Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

'ભાજપ દિલ્હીમાં મફત શિક્ષણ, વીજળી અને પાણી બંધ કરશે', અરવિંદ કેજરીવાલે ભાજપના સંકલ્પ પત્ર પર ઉઠાવ્યા સવાલ

દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. ઉમેદવારોની સાથે, વરિષ્ઠ નેતાઓ પણ લોકો પાસેથી મત માંગી રહ્યા છે. આ દરમિયાન દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપ પર નિશાન સાધ્યું છે. 
 ભાજપ દિલ્હીમાં મફત શિક્ષણ  વીજળી અને પાણી બંધ કરશે   અરવિંદ કેજરીવાલે ભાજપના સંકલ્પ પત્ર પર ઉઠાવ્યા સવાલ
Advertisement
  • કેજરીવાલે ભાજપના સંકલ્પ પત્ર પર સવાલ ઉઠવ્યા
  • ભાજપ મફત શિક્ષણ અને મફત સારવાર બંધ કરશે
  • ભાજપનો સંકલ્પ પત્ર ખૂબ જ ખતરનાક છે: કેજરીવાલ

Delhi Assembly Elections 2025 : દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. આવી સ્થિતિમાં, રાજકીય પક્ષોએ ચૂંટણીમાં પોતાની બધી તાકાત લગાવી દીધી છે અને વરિષ્ઠ નેતાઓ વચ્ચે આરોપ-પ્રત્યારોપોનો દોર ચાલી રહ્યો છે. દરમિયાન, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને ભૂતપૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે ભાજપના સંકલ્પ પત્ર પર સવાલ ઉઠાવતા કહ્યું કે, તેઓ દિલ્હીમાં મફત શિક્ષણ, વીજળી અને પાણી બંધ કરી દેશે.

અરવિંદ કેજરીવાલની પ્રેસ કોન્ફરન્સ

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ભાજપે જારી કરેલા તેના બે મેનિફેસ્ટોમાં સ્વીકાર્યું છે અને સીધી જાહેરાત કરી છે કે તેઓ દિલ્હીના મોહલ્લા ક્લિનિક્સ અને દિલ્હીની સરકારી શાળાઓમાં ઉપલબ્ધ કાઉન્સેલિંગ સેવાઓ બંધ કરશે તેમજ મફત શિક્ષણ બંધ કરશે. તેમણે પહેલેથી જ કહ્યું હતું કે, ભાજપ દિલ્હીની ચૂંટણી ફક્ત અને ફક્ત દિલ્હીના લોકોને આપવામાં આવતી બધી યોજનાઓ બંધ કરવા માટે લડી રહી છે. તેમણે હવે સ્વીકાર્યું છે કે, તેઓ મફત શિક્ષણ અને મફત સારવાર (દવાઓ, ટેસ્ટ અને સર્જરી) બંધ કરશે. પરંતુ ધ્યાન રાખો કે આ લોકો મહિલાઓ માટે મફત વીજળી, પાણી અને મફત બસ મુસાફરી જેવી અન્ય યોજનાઓ પણ બંધ કરી દેશે. કેજરીવાલે કહ્યું, ખોટું બટન ન દબાવી દેતા, નહીંતર આ લોકો દિલ્હીમાં રહેવું મુશ્કેલ કરી દેશે.

Advertisement

આ પણ વાંચો : દિલ્હીમાં BJP બનાવશે સરકાર તો જરૂરિયાતમંદોને મળશે KG થી PG સુધી મફત ભણતરનો લાભ : અનુરાગ ઠાકુર

Advertisement

ભાજપનો સંકલ્પ પત્ર ખૂબ જ ખતરનાક છે: કેજરીવાલ

કેજરીવાલે વધુમાં કહ્યું કે, ભાજપનો સંકલ્પ પત્ર ખૂબ જ ખતરનાક છે. તેમણે પોતાના સંકલ્પ પત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે, તેઓ મોહલ્લા ક્લિનિક બંધ કરી દેશે. તેઓ નથી ઇચ્છતા કે દિલ્હીના લોકોને મફત સારવાર મળે. તેમણે કહ્યું કે, ભાજપ શાળાઓમાં મફત શિક્ષણ બંધ કરશે. ભાજપે પોતાના સંકલ્પ પત્રમાં કહ્યું હતું કે, દિલ્હીના 18 લાખ બાળકોને આપવામાં આવતું મફત શિક્ષણ બંધ કરવામાં આવશે. જો લોકોએ ભૂલથી પણ ભાજપને મત આપી દીધો તો તેમના ઘરનું આખું બજેટ ખોરવાઈ જશે.

દિલ્હીવાસીઓ AAP સરકારની સુવિધાઓ પર મતદાન કરશે: પૂર્વ મુખ્યમંત્રી

તેમણે કહ્યું કે, દિલ્હીના લોકો કેજરીવાલ અને AAP સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી સુવિધાઓના આધારે મતદાન કરશે. કોંગ્રેસ પર નિશાન સાધતા પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે, લોકેશ બંસલ નવી દિલ્હી વિધાનસભામાં કોંગ્રેસના સર્વોચ્ચ નેતા છે. તેમના આગમન સાથે, નવી દિલ્હી વિધાનસભામાં કોંગ્રેસનો અંત આવી ગયો છે. તેમણે કહ્યું કે, તેઓ દેશ માટે કંઈક કરવા માટે કોંગ્રેસમાં જોડાયા હતા, પરંતુ આજે કોંગ્રેસ ભાજપના ખોળામાં બેસી ગઈ છે. ભાજપ ગરીબો માટે ખતરનાક પાર્ટી છે.

આ પણ વાંચો : Mahakumbh 2025 : વાયરલ ગર્લ મોનાલિસાને મળી ફિલ્મની ઓફર!

Tags :
Advertisement

.

×