BREAKING: સોનિયા ગાંધીની તબિયત લથડી, શિમલાની હોસ્પિટલમાં કરાયા દાખલ
- કોંગ્રેસના નેતા સોનિયા ગાંધીની તબિયત લથડી
- શિમલાની હોસ્પિટલમાં કરાયા દાખલ
- હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી આપી માહિતી
BREAKING : કોંગ્રેસના (congress)વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીની (sonia gandhi)તબિયત અચાનક બગડતા તેમને શિમલાની ઇન્દિરા ગાંધી મેડિકલ કોલેજ (IGMC) હોસ્પિટલમાં દાખલ કરાયા છે. હાલ ડૉક્ટરોની ટીમ તેમના સ્વાસ્થ્યની તપાસ કરી રહી છે. હજુ સુધી સ્પષ્ટ નથી થઈ શક્યું કે તેમને કયા પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યા થઈ છે.
હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી આપી માહિતી
સોનિયા ગાંધી 2 જૂને પોતાની દીકરી પ્રિયંકા ગાંધીની સાથે શિમલા આવ્યા હતા અને છરાબડા ખાતે ખાનગી ફાર્મ હાઉસમાં રોકાયા હતા. અચાનક તેમની તબિયત ખરાબ થતા તેમને IGMC લઈ જવાયા. માહિતી મળતા જ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુક્ખૂએ પોતાનો ઉના પ્રવાસ રદ કરી દીધો અને શિમલા પરત ફરી રહ્યા છે. તેમના IGMC પહોંચવાની શક્યતા છે. IGMC હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા વધારી દેવાઈ છે.
લગભગ એક મહિના પહેલા, કોર્ટે આ કેસમાં નોટિસ જારી કરી હતી
તમને જણાવી દઈએ કે લગભગ એક મહિના પહેલા, દિલ્હીની એક કોર્ટે નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસ નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને નોટિસ જારી કરી હતી. ખાસ ન્યાયાધીશ વિશાલ ગોગને કહ્યું હતું કે ચાર્જશીટની નોંધ લેતી વખતે તેમનો સાંભળવાનો અધિકાર ઉપલબ્ધ હતો. કેસની આગામી સુનાવણી 8 મે માટે નક્કી કરતી વખતે, ન્યાયાધીશે કહ્યું હતું કે, કોઈપણ સ્તરે સાંભળવાનો અધિકાર નિષ્પક્ષ ટ્રાયલને નવું જીવન આપે છે. તાજેતરમાં ચાર્જશીટ દાખલ કરનાર EDએ 26 જૂન, 2014 ના રોજ ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામી દ્વારા દાખલ કરવામાં આવેલી ખાનગી ફરિયાદની નોંધ લીધા પછી 2021 માં તેની તપાસ શરૂ કરી હતી.