ભાજપે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે જાહેર કર્યો સંકલ્પ પત્ર, મહિલાઓને દર મહિને 2500ની સહાય
- દિલ્હીમાં ચાલી રહેલી તમામ જન કલ્યાણકારી યોજનાઓ ભાજપ સરકાર હેઠળ ચાલુ રહેશે
- ભાજપે 12 હજાર નાની-મોટી સભાઓ યોજી
- 41 LED વાન દ્વારા નેતાઓએ જનસંપર્ક સાંધ્યો
Delhi Assembly elections : ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ જણાવ્યું હતું કે, દિલ્હીમાં ચાલી રહેલી તમામ જન કલ્યાણકારી યોજનાઓ ભાજપ સરકાર હેઠળ ચાલુ રહેશે અને તેમને વધુ અસરકારક રીતે મજબૂત બનાવવામાં આવશે. દિલ્હીમાં બસ સેવા અંગે તેમણે AAP પર નિશાન સાંધતા કહ્યું, તમે ફ્રી તો કર્યું, પણ તમે બસોની સંખ્યામાં કેટલો વધારો કર્યો? અમે તેને ભ્રષ્ટાચાર મુક્ત પણ બનાવીશું. તેમના માટે આ જન કલ્યાણની નીતિ નથી પણ ભ્રષ્ટાચારનું મિશન છે.
નેતાઓએ LED વાન દ્વારા લોકો સાથે ચર્ચા કરી
નડ્ડાએ કહ્યું કે, અમે મહિલાઓ, યુવાનો, ઝૂંપડપટ્ટીવાસીઓ, અસંગઠિત કામદારો, મધ્યમ વર્ગ અને વેપારી વર્ગ સાથે ચર્ચા કરી છે. લગભગ 1.80 લાખ ફીડબેક મળ્યા છે. લગભગ 62 જૂથો સાથે ચર્ચા કરવામાં આવી છે. 12 હજાર નાની-મોટી સભાઓ યોજી. 41 LED વાન દ્વારા નેતાઓએ દરેક ખૂણામાં જઈને લોકો સાથે ચર્ચા કરી.
આ પણ વાંચો : જો 2 MM ઘા ઉંડો હોત તો સૈફ અલી ખાન લકવો થઇ ગયો હોત, પગ થઇ જાત સુન્ન
અરવિંદ કેજરીવાલે અત્યાર સુધી કયા વચનો આપ્યા છે?
અગાઉ, આમ આદમી પાર્ટીએ કહ્યું હતું કે, તે મફત વીજળી, પાણી, મફત બસ મુસાફરી જેવી યોજનાઓ ચાલુ રાખશે. આ ઉપરાંત, મહિલાઓને દર મહિને 2100 રૂપિયાની આર્થિક સહાય આપવાનું પણ વચન આપવામાં આવ્યું છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે, 60 વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં મફત સારવાર આપવામાં આવશે. શુક્રવારે જ અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, જો તેમની સરકાર ફરીથી બનશે તો વિદ્યાર્થીઓને મફત બસ મુસાફરીની સુવિધા આપવામાં આવશે. તેમણે મેટ્રોમાં 50 ટકા ડિસ્કાઉન્ટ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે.
કોંગ્રેસનું વચન- સસ્તુ સિલિન્ડર અને 300 યુનિટ મફત વીજળી
કોંગ્રેસે દિલ્હીના લોકોને વચન આપ્યું છે કે, જો તે સત્તામાં આવશે તો તે 500 રૂપિયામાં LPG સિલિન્ડર, મફત રાશન કીટ અને 300 યુનિટ સુધી મફત વીજળી આપશે. કોંગ્રેસે 'મોંઘવારી રાહત યોજના' હેઠળ 500 રૂપિયામાં સિલિન્ડર અને મફત રાશન કીટ આપવાનું વચન આપ્યું છે. 300 યુનિટ સુધી મફત વીજળી આપવાની સાથે, પાર્ટીએ કહ્યું છે કે, જો આનાથી વધુ વીજળીનો વપરાશ થાય છે, તો વધારાની વીજળી માટે બિલ ચૂકવવું પડશે. કોંગ્રેસે મહિલાઓને દર મહિને 2500 રૂપિયાની નાણાકીય સહાય અને 25 લાખ રૂપિયાનો આરોગ્ય વીમો આપવાનું પણ વચન આપ્યું છે.
આ પણ વાંચો : Rahul Gandhi મધ્યરાત્રિએ અચાનક AIIMS ની બહાર જાણો કોને મળવા પહોંચ્યા