Chandra grahan 2025 : 7 સપ્ટેમ્બરનો 'બ્લડ મૂન' ભારતમાં ક્યાં ક્યાં દેખાયો? જૂઓ તસ્વીરોમાં
- 7 સ્પ્ટેમ્બરના રોજ ભારતમાં દેખાયો બ્લડમૂન (Chandra grahan 2025)
- મુંબઈ, બેંગ્લુરુ, હૈદરાબાદમાં લોકોએ નિહાળ્યો બ્લડમૂન
- રાત્રે 9.58 વાગ્યે શરૂ થયુ અને સવારે 1.26 વાગ્યે સુધી ચાલ્યુ ગ્રહણ
- 82 મિનિટ માટે ચંદ્રનો રંગ રક્ત જેવો લાલ થઈ ગયો હતો
Chandra grahan 2025 : સપ્ટેમ્બર 2025ની રાત્રે આકાશમાં એક અસાધારણ ખગોળીય દ્રશ્ય જોવા મળ્યું, જ્યારે પૂર્ણ ચંદ્ર ગ્રહણે ચંદ્રને લાલ રંગમાં રંગી દીધો. આ 'બ્લડ મૂન'ના દર્શન કરવા માટે મુંબઈ, બેંગલુરુ, હૈદરાબાદ અને સમગ્ર ભારતના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ ગ્રહણ રાત્રે 9:58 વાગ્યે શરૂ થયો અને વહેલી સવારે 1:26 વાગ્યા સુધી ચાલ્યો. આ દરમિયાન કુલ 82 મિનિટ માટે ચંદ્રનો રંગ રક્ત જેવો લાલ થઈ ગયો હતો. કોલકાતામાં સુભાષચંદ્ર બોઝની પ્રતિમા પાછળ અને દિલ્હીમાં અશોક સ્તંભ સાથે તેનો નજારો અત્યંત મનમોહક હતો.
Blood Moon
'બ્લડ મૂન'નો અદભુત નજારો: શું થયું?
7 સપ્ટેમ્બર 2025ના રોજ, રાત્રે 9:58 વાગ્યે શરૂ થયેલું પૂર્ણ ચંદ્ર ગ્રહણ ભારતમાં ખૂબ સ્પષ્ટપણે દેખાયું. ગ્રહણની ચરમસીમા રાત્રે 11 વાગ્યે શરૂ થઈ, જ્યારે ચંદ્ર સંપૂર્ણપણે પૃથ્વીના મુખ્ય પડછાયા (umbra)માં ડૂબી ગયો. આ ક્ષણે ચંદ્રનો રંગ લાલ-નારંગી થઈ ગયો, જેને સામાન્ય ભાષામાં 'બ્લડ મૂન' કહેવાય છે. આ અદ્ભુત દ્રશ્ય 12:22 વાગ્યા સુધી ચાલ્યું અને કુલ 82 મિનિટ સુધી ચંદ્ર રક્તવર્ણી રંગથી ચમકતો રહ્યો.
Chandra grahan
ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક હતો (Chandra grahan 2025)
વૈજ્ઞાનિકોના મતે, ચંદ્ર ગ્રહણને જોવા માટે કોઈ ટેલિસ્કોપની જરૂર નથી, કારણ કે તે ખુલ્લી આંખે જોઈ શકાય એવો એક સુંદર ખગોળીય નજારો છે. ભારત સિવાય, એશિયા, પશ્ચિમી ઓસ્ટ્રેલિયા, યુરોપ અને આફ્રિકાના લાખો લોકોએ પણ આ 'બ્લડ મૂન'ના દર્શન કર્યા. આ વખતે ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક હતો, જેના કારણે તે 'સુપરમૂન'ની જેમ થોડો મોટો અને વધુ ચમકદાર દેખાયો.
lunar eclipse Effects
કેમ લાલ દેખાય છે ચંદ્ર?
'બ્લડ મૂન'નો જાદુ પૃથ્વીના વાતાવરણની કમાલ છે. જ્યારે ચંદ્ર પૃથ્વીના પડછાયામાં પ્રવેશે છે, ત્યારે સૂર્યના કિરણો પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થઈને ચંદ્ર સુધી પહોંચે છે. આ પ્રક્રિયા દરમિયાન, વાતાવરણમાં રહેલા કણો દ્વારા વાદળી અને જાંબુડીયા રંગનું વિખેરણ થઈ જાય છે, જ્યારે લાલ અને નારંગી રંગના કિરણો સીધા ચંદ્ર સુધી પહોંચે છે. પૃથ્વીના વાતાવરણમાં ધૂળ કે વાદળો જેટલા વધારે હોય, ચંદ્રનો રંગ તેટલો જ ઘેરો લાલ દેખાય છે. આ જ કારણ છે કે ગ્રહણ દરમિયાન ચંદ્રનો રંગ લોહી જેવો લાલ થઈ જાય છે.
grahan 2025
આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ
ભારતીય સંસ્કૃતિમાં ચંદ્ર ગ્રહણને માત્ર એક ખગોળીય ઘટના તરીકે જ નહીં, પરંતુ એક આધ્યાત્મિક અવસર તરીકે પણ જોવામાં આવે છે. માન્યતા છે કે ગ્રહણ દરમિયાન મંત્રોના જાપ કરવાથી બેગણું ફળ મળે છે. જ્યોતિષાચાર્યોના મતે, ગ્રહણના સમયે હનુમાન ચાલીસા, મહામૃત્યુંજય મંત્ર અથવા શિવ તાંડવ સ્તોત્રનો જાપ કરવો શુભ માનવામાં આવે છે. જોકે, ગ્રહણ શરૂ થવાના 9 કલાક પહેલાંથી જ સૂતક કાળ શરૂ થઈ જાય છે અને મંદિરો બંધ રહે છે.
It’s a full moon today! 🌕
Skywatchers in most of Africa, Europe, