Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

BSP:“હું જીવિત છું ત્યાં સુધી BSPનો કોઈ ઉત્તરાધિકારી નહીં બને:Mayawati

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને બહુજન સમાજ પાર્ટી (BSP)ના સુપ્રીમ માયાવતીએ એક મોટી કાર્યવાહી કરતા તેમના ભત્રીજા આકાશ આનંદને BSPમાંથી સસ્પેન્ડ કરી દિધા છે.
bsp “હું જીવિત છું ત્યાં સુધી bspનો કોઈ ઉત્તરાધિકારી નહીં બને mayawati
Advertisement
  • માયાવતીની 24 કલાલમાં બીજી મોટી કાર્યવાહી
  • આકાશ આનંદને BSPમાંથી સસ્પેન્ડ કર્યો
  • ગત મહિને પાર્ટીમાંથી બરતરફ કરી દીધા હતાં

Mayawati :બહુજન સમાજવાદી પાર્ટીના સુપ્રીમો માયાવતી(Mayawati)એ પોતાના ભત્રીજા આકાશ આનંદને પાર્ટીમાંથી કાઢી મૂક્યા છે.આ પહેલાં રવિવારે માયાવતીએ આકાશ આનંદને (Akash Anand)પાર્ટીની તમામ જવાબદારીમાંથી મુક્ત કરી દીધા હતા. આ સાથે જે તેમણે કહ્યું હતું કે, 'હવે મારા છેલ્લાં શ્વાસ સુધી પાર્ટીમાં મારો કોઈ ઉત્તરાધિકારી નહીં હોય.' નોંધનીય છે કે, માયાવતીએ આકાશના સસરા અશોક સિદ્ધાર્સથને પણ ગત મહિને પાર્ટીમાંથી બરતરફ કરી દીધા હતાં.

માયાવતીએ X પર પોસ્ટ કરી

BSP સુપ્રીમો માયાવતીએ X પર પોસ્ટ કરી અને લખ્યું - "ગઈકાલે BSPની અખિલ ભારતીય બેઠકમાં, આકાશ આનંદને તેના સસરા અશોક સિદ્ધાર્થના પ્રભાવમાં રહેવાના કારણે રાષ્ટ્રીય સંયોજક સહિતની તમામ જવાબદારીઓમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા, જેનો તેણે પશ્ચાતાપ કરી પોતાની પરિપક્વતા દર્શાવવાની હતી."

Advertisement

Advertisement

આ પણ  વાંચો -Supreme Court: અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અર્થ એ નથી કે કંઈ પણ બોલો: રણવીરને SCની ટકોર

પરિપક્વતા બતાવવાને બદલે, તેણે લાંબો જવાબ આપ્યો

માયાવતીએ વધુમાં કહ્યું કે, આકાશ દ્વારા આપવામાં આવેલ લાંબો જવાબ પરિપક્વતા દર્શાવવાને બદલે તેના પસ્તાવા અને રાજકીય પરિપક્વતાની નિશાની નથી, પરંતુ મોટે ભાગે સ્વાર્થી, ઘમંડી અને તેના સસરાના પ્રભાવ હેઠળ બિન-મિશનરી છે. હું પાર્ટીના આવા બધા લોકોને આનાથી બચવાની સલાહ આપી રહ્યો છું અને તેમને સજા પણ કરી રહ્યો છું.

આ પણ  વાંચો -રામ મંદિર પર હુમલો કરવાનું કાવતરું! ફરીદાબાદથી યુપીના શંકાસ્પદની ધરપકડ, 2 હેન્ડ ગ્રેનેડ જપ્ત

સસરા અશોક સિદ્ધાર્થ જવાબદાર હોવાનું જણાવાયું હતું

તમને જણાવી દઈએ કે 2 માર્ચ (રવિવારે) લખનઉમાં BSPની રાષ્ટ્રીય સ્તરની બેઠક બાદ માયાવતીએ નિવેદન જારી કરીને કહ્યું હતું કે પાર્ટીના હિતમાં આકાશ આનંદને તેની તમામ જવાબદારીઓમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ કાર્યવાહી માટે પાર્ટી નહીં પરંતુ તેના સસરા અશોક સિદ્ધાર્થ સંપૂર્ણપણે જવાબદાર છે.

આ પણ  વાંચો -Bihar Budget 2025-26 : નાણામંત્રીએ રજુ કર્યુ 3.17 લાખ કરોડનું બજેટ, મહિલાઓ માટે ખાસ જાહેરાતો

આકાશ આનંદે X પર કરી હતી પોસ્ટ

આકાશ આનંદે સોશિયલ મીડિયા X પર એક લાંબી પોસ્ટ શેર કરી છે. જેમાં લખ્યું છે કે, હું પરમપૂજ્ય આદરણીય બહેન કુ. માયાવતી જીની કેડર છું, અને તેમના નેતૃત્વમાં મેં ત્યાગ, વફાદારી અને સમર્પણના અવિસ્મરણીય પાઠ શીખ્યા છે, આ બધા મારા માટે માત્ર એક વિચાર નથી, પરંતુ જીવનનો ઉદેશ્ય છે. આદરણીય બહેનજીનો દરેક નિર્ણય મારા માટે પથ્થરની લકીર સમાન છે, હું તેમના દરેક નિર્ણયનું સન્માન કરું છું અને તે નિર્ણય સાથે ઉભો છું.

Tags :
Advertisement

.

×