બિહાર મહાકૌભાંડ: કેગે પૂછ્યું નીતિશના રાજમાં ₹70 હજાર કરોડ ક્યાં ખર્ચ થયા?
- બિહાર મહાકૌભાંડ: કેગે પૂછ્યું નીતિશના રાજમાં ₹70 હજાર કરોડ ક્યાં ખર્ચ થયા?
બિહાર સરકાર 70 હજાર કરોડ રૂપિયાથી વધારે ખર્ચાઓનો હિસાબ આપી રહી શકી નથી. CAGના લેટેસ્ટ રિપોર્ટમાં બિહાર સરકારની ઝાટકણી કાઢવામાં આવી છે અને તેને લઈને બિહારનું રાજકારણ પણ ગરમ થઈ ગયું છે.
CAG એટલે Comptroller and Auditor General. CAG સરકારમાં એક એવો વિભાગ છે જે સરકારી હિસાબ-કિતાબ જૂએ છે. તેનું કામ તે હોય છે કે સરકાર જે પૈસા ખર્ચ કર્યા તે યોગ્ય રીતે કર્યા છે કે નહીં. કેગ રિપોર્ટમાં તે દેખવામાં આવે છે કે, પૈસા ક્યાં ખર્ચ થયા. જે યોજનાઓ બનાવવામાં આવી હતી, તે પૂરી થઈ કે નહીં? ખર્ચનો રેકોર્ડ સાચો છે કે નહીં? ક્યાંય કૌભાંડ કે ગડબડ તો થઈ નથી ને? તે પછી રિપોર્ટને સંસદ અથવા વિધાનસભામાં રાખવામાં આવે છે, જેથી જનતા અને નેતા જાણી શકે કે સરકારે શું કર્યું છે?
70 હજાર કરોડ રૂપિયાનો હિસાબ બાકી
ગુરૂવારે બિહાર વિધાનસભામાં કેગનો રિપોર્ટ મૂકવામાં આવ્યો હતો. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે જે પૈસા બિહારના વિકાસ, શાળાઓ, રસ્તાઓ અને ગામડાઓ માટે બિહાર સરકારને આપવામાં આવ્યા હતા. તે 70 હજાર કરોડથી વધારેની રકમનો બિહાર સરકાર પાસે હિસાબ જ નથી કે તે ક્યાં ગયા, કેવી રીતે ખર્ચ થયા. UCs એટલે ઉપયોગ પ્રમાણપત્ર જે અસલમાં એક રીતની રસીદ હોય છે, જેનાથી ખ્યાલ આવે છે કે પૈસા ક્યાં અને કેવી રીતે ખર્ચ થયા. પરંતુ બિહારમાં લગભગ પચ્ચાસ હજાર એવી રસીદો આપવામાં આવી નથી. આનો અર્થ તે થયો કે, બિહાર સરકાર પાસે 50 હજારથી વધારે પ્રોજેક્ટનો કોઈ ચોક્કસ હિસાબ જ નથી. પૈસા તો ખર્ચ કરવામાં આવ્યા પરંતુ સરકારે જણાવ્યું નહીં કે કેવી રીતે અને ક્યાં ખર્ચ કરવામાં આવ્યાં છે.
2016-17 પહેલાના 15 હજાર કરોડ રૂપિયાનો હિસાબ-કિતાબ બાકી
કેગે સ્પષ્ટ કહ્યું છે કે, જ્યાર સુધી આ રસીદો મળશે નહીં ત્યાર સુધી કહેવું મુશ્કેલ છે કે પૈસા યોગ્ય જગ્યાએ ખર્ચ થયા છે કે નહીં. સૌથી મોટી વાત તે છે કે, આનાથી ભ્રષ્ટાચાર, કટકી અને પૈસાને આડો-અવળો કરવાનો ખતરો વધી જાય છે. વિચાર કરો કે 70 હજાર કરોડ રૂપિયાથી વધારે પૈસા.. આમાંથી તો લગભગ 15 હજાર કરોડ રૂપિયા તો 2016-17થી પણ પહેલાના છે. એટલે આટલા વર્ષોથી હિસાબ કિતાબ અટકેલો પડ્યો હતો. વિચારો ભારતમાં સરકારો કેવું કામ કરી રહી છે. જનતાના પૈસાનો અંધાધૂંધ રીતે વેડફાડ થઈ રહ્યો છે.
