સંદેશખાલી મામલે TMC પર BJP ના પ્રહાર, કહ્યું - ‘ત્યાંની સરકાર અસંવેદનશીલ છે’
TMC: સંદેશખાલી મામલે પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકાર પર બીજેપીએ પ્રહાર કર્યા છે. બીજેપી નેતા સુધાંશુ ત્રિવેદીએ ટીએમસીની સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, પશ્ચિમ બંગાળની પવિત્ર ભૂમિ હાલમાં પીડિત, દુઃખી અને ફાટેલી અને અત્યાચારોથી છલકી રહી છે. દુઃખની વાત એ છે કે ત્યાંની સરકાર અસંવેદનશીલ છે. ત્યાની સરકારે 144 લાગુ કરી દીધી છે. તેની સાથે સાથે મીડિયાને ધમકાવામાં આવ્યું અને એફઆઈઆર પણ કરવામાં આવી રહીં છે.
સુધાંસુ ત્રિવેદીએ મમતા સરકાર પર કર્યા આકરા પ્રહાર
સુધાંશુ ત્રિવેદીએ વધુમાં કહ્યું કે, ‘આજે ત્યાં ભાજના મહિલા મોર્ચાના અધ્યક્ષ અને મહિલા પદાધિકારી, સાંસદોને પણ રોકવામાં આવ્યાં. કાલે સુકાંતાજીને રોક્યા હતાં. પત્રકાર પર પણ એફઆઈઆર દાખલ કરવામાં આવી રહી છે. આ ખુબ જ સંવેદનશીલ વિષય છે, શાહજહાં શેખ ગાયબ છે. કોલકાતા ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશને કહ્યું છે કે, તેમ હજી સુધી તેની ધરપકડ કરવામાં નથી આવી. આ ઘટના હૃદયદ્રાવક છે. તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ આ મુદ્દે ડ્રામા કરી રહ્યા છે.’
#WATCH | On Sandeshkhali incident, BJP MP Dr. Sudhanshu Trivedi says, "You must have seen criminalisation of politics but such a type of multidimensional criminalisation of politics and its subsequent political patronage and protection is unprecedented in Indian history...West… pic.twitter.com/qqnYtYC2ek
— ANI (@ANI) February 23, 2024
કોંગ્રેસ પણ આ બંગાલ સરકારને વખોડી
ઉલ્લેખનીય છે કે, ઉત્તર 24 પરગણાના સંદેશખાલના બરમજુર ગામમાં સ્થાનિક ગ્રામજનો પ્રદર્શન કરી રહ્યા છે. સુપ્રતિમ સરકાર (એડીજી, દક્ષિણ બંગાળ), ભાસ્કર મુખર્જી (ડીઆઈજી, બારાસત રેન્જ) ગામલોકોને શાંત કરવા સ્થળ પર પહોંચ્યા. આ સાથે ત્યાં સંદેશખાલી ઘટના પર કોંગ્રેસ નેતા પ્રમોદ તિવારીએ કહ્યુ કે, પશ્ચિમ બંગાળની રાજનીતિક સ્થિતિનો અત્યારે બીજેપી ફાયદો ઉઠાવી રહી થછે. પરંતુ જે રીતે અત્યારે રાજ્યની સ્થિતિ જોવા મળી રહી છે તે ખુબ જ નિંદનીય છે. રાજ્ય સરકાર ઊંઘી રહીં છે. તે લોકો હજી સુધી તે વ્યક્તિની ધરપકડ કરી શક્યા નથી.
આ પણ વાંચો: PM Modi દ્વારા સંત રવિદાસજી પ્રતિમાનું અનાવરણ, કહ્યું, ‘ તેઓ એક મહાન સંત હતા’
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ


