Breaking news: હરિયાણા-ગોવાને મળ્યા નવા રાજ્યપાલ, લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નરની પણ નિમણૂંક
- ત્રણ રાજ્યને નવા રાજ્યપાલ મળ્યા
- હરિયાણા-ગોવાને મળ્યા નવા રાજ્યપાલ
- લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નરની પણ નિમણૂંક
Breaking news: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ (Droupadi Murmu)હરિયાણા(haryana) અને ગોવાના(goa) રાજ્યપાલની નિમણૂંક કરી છે. આ સાથે જ લદ્દાખમાં(Ladakh) લેફ્ટનન્ટ ગવર્નરની પણ નિમણૂંક કરવામાં આવી છે. પ્રોફેસર આશિમ કુમાર ઘોષને હરિયાણાના રાજ્યપાલ જ્યારે પુષ્પતિ અશોક ગજપતિ રાજુને ગોવાના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. કવિંદ્ર ગુપ્તાને લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.રાષ્ટ્રપતિ મુર્મુએ લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશના લેફ્ટનન્ટ ગવર્નર તરીકે બ્રિગેડિયર (ડૉ.) બીડી મિશ્રા (નિવૃત્ત) નું રાજીનામું સ્વીકાર્યું છે.
કોણ છે અશોક ગજપતિ રાજુ?
અશોક ગજપતિ રાજુએ ભારતના આંધ્ર પ્રદેશના રાજકીય નેતા અને વિજયનગરમના રાજવી પરિવારના સભ્ય છે. તેઓ તેલુગુ દેશમ પાર્ટી (TDP) સાથે સંકળાયેલા છે અને વિજયનગરમ વિધાનસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે.અશોક ગજપતિ રાજુએ આંધ્રપ્રદેશના રાજકારણમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. તેઓ 1980, 1990 અને 2000ના દાયકામાં વિજયનગરમ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.
President Droupadi Murmu appoints Prof. Ashim Kumar Ghosh as Governor of Haryana, Pusapati Ashok Gajapathi Raju as Governor of Goa and Kavinder Gupta appointed as Lieutenant Governor of Ladakh.
President Murmu accepts the resignation of Brig (Dr) BD Mishra (Retd) as Lieutenant… pic.twitter.com/hxnrh4Oke6
— ANI (@ANI) July 14, 2025
આ પણ વાંચો -Andhra Pradesh : કેરી ભરેલી ટ્રક પલટી જતાં 9 શ્રમિકોના મોત, 10 ગંભીર રીતે ઈજાગ્રસ્ત
કોણ છે આશિમ કુમાર ઘોષ?
સીનિયર એકેડમિક રોલ નીભાવનારા આશિમ કુમાર ઘોષને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ હરિયાણાના રાજ્યપાલ બનાવ્યા છે, તેમને હાઇ એજ્યુકેશનમાં ઘણો અનુભવ છે જેનો ફાયદો હરિયાણાને મળશે. તે જલદી રાજ્યપાલનો પદભાર ગ્રહણ કરશે.
જમ્મુ કાશ્મીરના પૂર્વ ડેપ્યુટી CM રહી ચુક્યા છે કવિન્દ્ર ગુપ્તા
જમ્મુ કાશ્મીરમાં ભાજપના સીનિયર નેતા કવિન્દ્ર ગુપ્તાને લદ્દાખના નવા ઉપરાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. કવિન્દ્ર ગુપ્તા આ પહેલા જમ્મુ કાશ્મીર વિધાનસભાના અધ્યક્ષ રહી ચુક્યા છે. જ્યારે જમ્મુ કાશ્મીરમાં PDP અને ભાજપ ગઠબંધનની સરકાર બની હતી, તે સમયે કવિન્દ્ર ગુપ્તાને ઉપમુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.


