ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Census : દેશમાં વસ્તી ગણતરીની તારીખ આવી સામે,આ રાજ્યોમાં થશે શરૂઆત

ભારતમાં પહેલી માર્ચ-2027થી વસ્તી ગણતરી શરૂ થશે વસ્તી ગણતરી દેશભરમાં બે તબક્કામાં કરાશે. રાજ્યોમાં પહેલી ઓક્ટોબર-2026થી વસ્તી ગણતરી થશે Census : ભારતમાં પહેલી માર્ચ-2027થી વસ્તી ગણતરી શરૂ કરવામાં આવશે. આ વસ્તી ગણતરી દેશભરમાં બે તબક્કામાં કરાશે. આ સમય દરમિયાન...
05:40 PM Jun 04, 2025 IST | Hiren Dave
ભારતમાં પહેલી માર્ચ-2027થી વસ્તી ગણતરી શરૂ થશે વસ્તી ગણતરી દેશભરમાં બે તબક્કામાં કરાશે. રાજ્યોમાં પહેલી ઓક્ટોબર-2026થી વસ્તી ગણતરી થશે Census : ભારતમાં પહેલી માર્ચ-2027થી વસ્તી ગણતરી શરૂ કરવામાં આવશે. આ વસ્તી ગણતરી દેશભરમાં બે તબક્કામાં કરાશે. આ સમય દરમિયાન...
caste census date

Census : ભારતમાં પહેલી માર્ચ-2027થી વસ્તી ગણતરી શરૂ કરવામાં આવશે. આ વસ્તી ગણતરી દેશભરમાં બે તબક્કામાં કરાશે. આ સમય દરમિયાન જાતિગત વસ્તી ગણતરી પણ હાથ ધરાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, લદ્દાખ, જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ જેવા પર્વતીય રાજ્યોમાં પહેલી ઓક્ટોબર-2026થી વસ્તી ગણતરી શરૂ કરવામાં આવશે. દેશમાં છેલ્લી વસ્તી ગણતરી 2011માં કરાઈ હતી. ત્યારબાદ 2011માં વસ્તી ગણતરી કરવાની ચર્ચા હતી, પરંતુ કોરોના સમયગાળાને કારણે તે મુલતવી રાખવામાં આવી હતી. હવે સરકારે 15 વર્ષ પછી 2026માં વસ્તી ગણતરી કરવાનો નિર્ણય લીધો છે.

આઝાદ ભારતમાં પ્રથમવાર કરાશે જાતિગત વસ્તી ગણતરી

ભારત આઝાદ થયા બાદ પ્રથમવાર જાતિગત વસ્તી ગણતરી હાથ ધરાશે. વસ્તી ગણતરી સાથે જ જાતિની પણ ગણતરી કરાશે. ગત મહિને કેન્દ્ર સરકારે જાતિગત વસ્તી ગણતરી કરવા માટે મંજૂરી આપી હતી. સૌથી મહત્ત્વની વાત એ છે કે, 1931 બાદ અત્યાર સુધીમાં ભારતમાં કોઈપણ જાતિ વસ્તી ગણતરી કરવામાં આવી નથી

આ પણ  વાંચો- નિવૃત્તિ પછી નિમણૂંકો ચિંતાજનક, કોલેજિયમ પ્રણાલીને લઇને બોલ્યા CJI BR Gavai

છેલ્લે 2011માં કરાઈ હતી વસ્તી ગણતરી

દેશમાં દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે. દેશમાં છેલ્લે 2011માં વસ્તી ગણતરી કરાઈ હતી. ત્યારબાદ 2011માં વસ્તી ગણતરી કરવાની ચર્ચા હતી, પરંતુ કોરોના સમયગાળાને કારણે તે મુલતવી રાખવામાં આવી હતી. હવે સરકારે 15 વર્ષ પછી 2026માં વસ્તી ગણતરી કરવાનો નિર્ણય લીધો છે.

આ પણ  વાંચો- સંસદનું ચોમાસુ સત્ર  21 જુલાઈથી 12 ઓગસ્ટ સુધી, ઓપરેશન સિંદૂર સહિત અનેક મુદ્દાઓ પર થઈ શકે છે ચર્ચા

આઝાદી બાદ ભારતમાં 15 વખત વસ્તી ગણતરી કરાઈ

દેશમાં ઘણા સમયથી જાતી વસ્તી ગણતરી કરવાની માંગ કરવામાં આવી રહી હતી, ત્યારે તેના પર ફાઈનલ મહોર વાગ્યા બાદ હવે તેની તારીખ પણ સામે આવી ગઈ છે. દેશને આઝાદી મળ્યા બાદ 1951થી 2011 સુધી સાત વખત અને ભારતમાં કુલ 15 વખત વસ્તી ગણતરી કરવામાં આવી છે. વસ્તી ગણતરી દરમિયાન લઘુમતીઓ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની ગણતરી કરવામાં આવે છે, જ્યારે અન્ય જાતિની ગણતરી કરવામાં આવી નથી.

Tags :
Caste Censuscaste census datecaste census newscensuscensus date
Next Article