વોટર લિસ્ટ બદલીને વોટિંગનો અધિકારી છીનવી લેવા માંગે છે બીજેપી: મલ્લિકાર્જૂન ખડગે
- વોટર લિસ્ટ બદલીને વોટિંગનો અધિકારી છીનવી લેવા માંગે છે બીજેપી: મલ્લિકાર્જૂન ખડગે
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ આજ પોતાની પાર્ટીની ઓબીસી વિંગની ભાગીદારી ન્યાય સંમેલનને સંબોધન કરતી વખતે કેન્દ્ર સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા હતા.
મલ્લિકાર્જીન ખડગેએ કહ્યુ કે, આજે જ ચૂંટણી પંચનું નવું નોટિફિકેશન આવ્યું છે કે એસઆઈઆર માત્ર બિહારમાં જ નહીં આખા દેશમાં કરવામાં આવશે.
આ લોકો ગરીબોને ખત્મ કરવા માંગે છે. ઓબીસી, એસસી/એસટી અને મહિલાઓને વોટિંગનો અધિકાર આપવા માટે આરએસએસ અને બીજેપી તૈયાર નહતી.
તમને વોટિંગનો અધિકાર બાબા સાહેબ આંબેડકર, જવાહરલાલ નેહરૂજીના કારણે મળ્યો અને હવે બીજેપી વોટર લિસ્ટને બદલીને લોકો પાસેથી અધિકાર છીનવી લેવા માંગે છે.
તેમણે કહ્યું, મોદી સરકારે એસસી, એસટી, ઓબીસી અને મહિલાઓ માટે કોઈ યોગ્ય પગલા ભર્યા નથી. તેઓ માત્ર ભાષણ આપતા રહે છે.
લોકસભામાં વિરોધ પ્રક્ષના નેતા રાહુલ ગાંધીએ સંમેલનમાં કહ્યું, ભાજપા અને આરએસએસના લોકો કહે છે કે, હિન્દુસ્તાનથી અંગ્રેજી ખત્મ કરી દઈશું પરંતુ તેમના બાળકો તો લંડન અને અમેરિકામાં અભ્યાસ કરી રહ્યાં છે.
દરેક વિસ્તારની ભાષાને અભ્યાસમાં લેવી જોઈએ પરંતુ સાથે સાથે અંગ્રેજીની પણ જરૂરત છે. તે માટે જરૂરી છે કે, ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં દલિતો અને આદિવાસીઓને અનામત આપવામાં આવવી જોઈએ.
ભાગીદારી ન્યાય સંમેલનમાં કોંગ્રેસે ઓબીસી વિંગનો નવો સત્તાવાર લોગો પણ લોન્ચ કર્યો.
આ પણ વાંચો- શશિ થરૂરની ‘Mango Party’માં ભાજપ નેતાઓનો જમાવડો, કોંગ્રેસ ગેરહાજર


