Birthday Special: અમિત શાહના સ્કૂટર પાછળ બેસીને નરેન્દ્ર મોદી પ્રવાસ કરતા, અત્યારે કહેવાય છે રાજકારણની હિટ જોડી
- મોટા પ્લાનને બખૂબી રીતે અમલી બનાવે છે અમિત શાહ
- અમિત શાહના કારણે જમ્મુ-કાશ્મીરની વિશાળ સરહદે શાંતિ સ્થપાઈ
- નરેન્દ્ર મોદી અમિત શાહને પહેલીવાર વર્ષ 1982માં મળ્યા હતા
Birthday Special: આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો જન્મદિવસ (Amit Shah's Birthday) છે. તેમણે ગુજરાતથી લઈને ભારત સુધી અનેક મહત્વની કામ કર્યાં છે. કહેવાય છે કે, નરેન્દ્ર મોદી અને અમિત શાહની હિટ જોડી હવે ગુજરાત બાદ કેન્દ્ર સરકારમાં પણ મોટા કામને પાર પાડવાના સિદ્ધાંત સાથે પહોંચી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મોટા પ્લાનને અમલી બનાવવાની જવાબદારી અમિત શાહે બખૂબી નિભાવી અને જમ્મુ-કાશ્મીરમાંથી આતંકવાદને નશ્યત કરવાના મિશનમાં ગૃહ મંત્રાલયને મોટી સફળતાઓ પણ મળી છે. આ સરકારે કાશ્મીર ખીણમાંથી આતંકવાદીઓનો મોટાપાયે સફાયો કર્યો તો સર્જિકલ સ્ટ્રાઈકથી PoKના આતંકવાદી કેમ્પ ધ્વસ્ત કર્યા. જ્યારે એર સ્ટ્રાઈક થકી પાકિસ્તાનને ઘરમાં ઘૂસીને પાઠ ભણાવ્યો અને ભારતની સેનાને ગોળીનો જવાબ ગોળાથી આપવાની છૂટ આપી જે બાદ પાકિસ્તાને સરહદે છાશવારે થતા યુદ્ધવિરામ ઉલ્લંઘન બંધ થયા. અમિત શાહના કારણે જમ્મુ-કાશ્મીરની વિશાળ સરહદે લાંબા સમયથી શાંતિ સ્થપાઈ છે.
Gujarat: હિન્દુસ્તાનની Politics નો સૌથી ચમકતો અને Powerful ચહેરો | Gujarat First@AmitShah @BJP4India @BJP4Gujarat #HappyBirthdayAmitShah #ChanakyaOfPolitics #PoliticalIcon #AmitShahTurns60 #LeaderOfBJP #PoliticalLegacy #MumbaiBornLeader #AmitShahJourney #BJPArchitect… pic.twitter.com/XrWRyV6gQF
— Gujarat First (@GujaratFirst) October 22, 2024
ભારત દેશની સરહદોને અમિત શાહે સલામત બનાવી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભારત દેશની સરહદોને સલામત બનાવી છે. આ ઉપરાંત સુરક્ષાદળો માટે દાયકાઓથી આંતરિક પડકાર બની ગયેલા નક્સલવાદીઓના લાલ આતંકનો સફાયો કરવાનું નક્કી કર્યું. રાજ્યોની સરકાર અને સુરક્ષા દળોના સહયોગથી નક્સલવાદીઓ હવે છત્તીસગઢના એક નાનકડા વિસ્તાર પૂરતા સીમિત થઈ ગયા છે. મહારાષ્ટ્ર, ઝારખંડ, ઓડિશા, બિહાર અને આંધ્રપ્રદેશમાંથી નક્સલવાદીઓ લગભગ નશ્યત થઈ ચુક્યા છે. આ પ્રચંડ સફળતા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની આક્રમક રણનીતિને સુરક્ષા નિષ્ણાતો શ્રેય આપે છે. અમિત શાહે નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં બજેટ વધારીને માળખાગત સુવિધાઓ વધારવા પર ભાર મૂકાયો છે. અંદાજે 9 હજાર કિલોમીટરનું નવું રોડ નેટવર્ક તૈયાર કરાયું છે. આ ઉપરાંત 15,300 મોબાઈલ ટાવર લગાવવામાં આવ્યા છે. તેમના કાર્યકાળમાં જ નક્સલી વિસ્તારોમાં કોબરા કમાન્ડો સહિત ફરજ બજાવતા અન્ય સુરક્ષાદળોને હાઈટેક હથિયારોથી સજ્જ કરાયા છે. આ દસ વર્ષ દરમિયાન જ નવા 544 કિલ્લા જેવા પોલીસ સ્ટેશનનું નિર્માણ કરાયું છે.
