રાજધાની દિલ્લી ઝેરી વાયુની લપેટમાં, અનેક સ્થળે AQI અત્યંત ગંભીર શ્રેણીમાં
- દેશની રાજધાનીની હવા અત્યંત ઝેરીલી (AQI)
- દિલ્લી-NCRમાં AQI 400ને વટાવી ગયું
- લોકોને શ્વાસ લેવામાં પડી રહી છે તકલીફ
- વાયુ પ્રદૂષણથી ઠેર ઠેર દ્રશ્યો ધૂંધળા થયા
દિલ્લીમાં સતત વાયુ પ્રદૂષણ ગંભીર ક્ષેત્રીમાં પ્રવેશતું જાય છે. દિવસે ને દિવસે AQI નો આંકડો વધી રહ્યો છે. ત્યારે દિલ્લી અને NCRમાં air quality index 400ને પાર પહોંચી ગયું છે. હવા એટલી હદે પ્રદૂષિત થઈ ગઈ છે કે, લોકોને શ્વાસ લેવો પણ મુશ્કેલ બન્યો છે. ચારે બાજુ ગાઢ પ્રદૂષણની ચાદર પથરાઈ ગઈ છે. જેના લીધે લોકો સ્પષ્ટ રીતે જોઈ પણ નથી શકતા. વાહનચાલકોને ડ્રાઈવિંગમાં પણ હાલાકીનો સામનો કરવો પડે છે.
આજનું વાતાવરણ
આજે સવારે હવાની ગુણવત્તા ગંભીરથી અત્યંત ગંભીર રહી છે. અનેક વિસ્તારોમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (air quality index) અત્યંત જોખમી નોંધાયો છે. જેમાં વજીપુરમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ સૌથી વધુ 482 સુધી ઊંચકાયો છે. જે ગંભીરથી પણ પ્લસ (PLUS) શ્રેણીમાં આવે છે. તો આર.કે.પુરમમાં પણ સ્થિતિ ચિંતાજનક રહી છે. ત્યાં પણ air quality index 427 નોંધાયો છે. અને રેહિણીમાં AQI 378 પર પહોંચી ગયો છે.
Delhi records AQI level of 376, remains in 'Very Poor' Category
Read story @ANI | https://t.co/nMdqy449ZW#Delhi #AQI pic.twitter.com/lAVPJWQ0kp
— ANI Digital (@ani_digital) December 3, 2025
મંગળવારે 372 રહ્યો AQI
દિલ્લીમાં પાછલા 2-3 દિવસના વાયુ પ્રદૂષણની વાત કરીએ તો, મંગળવારે વાયુ પ્રદૂષણનો આંકડો 372 નોંધાયો હતો. સોમવારે 304 AQI નોંધાયો હતો. તો બે દિવસ પહેલા એટલે કે, રવિવારે 300ની અંદર એર ક્વોલિટી ઈન્ડેક્સ (air quality index) રહ્યો હતો. પ્રદેશના બુરાડી, આનંદ વિહાર, વિવેક વિહાર, મુંડકા, બવાના, રોહિણી અને પંજાબી બાગ વિસ્તારમાં હવા પ્રદૂષણનો આંક઼ો 400ને પાર રહ્યો હતો.
પ્રદૂષણ પાછળનું કારણ
દિલ્લીમાં ગંભીર પ્રદૂષણ પાછળ વાહનો અને ઉદ્યોગો સહિત પરાળીને સળગાવવાનું મુખ્ય કારણ માનવામાં આવે છે. આંકડાકીય માહિતી સમજીએ તો, રાજધાનીમાં પ્રદૂષણ માટે વાહનો 18.4% અને ઉદ્યોગો-ફેક્ટરીઓ 9.2% ટકા જવાબદાર છે. ઉપરાંત નોઈડા, ગાઝિયાબાદ, બાગપત, ગુરુગ્રામ અને પાનીપતમાં થતા પ્રદૂષણનો પણ મોટો ભાગ રહ્યો છે. હવામાન વિભાગનું કહેવું છે કે, દક્ષિણ-પશ્ચિમથી ધીરે ધીરે હવા આવી રહી છે. આ હવા પ્રદૂષણને યથાવત રાખવાનું કામ કરે છે.
પ્રદૂષણની લોકો પર વિપરીત અસર
ખરાબ હવાના લીધે લોકો બીમારી તરફ ધકેલાઈ રહ્યા છે. લોકોને પહેલા આંખ, નાક અને ગળામાં બળતરાની ફરિયાદ હતી. પરંતુ જેમ જેમ હવા પ્રદૂષિત થઈ રહી છે, તેમ તેમ લોકોની સમસ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. હવે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી છે. ખાસ કરીને દમના રોગી, હાર્ટ પેશન્ટ (heart patient) માટે સમસ્યા વિકટ થઈ છે. લોકો માસ્ક પહેર્યા વગર ઘરોની બહાર નીકળી નથી શકતા. સતત ફોગવાળુ વાતાવરણ રહેતું હોવાથી આઈ વિઝિબિલીટી (eye visibility) પણ ઘટી છે.
આ પણ વાંચો - Mumbai pollution: માયાનગરી મુંબઈ પણ પ્રદૂષણની ચપેટમાં, પ્રદૂષણ પર નિયંત્રણ માટે BMC નો શું છે પ્લાન?


