ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

આ છે Arvind Kejriwal નો 'શીશ મહેલ'!, અંદરનો નજારો 7 સ્ટાર હોટેલ કરતા ઓછો નથી... VIdeo

Delhi ના પૂર્વ CM અરવિંદ કેજરીવાલના બંગલાના ફોટોઝ વાયરલ દિલ્હી BJP અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ વીડિયો જાહેર કર્યો કેજરીવાલનું ઘર તે 7 સ્ટાર હોટલ જેવું લાગે છે - વીરેન્દ્ર સચદેવા દિલ્હીના CM ના આવાસની તસવીરો પહેલીવાર સામે આવી છે. ભાજપ...
11:49 AM Dec 10, 2024 IST | Dhruv Parmar
Delhi ના પૂર્વ CM અરવિંદ કેજરીવાલના બંગલાના ફોટોઝ વાયરલ દિલ્હી BJP અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ વીડિયો જાહેર કર્યો કેજરીવાલનું ઘર તે 7 સ્ટાર હોટલ જેવું લાગે છે - વીરેન્દ્ર સચદેવા દિલ્હીના CM ના આવાસની તસવીરો પહેલીવાર સામે આવી છે. ભાજપ...
  1. Delhi ના પૂર્વ CM અરવિંદ કેજરીવાલના બંગલાના ફોટોઝ વાયરલ
  2. દિલ્હી BJP અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ વીડિયો જાહેર કર્યો
  3. કેજરીવાલનું ઘર તે 7 સ્ટાર હોટલ જેવું લાગે છે - વીરેન્દ્ર સચદેવા

દિલ્હીના CM ના આવાસની તસવીરો પહેલીવાર સામે આવી છે. ભાજપ દ્વારા આ વીડિયો જાહેર કરવામાં આવ્યો છે. દિલ્હી BJP અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ વીડિયો જાહેર કર્યો અને તેને 7 સ્ટાર બંગલો ગણાવ્યો. આ એ જ બંગલો છે જ્યાં પૂર્વ CM અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) રહેતા હતા.

વિરેન્દ્ર સચદેવાએ આ વીડિયો પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ કર્યો છે જનતાના પૈસાનો ઉપયોગ કરીને તેણે પોતાના માટે 7 સ્ટાર રિસોર્ટ બનાવ્યું છે. જે લોકો બાળકોના સોગંદ ખાઈને સરકારી મકાનો, વાહનો અને સુરક્ષા નહીં લેવાના ખોટા વાયદા કરે છે તેઓ કેવી રીતે દિલ્હીના કરદાતાઓની આવક લૂંટી રહ્યા છે.

આ પણ વાંચો : UPDATE : Mumbai કુર્લામાં થયેલા અકસ્માતમાં મોતનો આંકડો 6 ને પાર, જુઓ Video...

વીડિયોએ તેનો પર્દાફાશ કર્યો છે!

વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, કેજરીવાલ (Arvind Kejriwal)નું ઘર સામાન્ય માણસ જેવું નથી. તે 7 સ્ટાર હોટલ જેવું લાગે છે. અંદરથી પણ તે તમામ સુવિધાઓથી સજ્જ છે. ઓપરેશન શીશમહેલમાં પહેલાથી જ કહેવામાં આવ્યું હતું કે કેજરીવાલ (Arvind Kejriwal)ના નવા 'મહેલ'માં 8 લાખ રૂપિયાના પડદા છે. 4 લાખ રૂપિયાની કિંમતના કોમોડ છે. કરોડોની કિંમતનો માર્બલ લગાવવામાં આવ્યો છે. આ મામલો CM હાઉસના રિનોવેશનના નામે 45 કરોડ રૂપિયાના ખર્ચ સાથે જોડાયેલો છે. અત્યાર સુધી બધું દસ્તાવેજો દ્વારા બતાવવામાં આવતું હતું. પ્રથમ વખત નવા CM આવાસની અંદરનો વીડિયો સાર્વજનિક થયો છે.

આ પણ વાંચો : 17 રાજ્યોમાં ગાઢ ધુમ્મસનું એલર્ટ, 5 રાજ્યોમાં વરસાદની ચેતવણી, જાણો Delhi NCR માં કેવું છે હવામાન?

કેજરીવાલ પણ બીજા જેવા થઈ ગયા...

ભાજપે કેજરીવાલ (Arvind Kejriwal)ની ઈમાનદારી પર સવાલો ઉઠાવવાનું શરૂ કરી દીધું છે. ભાજપનું કહેવું છે કે, કેજરીવાલ (Arvind Kejriwal) એ જ છે જેમણે એકવાર કહ્યું હતું કે તેમને 4-5 રૂમથી વધુ ઘરની જરૂર નથી. તેઓ VIP કલ્ચરને લઈને આક્રમક હતા. પરંતુ, ઓપરેશન શીશમહેલે બતાવ્યું છે કે જ્યારે તેમને ખુરશી મળી ત્યારે તેઓ પણ અન્ય જેવા બની ગયા હતા. જો કે, ઘણા કિસ્સાઓમાં તેમણે બીજાને પાછળ છોડી દીધા.

આ પણ વાંચો : Karnataka ના પૂર્વ CM અને પૂર્વ વિદેશ મંત્રી એસ.એમ કૃષ્ણાનું નિધન, 92 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

Tags :
Aam Aadmi PartyAAPs responseBJP allegationsCorruption ChargesDelhi Politicskejriwa sheeshmahal photokejriwal sheeshmahal videoKejriwals residenceLuxury amenitiesxsheeshmahalworld
Next Article