આ પણ વાંચો: ભારતમાં કેસરિયો ધ્વજ મજબૂતાઈથી લહેરાવનાર અને ભાજપના ચાણક્ય Amit Shah નો આજે જન્મદિવસ
નરેન્દ્ર મોદી અમિત શાહને પહેલીવાર વર્ષ 1982માં મળ્યા હતા
સંગઠનથી લઈને સરકાર સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અત્યંત વિશ્વાસુ એવા અમિત શાહે તેમને સોંપાયેલા દરેક કામ ખંત, સખત મહેનત અને કુનેહપૂર્વક પાર પાડયા છે. બે ગુજરાતીઓનો દબદબો દિલ્લી સહિત દેશમાં છે. એમ જે સહજપણે કહેવાય છે તેની પાછળ વડાપ્રધાન નરેન્દ્રમોદી અને ગૃહ પ્રધાન અમિત શાહની ચાર દાયકા જૂની દમદાર દોસ્તી પણ જવાબદાર છે. આર્થિક રીતે સંપન્ન ગુજરાતી પરિવારમાં જન્મેલા અમિત શાહ અને ચા વાળાના દીકરા એવા નરેન્દ્ર મોદી સૌ પહેલીવાર વર્ષ 1982માં અમદાવાદના નારણપુરા વિસ્તારમાં સંઘની બેઠકમાં મળ્યાં હતા. આ સમયે 19 વર્ષના અમિત શાહ કોલેજમાં અભ્યાસ કરતા હતા. PM નરેન્દ્ર મોદી સંઘ પ્રચારક અને અમિત શાહ વિદ્યાર્થી રાજનીતિમાં સક્રિય હતા.
આ પણ વાંચો: કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહનો 60મો જન્મદિવસ : PM મોદી સહિત રાજકીય નેતાઓએ પાઠવી શુભકામનાઓ
અમિત શાહના સ્કૂટર પાછળ બેસીને નરેન્દ્ર મોદી પ્રવાસ કરતા
આ મુલાકાતના બે વર્ષ બાદ 1984માં PM મોદી સંઘના અમદાવાદ જિલ્લાના પ્રચારક બન્યા. તો થોડાક સમય બાદ નરેન્દ્ર મોદીને ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી બનાવવામાં આવ્યા. આ સમયે નરેન્દ્ર મોદીને ચૂંટણી રણનીતિ અને યોગ્ય બુથ મેનેજમેન્ટ ગોઠવે તેવા યુવાનોની જરૂર જણાઈ અને મહેનતુ અમિત શાહના નવા વિચારો PM મોદીને ખૂબ જ પસંદ આવ્યા. શંકરસિંહ વાઘેલા સાથેની મુલાકાતમાં નરેન્દ્ર મોદીએ તે સમયે અમિત શાહને પાર્ટીમાં કોઈ કામ સોંપવા આગ્રહ કર્યો. જે બાદ 1986માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં બંને નેતાએ સાથે પોસ્ટર લગાવ્યા. અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં જીતની રણનીતિ ગોઠવવાની સાથે જ ઉમેદવારોની પસંદગી પણ કરી. તો AMCની બમ્પર સફળતા બાદ બંનેને જોડી ગુજરાતભરમાં ફરી વળી. અમિત શાહના સ્કૂટર પાછળ બેસીને નરેન્દ્ર મોદી ગુજરાતના અનેક તાલુકા અને જિલ્લા સ્તરે પાર્ટીને મજબૂત બનાવવા માટે સતત પ્રવાસ કરતા રહેતા હતા. એમની આ જોડી અત્યારે પણ વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશમાં સેવા આપી રહીં છે.
આ પણ વાંચો: 16th BRICS Summit : PM મોદી રશિયાની બે દિવસીય મુલાકાતે, ચીન સાથે થઇ શકે છે દ્વિપક્ષીય વાર્તાલાપ


