વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી બની BJP, જે પી નડ્ડાએ PM મોદીના નેતૃત્વની પ્રશંસા કરી
- વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી બની ભાજપ
- ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ કરી જાહેરાત
- એનડીએ ગઠબંધન 20 રાજ્યોમાં પોતાની સરકાર ધરાવે છે
BJP World's Largest Party : ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના (Bhartiy Janta Party - BJP) રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ (BJP National President - J. P. Nadda) રવિવારે જણાવ્યું હતું કે ભાજપ 14 કરોડ સભ્યો સાથે વિશ્વનો સૌથી મોટો રાજકીય પક્ષ બની (BJP - World's Largest Political Party) ગયો છે. તેમણે કહ્યું કે ભાજપ પાસે બે કરોડ સક્રિય સભ્યો છે.
LIVE: BJP National President Shri @JPNadda addresses Saradhyam Public Meeting in Visakhapatnam, Andhra Pradesh. https://t.co/71koJ4FHVU
— BJP (@BJP4India) September 14, 2025
એનડીએ સરકારની પ્રશંસા કરી
જેપી નડ્ડાએ (BJP National President - J. P. Nadda) માહિતી આપી હતી કે, પાર્ટી પાસે દેશભરમાં 240 લોકસભા સભ્યો, લગભગ 1, 500 ધારાસભ્યો અને વિધાન પરિષદોમાં 170 થી વધુ સભ્યો છે. કેન્દ્રીય મંત્રીએ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં પાર્ટીની રેલીને સંબોધતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) નેતૃત્વ હેઠળની નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ) સરકારની પ્રશંસા કરી હતી.
"13 રાજ્યોમાં ભાજપ સરકારો"
તેમણે (BJP National President - J. P. Nadda) કહ્યું, "અમે (ભાજપ) 14 કરોડ સભ્યો સાથે વિશ્વનો સૌથી મોટો રાજકીય પક્ષ છીએ. ભારતમાં 20 રાજ્યોમાં એનડીએ સરકારો છે અને 13 રાજ્યોમાં ભાજપ સરકારો છે. અમે દેશનો સૌથી મોટો પ્રતિનિધિ પક્ષ છીએ. અમારી પાસે ૨૪૦ સાંસદો (લોકસભા) છે. અમારી પાસે લગભગ 1,500 ધારાસભ્યો છે. અમારી પાસે વિધાન પરિષદોમાં 170 થી વધુ સભ્યો છે."
ઢંઢેરામાં આપેલા વચનો પણ ભૂલી ગઈ
નડ્ડાએ (BJP National President - J. P. Nadda) કહ્યું કે, વડા પ્રધાન મોદીના નેતૃત્વમાં 11 વર્ષમાં કામગીરી અને જવાબદાર સરકારનું રાજકારણ રહ્યું છે, જ્યારે અગાઉની સરકારોમાં બિન-કાર્યક્ષમતાનું રાજકારણ હતું અને તેમણે વિકાસ કાર્યો કર્યા ન હતા. તેમણે કહ્યું કે. અગાઉની સરકારો ઢંઢેરામાં આપેલા વચનો પણ ભૂલી ગઈ હતી.
"પહેલાં તુષ્ટિકરણનું રાજકારણ હતું"
આ તકે કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ કહ્યું કે અગાઉ ભાઈ-ભત્રીજાવાદ, ભ્રષ્ટાચાર અને તુષ્ટિકરણનું રાજકારણ હતું. ભાજપ પ્રમુખે (BJP National President - J. P. Nadda) કહ્યું કે, "અમે એક એવી પાર્ટીમાંથી આવીએ છીએ, જેનો વૈચારિક આધાર છે." આંધ્રપ્રદેશમાં થયેલા વિકાસ કાર્યોનો ઉલ્લેખ કરતા નડ્ડાએ કહ્યું કે, કેન્દ્રએ રાજધાની અમરાવતીના નિર્માણ માટે 15,000 કરોડ રૂપિયા આપ્યા છે.
આ પણ વાંચો ----- Jharkhand માં 10 લાખનો ઇનામી નક્સલી ઠાર, સેનાને મોટી સફળતા મળી


