Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

દિલ્હીમાં BJP બનાવશે સરકાર તો જરૂરિયાતમંદોને મળશે KG થી PG સુધી મફત ભણતરનો લાભ : અનુરાગ ઠાકુર

સંકલ્પ પત્રનું અનાવરણ કરતી વખતે, ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, જો ભાજપ સરકાર બનશે, તો જરૂરિયાતમંદ લોકો માટે KG થી PG સુધી મફત શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવશે.
દિલ્હીમાં bjp બનાવશે સરકાર તો જરૂરિયાતમંદોને મળશે kg થી pg સુધી મફત ભણતરનો લાભ   અનુરાગ ઠાકુર
Advertisement
  • દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 : ભાજપના સંકલ્પ પત્રની મોટી જાહેરાતો
  • KG થી PG સુધી મફત શિક્ષણ: ભાજપનું મહત્વનું વચન
  • ઓટો ટેક્સી ડ્રાઈવરો માટે 10 લાખનું વીમા કવર: ભાજપનો નિર્ણય
  • દિલ્હીના વિદ્યાર્થીઓ માટે 15 હજારની આર્થિક સહાય
  • AAPના કૌભાંડો પર SIT તપાસ કરશે : ભાજપ
  • ઘરેલું સહાયકો માટે 15 લાખનું વીમા કવર: ભાજપ
  • દિલ્હી મહિલાઓ માટે દર મહિને 2500 રૂપિયાની સહાય : ભાજપ
  • મફત ગેસ અને પેન્શનમાં વધારો: ભાજપ
  • શેરી વિક્રેતાઓ માટે કોઈ જામીન વગર લોન : ભાજપ

Delhi Assembly Election 2025 : ભારતીય જનતા પાર્ટી (BJP)એ પોતાના સંકલ્પ પત્રના બીજા ભાગનું અનાવરણ કર્યું છે, જેમાં મુખ્યત્વે અસંગઠિત ક્ષેત્રના યુવાનો અને કામદારોને ધ્યાનમાં રાખી કેટલીક મહત્વની જાહેરાતો કરવામાં આવી છે. ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે જો દિલ્હીમાં ભાજપની સરકાર બનાવવામાં આવશે, તો જરૂરિયાતમંદ લોકો માટે KG થી PG સુધી મફત શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવશે. તેમણે ઓટો-ટેક્સી ડ્રાઇવરો અને ઘરેલું સહાયકો તરીકે કામ કરતા લોકોને વીમો આપવાની વાત કરી છે.

KG થી PG સુધી મફત શિક્ષણ

અનુરાગ ઠાકુરે સ્પષ્ટ કર્યું કે, ભાજપ સરકાર બનશે તો જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓ માટે KG થી PG સુધી મફત શિક્ષણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ખાસ કરીને સરકારી સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ યોજના ખૂબ મહત્વપૂર્ણ સાબિત થશે.

Advertisement

Advertisement

વિદ્યાર્થીઓ માટે આર્થિક સહાય

ભાજપે દિલ્હીના વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયારી કરવાની મદદરૂપ થવા 15 હજાર રૂપિયાનું ફંડ પ્રદાન કરવાનું વચન આપ્યું છે. ખાસ કરીને અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ટેકો આપવા ડૉ. ભીમરાવ આંબેડકર સ્ટાઇપેન્ડ યોજના શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને દર મહિને 1,000 રૂપિયાનું સ્ટાઇપેન્ડ આપવામાં આવશે.

ઓટો ટેક્સી ડ્રાઇવરો માટે ખાસ યોજના

ઓટો અને ટેક્સી ડ્રાઇવરો માટે કલ્યાણ બોર્ડની રચના કરવાનું પણ વચન આપવામાં આવ્યું છે. આ યોજનામાં ડ્રાઇવરો માટે 10 લાખ રૂપિયાનું જીવન વીમા કવર અને 5 લાખ રૂપિયાનું અકસ્માત વીમાનું કવર પ્રદાન કરાશે. આ ઉપરાંત, ઓટો ટેક્સી ડ્રાઇવરોના બાળકો માટે શિષ્યવૃત્તિની પણ વ્યવસ્થા કરવામાં આવશે.

ઘરેલુ સહાયક કામદારોને 10 લાખ રૂપિયાનું જીવન વીમા કવર

ભાજપ સરકાર ઘરોમાં કામ કરતા માળી, રસોઈયા અને સફાઈ કામદારો માટે ખાસ કલ્યાણ બોર્ડ સ્થાપિત કરશે. આ બોર્ડ દ્વારા ઘરેલુ સહાયકોને 10 લાખ રૂપિયાનું જીવન વીમા કવર અને 5 લાખ રૂપિયાનું અકસ્માત વીમા કવર આપવામાં આવશે. તેમનાં બાળકોને પણ શિષ્યવૃત્તિ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આમ આદમી પાર્ટીના કૌભાંડો પર SIT તપાસ

ભાજપે વચન આપ્યું છે કે, જો દિલ્હીમાં તેમનું શાસન આવશે, તો આમ આદમી પાર્ટીના કૌભાંડો પર SIT તપાસ કરવામાં આવશે. અનુરાગ ઠાકુરે જણાવ્યું કે AAP સરકારના સમયગાળા દરમિયાન થયેલા ઓક્સિજન કૌભાંડ, દારૂની લાઇસન્સિંગમાં થયેલી ગડબડી અને અન્ય ઘણા કૌભાંડો માટે જવાબદારી નક્કી કરાશે.

શેરી વિક્રેતાઓ માટે લોન યોજના

દિલ્હી’ના શેરી વિક્રેતાઓ માટે ભાજપે જાહેરાત કરી છે કે 4 લાખ શેરી વિક્રેતાઓને કોઇપણ જામીન વગર લોન આપવામાં આવશે. આ યોજનાથી નાના વેપારીઓ માટે મોટી રાહત સાબિત થશે.

મહિલાઓ માટે વિશેષ યોજના

અગાઉ, ભાજપે મહિલાઓને આકર્ષવા માટે અનેક વચનો આપ્યા હતા. ભાજપે કહ્યું છે કે જો તેમની સરકાર બનશે તો દિલ્હીની દરેક મહિલાને દર મહિને 2500 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. ગરીબ મહિલાઓને 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવાનું વચન આપવામાં આવ્યું છે. પેન્શનમાં વધારો કરવાનું પણ વચન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત, ઝૂંપડપટ્ટી નજીક અટલ કેન્ટીન ખોલવામાં આવશે જ્યાં 5 રૂપિયામાં સંપૂર્ણ ભોજન મળશે. પહેલી કેબિનેટ બેઠકથી જ એવું કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકારની આયુષ્માન યોજના દિલ્હીમાં લાગુ કરવામાં આવશે.

આ પણ વાંચો :  AAPએ 40 સ્ટાર પ્રચારકોની યાદી કરી જાહેર, દિલ્હી અને પંજાબના મંત્રીઓના નામ સામેલ

Tags :
Advertisement

.

×