ ખેમકા હત્યાકાંડમાં પોલીસને મળી વધુ એક સફળતા
- હથિયાર પૂરા પાડનાર વિકાસ ઉર્ફે રાજાનું એન્કાઉન્ટરમાં મોત
- અગાઉ પોલીસ શૂટર ઉમેશ કુમારની ધરપકડ કરી ચૂકી છે
Bihar : બિહારના પટનામાં ઉદ્યોગપતિ ગોપાલ ખેમકા હત્યા કેસ (Gopal Khemka Murder Case) માં પોલીસને વધુ એક સફળતા મળી છે. અત્યંત ચકચારી એવા ગોપાલ ખેમકા હત્યાકાંડમાં વિકાસ (Vikas) ઉર્ફે રાજા (Raja) એ હથિયારો પૂરા પાડ્યા હતા. પોલીસ સતત રાજાને શોધી રહી હતી. ગતરાત્રે પોલીસ અથડામણમાં વિકાસ ઉર્ફે રાજુનું મૃત્યુ થયું હતું. પટના શહેરના માલ સલામી વિસ્તારમાં આ એન્કાઉટર થયું હતું. પોલીસને રાજા વિશે માહિતી મળતાં જ સ્થળ પર પહોંચી હતી. પોલીસની ખબર પડતાં જ રાજાએ નાસવાની કોશિશ કરી જેના જવાબમાં કરવામાં આવેલ એન્કાઉન્ટરમાં રાજા મૃત્યુ પામ્યો હતો.
મધરાત્રે એન્કાઉન્ટર
રાત્રે 02:45 કલાકે માલ સલામી પોલીસ સ્ટેશનથી 2 કિમી પશ્ચિમમાં પીર દમરિયા ઘાટ પાસે પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં 29 વર્ષીય રાજાનું મોત થયું હતું. આ માહિતી મળતાં પટના શહેરના સબ-ડિવિઝનલ પોલીસ અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા અને મામલાની તપાસ કરી હતી. ઘટનાસ્થળેથી 1 પિસ્તોલ અને ગોળી મળી આવી છે. રાજાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે.
#WATCH | Patna | On reports of the accused in Patna businessman Gopal Khemka's murder killed in a police encounter, JD(U) leader Rajeev Ranjan says, "As per the information we have received, Police have killed an accused in the Khemka murder case who tried to attack police.… pic.twitter.com/YQxmhwOIXL
— ANI (@ANI) July 8, 2025
આ પણ વાંચોઃ Bageshwar Dham: છતરપુરમાં ધાબાની છત પડી, મહિલાનું મોત તથા 10 લોકો ઘાયલ થયા
શૂટર ઉમેશ કુમાર ઝડપાયો
પટનાના આ ચકચારી હત્યાકાંડમાં પોલીસને રાજાના એન્કાઉન્ટર પહેલા શૂટરની ધરપકડમાં સફળતા મળી હતી. પટના શહેરમાંથી ઉમેશ કુમાર (Umesh Kumar) નામના શૂટરની ધરપકડ કરવામાં આવી હતી. જે આ સનસનાટીભર્યા હત્યામાં સામેલ મુખ્ય આરોપીઓમાંનો એક હોવાનું કહેવાય છે. આ પછી જ્યારે SIT ટીમે હત્યામાં સામેલ અન્ય લોકોની શોધ શરૂ કરી ત્યારે રાજાનું નામ બહાર આવ્યું. જેનું ગતરાત્રે એન્કાઉન્ટરમાં મૃત્યુ થયું હતું.
આ પણ વાંચોઃ PM Modi બ્રિક્સ સમિટ બાદ બ્રાઝિલિયા શહેર પહોંચ્યા, સંરક્ષણ મંત્રી મુસિયોએ કર્યુ સ્વાગત


