Cab Fare Rules : પીક અવર્સમાં ચૂકવવું પડશે બમણું ભાડું, કેન્દ્ર સરકારે કેબ કંપનીઓને આપી મોટી છૂટ
- કેન્દ્ર સરકારે કેબ કંપનીઓને આપી દીધી મોટી છૂટ
- પીક અવર્સમાં કેબમાં આપવું પડશે બમણું ભાડું
- નવી મોટર વ્હિકલ એગ્રીગેટર ગાઈડલાઈન્સનો અમલ શરુ
- બાઈકનો પેસેન્જર વાહન તરીકે ઉપયોગ કરી શકાશે
Cab Fare Rules : કેન્દ્ર સરકારે કેબ કંપનીઓને બેઝ ફેરમાં ફક્ત 1.5 ગણા (1.5x) ને બદલે 2 ગણા (2x) સુધી ભાડું વધારવાની છૂટ આપી છે. સરકારના આ નિર્ણયથી ઓલા, ઉબેર, ઈનડ્રાઈવ અને રેપિડો જેવી કેબ કંપનીઓને ફાયદો થશે. જો કે ઓછી ભીડવાળા સમયમાં ભાડું બેઝ ફેરના અડધા (50%) કરતા ઓછું નહીં હોય. આ ઉપરાંત ટ્રીપ રદ કરવા અને ડ્રાયવર્સના વીમા મુદ્દે પણ નિયમ બનાવાયા છે.
રાજ્યોને 3 મહિનાનો સમય અપાયો
કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને આગામી 3 મહિનાની અંદર આ નવા નિયમોનો અમલ કરવા જણાવ્યું છે. સરકારે પીક અવર્સ દરમિયાન કંપનીઓ વધુ પડતું ડિસ્કાઉન્ટ આપીને એકબીજા સાથે અન્યાયી સ્પર્ધા ન કરે તે માટે આ નિર્ણય લીધો છે. સરકારે ટ્રીપ રદ કરવા માટે પણ નિયમો બનાવ્યા છે. જેમાં જો ડ્રાઈવર એપ પર રાઈડ સ્વીકાર્યા પછી કોઈ નક્કર કારણ આપ્યા વિના ટ્રીપ રદ કરે છે, તો તેને ભાડાના 10% અથવા મહત્તમ 100 રૂપિયા (જે ઓછું હોય તે) દંડ કરવામાં આવશે. આ દંડ ડ્રાઈવર અને કંપની (એગ્રીગેટર) વચ્ચે વહેંચવામાં આવશે. જો મુસાફર બુકિંગ રદ કરે છે, તો તેની પાસેથી પણ સમાન દંડ વસૂલવામાં આવશે.
કેબ ડ્રાયવર્સના વીમા માટે નિયમો
કેન્દ્ર સરકારે ઓલા, ઉબેર, ઈનડ્રાઈવ અને રેપિડો જેવી કેબ કંપનીઓ માટે પીક અવર્સ દરમિયાન બેઝ ફેરમાં ફક્ત 1.5 ગણા (1.5x) ને બદલે 2 ગણા (2x) સુધી ભાડું વધારવાની છૂટ આપી છે. આ ઉપરાંત સરકારે કેબ ડ્રાયવર્સના વીમા માટે કેટલાક નિયમો સુનિશ્ચિત કર્યા છે. કેબ કંપનીઓએ તેમના બધા ડ્રાયવર્સ પાસે ઓછામાં ઓછા 5 લાખ રૂપિયાનો આરોગ્ય વીમો અને ઓછામાં ઓછા 10 લાખ રૂપિયાનો ટર્મ વીમો હોય તે સુનિશ્ચિત કરવાનું રહેશે.
આ પણ વાંચોઃ GST : ઓછી આવક ધરાવતા વર્ગને રાહત આપવા માટે 12 % સ્લેબને નાબૂદ કરવા સરકારની વિચારણા
પેસેન્જર્સ સલામતી માટેના નિયમો
હવે દરેક કેબ કંપનીઓના વાહનમાં Vehicle location and tracking device (VLTD) ઈન્સ્ટોલ કરવું ફરજિયાત રહેશે. કંપની અને રાજ્ય સરકારના નિયંત્રણ કેન્દ્રને પણ આ ઉપકરણ વિશે માહિતી આપવાની રહેશે. કંપનીઓએ દર વર્ષે તેમના ડ્રાયવર્સ માટે રિફ્રેશર ટ્રેનિંગ પ્રોગ્રામ યોજવા પડશે. આ પ્રોગ્રામમાં જે ડ્રાયવર્સનું રેટિંગ સૌથી ખરાબ હોય તેમને દર 3 મહિને રિફ્રેશર ટ્રેનિંગ લેવી પડશે. જો આવા ડ્રાયવર્સ ટ્રેનિંગમાં ભાગ નહિ લે તો તેમને કંપનીના પ્લેટફોર્મ પર કામ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
આ પણ વાંચોઃ હિમાચલ પ્રદેશના મંડીમાં વરસાદથી તારાજી, અત્યાર સુધી 10 લોકોના મોત


