ભાજપના ધારાસભ્ય કેતકી સિંહે કરી અજીબોગરીબ માંગ, જાણો શું છે આખો મામલો
- યુપીમાં હોળીને લઈને સંઘર્ષ ચાલુ
- મુસ્લિમો માટે અલગ વોર્ડ બનાવવાની માંગ કરી
- મુસ્લિમો બીજી વિંગમાં જઈને સારવાર કરાવી શકે
BJP MLA demands seprate ward for Muslims : ઉત્તર પ્રદેશના બલિયાથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હોળી પર મુસ્લિમોના પ્રવેશને લઈને ચાલી રહેલા વિવાદ બાદ બીજેપી ધારાસભ્યએ નવી માંગ ઉઠાવી છે. બલિયાના ભાજપના ધારાસભ્ય કેતકી સિંહે તમામ હોસ્પિટલોમાં મુસ્લિમો માટે અલગ વોર્ડ બનાવવાની માંગ કરી છે. કેતકી સિંહનું કહેવું છે કે સીએમ યોગીએ મુસ્લિમો માટે અલગ વોર્ડ બનાવવો જોઈએ, જેથી તેમને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે.
કેતકી સિંહે કારણ જણાવ્યું
કેતકી સિંહનું કહેવું છે કે મેડિકલ કોલેજમાં મુસ્લિમોની સારવાર માટે અલગ વોર્ડ બનાવવો જોઈએ. હોળી, રામનવમી અને દુર્ગા પૂજા દરમિયાન મુસ્લિમોને સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેમને અમારી સાથે સારવાર કરાવવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તેથી સીએમ યોગીએ એક અલગ રૂમ બનાવવો જોઈએ, જેથી મુસ્લિમો પણ બીજી વિંગમાં જઈને તેમની સારવાર કરાવી શકે.
કેતકી સિંહનું નિવેદન
કેતકી સિંહે કહ્યું કે જો મુસ્લિમોની સારવાર બીજી વિંગમાં કરવામાં આવશે તો અમે પણ સુરક્ષિત રહીશું. ખબર નહીં કોણ આપણા ખોરાકમાં થૂંકી દે. હું મહારાજ (CM યોગી) જીને વિનંતી કરું છું કે તેઓ તેમના માટે અલગ વોર્ડ બનાવે. તેઓને અમારી સાથે રહેવામાં તકલીફ પડે છે. અલગ વોર્ડ બનાવવાથી તેમને કોઈ સમસ્યાનો સામનો કરવો નહીં પડે અને અમે પણ સુરક્ષિત રહીશું.
Ballia, Uttar Pradesh: BJP MLA Ketakee Singh says, "This is for Muslims to decide because they have issues with Holi, Ram Navami and Durga Puja. Now, they might have issues with getting treated alongside us as well. I request that if they have a problem, a separate wing or… pic.twitter.com/AZBMukWbRY
— IANS (@ians_india) March 10, 2025
ભાષણ ભોજપુરીમાં આપવામાં આવ્યું હતું
તમને જણાવી દઈએ કે કેતકી સિંહ બલિયાની બાંસડીહ બેઠક પરથી ધારાસભ્ય છે. સતત બે વખત ચૂંટણી હાર્યા બાદ, કેતકીએ 2022 માં અહીંથી ચૂંટણી જીતી. આ પહેલા કેતકી સિંહ પણ વિધાનસભામાં પોતાના ભાષણ માટે ચર્ચામાં આવી હતી. તેમણે ભોજપુરી ભાષામાં ભાષણ આપીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા. તેમણે બ્રજ ભાષામાં વિરોધ પક્ષોને જવાબ આપીને ઘણી પ્રશંસા પણ મેળવી.
દેશે અનેક મહાન સિદ્ધિઓ હાંસલ કરી
ઘણા સંઘર્ષો અને પડકારો બાદ ભારત દેશે આજે દુનિયામાં પોતાની એક અલગ અને મજબૂત ઓળખ બનાવી છે. આ વર્ષોમાં દેશ ઘણી રીતે સક્ષમ અને સશક્ત બન્યો છે અને અનેક મહાન સિદ્ધિઓ હાંસલ કરી છે. આપણા દેશે જે કંઈ પણ પ્રગતિ કરી છે, તે દેશના તમામ લોકોના સઘન પ્રયાસો અને સંઘર્ષોનું પરિણામ છે. તેમ છતાં, આપણે આદર્શ પરિપૂર્ણતા સુધી પહોંચવા હજુ ઘણાં દૂર છીએ. સૌના ભાગે સ્વતંત્રતા સમાન વેશે નથી આવી. જાતિ, ધર્મ, ભાષા, પ્રાંત અને સમાજનો ભેદ આજે પણ અમુક જગ્યાઓ પર પ્રચલિત છે, જે લોકોની આસપાસની અવગણના અને ભેદભાવને પ્રગટાવે છે. એમાં પણ સરકારનો રોલ તો ખુબ જ શરમજનક છે. સરકારના ઘણા નેતાઓ જાતિવાદને પ્રોત્સાહન આપતા હોય તેવુ પણ આપણે જોયુ જ છે.
આ પણ વાંચો : PM મોદીનું મોરેશિયસમાં ઉષ્માભર્યું સ્વાગત, રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં ભાગ લેશે
દેશની એકતાને નુકસાન
પણ અહીં ધ્યાન કેન્દ્રિત કરવું છે સમાનતા અને બંધુત્વના જે આદર્શનુ સપનું લઈ આપણે આઝાદ ભારતની સફર શરૂ કરી હતી એ દિશામાં. પણ હજુ ઘણી લાંબી સફર બાકી હોય તેમ લાગી રહ્યું છે, આનું મુખ્ય કારણ એ છે કે, દેશમાં આજે પણ કેતકી સિંહ જેવા કેટલાક લોકપ્રતિનિધિઓની જાતિવાદી માનસિકતા. કેતકી સિંહે જે માંગ કરી છે તે દેશની એકતાને નુકસાન પહોંચાડે તેવી છે. કેતકી સિંહે જે પ્રકારની માંગણી કરી છે, તે સમાજમાં જાતિવાદ અને ભેદભાવના વિચારોને પ્રોત્સાહિત કરે છે, જે દેશની એકતાના મૌલિક ધ્યેયોને ગંભીર રીતે ખતમ કરી શકે છે.
આ સમયે, દરેક નાગરિકની જવાબદારી છે કે આપણે માનવ અધિકારો, સામાજિક ન્યાય અને એકતાની ભાવના પર ભાર મૂકીને એવી કોઈપણ માનસિકતા અને વ્યવહારનો વિરોધ કરીએ જે આપણા ભારતની સામૂહિક અને આધુનિક માન્યતાઓ વિરુદ્ધ હોય.
આ પણ વાંચો : Bhupesh Baghel ના ઘરે EDની રેડ, મોટી માત્રામાં મળી રોકડ !