સામાન્ય લોકોનો વિકાસ કરતાં પાયાના વિભાગોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર
હવે પ્રશ્ન તે છે કે, ક્યાં-ક્યાં વિભાગ આમાં સામેલ છે? પંચાયતી રાજ, શિક્ષણ, શહેરી વિકાસ, ગ્રામીણ વિકાસ અને કૃષિ વિભાગ. સૌથી વધારે ભ્રષ્ટાચાર પંચાયતી રાજ વિભાગમાં છે. આ વિભાગમાં 28 હજાર કરોડ રૂપિયાથી વધારેનો કઈ જ હિસાબ મળી રહ્યો નથી. તે પછી શિક્ષણ વિભાગ છે, જ્યાં લગભગ 13 હજાર કરોડ રૂપિયાનો અત્તોપત્તો નથી કે પૈસા ક્યાં ગયા. આ બધા તે વિભાગ છે જેમાં ગામડા, શાળા અને ખેતી સાથે જોડાયેલા છે.
નીતિશ સરકારે બજેટ બનાવ્યા વગર જ ફૂંકી માર્યા 644 કરોડ રૂપિયા
નીતિશ સરકારે માર્ચ 2020માં 644 કરોડ રૂપિયા બજેટ બનાવ્યા વગર જ એસી બિલોના નામે ખર્ચ કરી નાંખ્યા છે. આ અંગે સરકાર દ્વારા પાછળથી જવાબ આપવામાં આવ્યો હતો કે, અરે હિસાબ કરવાનું ભૂલી ગયા હતા. આ નાની-મોટી ચૂક નથી આ સીધી મોટી બેદરકારી છે. બીજી વાત કે આવું પ્રથમ વખત પણ બન્યું નથી. કેગના 2022-23ના રિપોર્ટમાં પણ દર્શાવવામાં આવ્યું છે કે, હજારો કરોડ રૂપિયાના એસી બિલ્સ હજું સુધી બાકી છે. એટલે વર્ષોથી આવું જ ચાલતું આવ્યું છે, અને હજું પણ કોઈ સુધારો થતો દેખાઈ રહ્યો નથી.
તો સ્પષ્ટ છે કે, બિહારમાં પૈસાને લઈને ખુબ જ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યું છે. સરકાર બજેટ તો બનાવી રહી છે પરંતુ તેનો સંપૂર્ણ ઉપયોગ કરી શકી રહી નથી. ઉપરથી જે પૈસા વધે છે, તેનો પણ હિસાબ આપવામાં આવી રહ્યો નથી. તો બીજી તરફ દેવામાં સતત વધારો થઈ રહ્યો છે અને તે પૈસા ક્યાં અને કેવી રીતે વાપરવામાં આવી રહ્યાં છે તેનો સ્પષ્ટ જવાબ પણ મળી રહ્યો નથી. કેટલીક જગ્યા પર એવા પણ ખર્ચ દેખાઈ રહ્યા છે, જેની કદાચ જરૂરત જ નહતી. આમ બિહારમાં ફાઈનાન્સને લઈને ન તો પ્લાનિંગ છે ન મોનીટરીંગ... બધુ જ રામ ભરોસે.
હવે CAG રિપોર્ટે બિહારના રાજકારણમાં ભૂકંપ લાવી દીધો છે. સોશિયલ મીડિયા પર લોકો પોતાનો ગુસ્સો નિકાળી રહ્યા છે. વિધાનસભામાં પણ આને લઈને ખુબ જ મોટા પ્રમાણમાં હંગામો થયો. વિપક્ષે સરકારને સીધો પ્રશ્ન કર્યો કે- આટલા પૈસા ક્યાં ગયા? કૌભાંડ થયા કે સીધા હવામાં ઉડી ગયા?
સૌથી મોટો પ્રશ્ન તે છે કે, હવે સરકાર શું કરશે? એક તરફ લાખો કરોડો રૂપિયાનો હિસાબ અડકેલા પડ્યા છે, તો બીજી તરફ દેવું વધી રહ્યું છે અને વિકાસની સ્પીડે બ્રેક મારી દીધી છે. કેગે સ્પષ્ટ કહ્યું છે કે, સરકારે સમયસર રસીદો જમા કરાવવી જોઈએ, બજેટ પર કંટ્રોલ મજબૂત કરવો જોઈએ અને આખી સિસ્ટમને ઠિક કરવી જોઈએ.
આ પણ વાંચો-Supreme Court : પિતા સાથે રહેવા માટે પુત્રીએ માંગ્યા 1 કરોડ, સુપ્રીમ કોર્ટે માતાની કાઢી ઝાટકણી


