India Pakistan Attack :જમ્મુ-કાશ્મીરમાં ના ઘણા શહેરોમાં ફરી બ્લેક આઉટ, ઉરી અને પૂંછમાં ગોળીબાર
- ઉરીમાં પાકિસ્તાની સેનાએ ફરી ગોળીબાર શરૂ કર્યો
- જમ્મુ કાશ્મીરમાં ના ઘણા શહેરોમાં ફરી બ્લેક આઉ
- પાકિસ્તાને પોતાની નાપાક હરકતો
India Pakistan Attack : ભારત અને પાકિસ્તાનના તણાવ (IndiaPakistanWar)વચ્ચે હજી પણ ગોળીબાર (India Pakistan Attack)અને હુમલાઓનો સિલસિલો ચાલુ છે. જમ્મુના ઘણા શહેરોમાં આજે 8 વાગ્યે બ્લેક ઉટ જાહેર કરવામાં આવ્યું છે. જમ્મુના પૂંછ અને ઉરીમાં ફરી ગોળીબારના અવાજો સંભળાયા છે. પાકિસ્તાને પોતાની નાપાક હરકતોથી બાઝ આવી રહ્યુ નથી.
જમ્મુ-કાશ્મીરના ઘણા શહેરોમાં બ્લેક આઉટ
ત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે જમ્મુ-કાશ્મીરના ઘણા શહેરોમાં બ્લેક આઉટ કરવામાં આવ્યું છે. ઉરી, પૂંછ પછી કૂપવાડામાં પણ પાકિસ્તાને ફાયરીંગ શરૂ કર્યુ છે. પૂછમાં પાકિસ્તાન માર્ટાર ફાયરીંગ કરી રહ્યું છે. અંધારુ થવાની સાથે પાકિસ્તાને ફરી પોતાની નાપાક હરકતો શરૂ કરી દીધી છે. ભારતીય આર્મી પણ પાકિસ્તાનની અવરચંડાઈનો જડબાતોડ જવાહ આપી રહી છે. પાકિસ્તાનના લગાતાર હુમલા પછી પણ ભારતની ડિફેન્સ સિસ્ટમને કારણે ભારતવાસીઓ હજી પણ સુરક્ષિત છે.
ભારતે અમેરિકા સાથે શું ચર્ચા કરી?
વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે વિદેશ મંત્રી એસ જયશંકરે યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ સાથે વાત કરી છે. ૭ મેના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા અને ત્યારબાદ ભારતની કાર્યવાહી પર ચર્ચા થઈ. વિદેશ મંત્રીએ આતંકવાદ સામેની લડાઈમાં ભારત સાથે કામ કરવાની અમેરિકાની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી. તેમણે ઓપરેશન સિંદૂર અંગે ભારતની કાર્યવાહી વિશે પણ વાત કરી. જયશંકરે એમ પણ કહ્યું કે ભારત પાકિસ્તાન દ્વારા કોઈપણ સ્વરૂપમાં આક્રમકતા વધારવાના કોઈપણ પ્રયાસોનો સખત વિરોધ કરશે. વિદેશ મંત્રીએ આજે બ્રિટિશ વિદેશ મંત્રી સાથે વાત કરી. આ દરમિયાન આતંકવાદ સામે લડવા અંગે પણ વાત થઈ. થોડા સમય પહેલા જ, વિદેશ મંત્રીએ નોર્વેના વિદેશ મંત્રી સાથે પણ વાત કરી હતી.
વિદેશ સચિવે પાકિસ્તાનનો પર્દાફાશ કર્યો
પ્રેસ કોન્ફરન્સમાં વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ પાકિસ્તાનના દરેક રહસ્યનો પર્દાફાશ કર્યો. તેમણે કહ્યું કે પાકિસ્તાને પોતાની કાર્યવાહી સ્વીકારવાને બદલે વાહિયાત દાવા કર્યા છે કે ભારતીય સશસ્ત્ર દળો અમૃતસર જેવા તેના શહેરોને નિશાન બનાવી રહ્યા છે અને પાકિસ્તાન પર દોષારોપણ કરી રહ્યા છે. ઇતિહાસ સાક્ષી છે કે પાકિસ્તાન આવી પ્રવૃત્તિઓમાં સામેલ રહ્યું છે. પાકિસ્તાને ખોટી માહિતી ફેલાવી કે ભારતે નનકાના સાહિબ ગુરુદ્વારાને ડ્રોન હુમલો કરીને નિશાન બનાવ્યું છે, જે બીજું એક ખુલ્લેઆમ જૂઠાણું છે. પાકિસ્તાન સાંપ્રદાયિક તણાવ પેદા કરવાના ઉદ્દેશ્યથી પરિસ્થિતિને સાંપ્રદાયિક બનાવવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યું છે.