Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ચૂંટણી પહેલા જ ભાજપે શરૂ કર્યું ઓપરેશન લોટસ, અમારા ઉમેદવારોને 15-15 કરોડનો ઓફર

Delhi Election 2025 : આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે ચૂંટણી પરિણામો પહેલા ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે દિલ્હીમાં 'ઓપરેશન લોટસ' શરૂ થઈ ગયું છે.
ચૂંટણી પહેલા જ ભાજપે શરૂ કર્યું ઓપરેશન લોટસ  અમારા ઉમેદવારોને 15 15 કરોડનો ઓફર
Advertisement
  • ભાજપ પોતાની હાર ભાળી ગયું છે, માટે હોર્સટ્રેડિંગ શરૂ કર્યું
  • ચૂંટણી પરિણામ પહેલા જ AAP સાંસદે લગાવ્યા ગંભીર આક્ષેપ
  • ભાજપે MLA ના ઉમેદવારોને 15 કરોડ રૂપિયાની ઓફર આપી છે

Delhi Election 2025 : આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે ચૂંટણી પરિણામો પહેલા ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે દિલ્હીમાં 'ઓપરેશન લોટસ' શરૂ થઈ ગયું છે.

ચૂંટણી પરિણામો પહેલા, AAP સાંસદ સંજય સિંહે આરોપ લગાવ્યો હતો કે, ભાજપે દિલ્હીમાં 'ઓપરેશન લોટસ' શરૂ કર્યું છે. ભાજપે 8 ફેબ્રુઆરી પહેલા હાર સ્વીકારી લીધી છે. તેમણે આરોપ લગાવ્યો કે, ભાજપે અમારા ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કર્યો. તેમાં કેટલીક બાબતોમાં સફળ પણ મળી છે. તેઓ પૈસા અને તપાસ એજન્સીઓનો ઉપયોગ કરે છે. દિલ્હીમાં અમારા બે મંત્રીઓને તેમણે તોડ્યા છે. અમે ઘણી લડાઈ પછી દિલ્હી બચાવ્યું.

Advertisement

આ પણ વાંચો : જયપુરથી પ્રયાગરાજ મહાકુંભમાં સ્નાન કરવા જઈ રહેલા 8 લોકોના મોત

Advertisement

ભાજપે દરેકને 15 કરોડ રૂપિયાની ઓફર કરી : સંજય સિંહ

સંજય સિંહે કહ્યું કે, "ઘણા ધારાસભ્યોએ અમને જાણ કરી કે, અમારા સાત ધારાસભ્યોને પાર્ટી છોડવા, પાર્ટી તોડવા અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે 15-15 કરોડ રૂપિયાની ઓફર મળી છે. તેમાંથી એક કે બે ધારાસભ્યોને મળ્યા પછી આ ઓફર પણ આપવામાં આવી હતી. તેઓ આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાવા અને સરકાર બનાવવાની વાત કરી રહ્યા છે."

અમે અમારા ધારાસભ્યોને સતર્ક કર્યા છે : સંજય સિંહ

આ સમગ્ર મામલે, અમે ચૂંટણી લડી રહેલા અમારા તમામ ધારાસભ્યોને કહ્યું છે કે, તેઓ તેમને આવતા તમામ કોલ રેકોર્ડ કરે. આ અંગે ફરિયાદ નોંધાવવામાં આવશે. જો કોઈ તમને મળે અને ઓફર કરે, તો છુપાયેલા કેમેરાનો ઉપયોગ કરીને તેનો વીડિયો બનાવો. તેની માહિતી મીડિયાને અને પછી બધાને આપવામાં આવશે. અમે અમારા ધારાસભ્યોને ચેતવણી આપી છે અને તમામ પ્રકારે સતર્ક રહેવા જણાવ્યું છે."

આ પણ વાંચો : Surat: નઘરોળ તંત્રના પાપે માસૂમનો ભોગ લેવાયો, ગટરમાં ગરકાવ બાળકનો મળ્યો મૃતદેહ

ભાજપ ખરાબ રીતે હારી રહ્યું છે : AAP સાંસદ

AAP સાંસદે વધુમાં કહ્યું, "બે વાત ખૂબ જ સ્પષ્ટ થઈ ગઈ છે. પહેલી, 8 ફેબ્રુઆરીએ મતગણતરી પહેલા, ભાજપે પોતાની હાર સ્વીકારી લીધી છે. તે ખરાબ રીતે હારી રહી છે. બીજું, આખા દેશમાં તેઓ જે હોર્સ ટ્રેડિંગની પદ્ધતિ અપનાવે છે, તે હવે દિલ્હીમાં પણ શરૂ થઈ ગઈ છે. ક્યારેક તેઓ તેને ઓપરેશન લોટસ અને બીજા ઘણા નામો કહે છે." તેમણે કહ્યું કે તેઓ ધારાસભ્યોને તોડવા માટે પૈસા અને તપાસ એજન્સીઓનો ઉપયોગ કરે છે, જે કંઈ પણ દબાણ બનાવી શકે છે.

આ પણ વાંચો : Ahmedabad: શહેરના કોઈ પણ ખૂણે ડ્રગ્સ મળશે! નશાના કારોબારીએ કર્યો ચોંકાવનારો ખુલાસો

Tags :
Advertisement

.

×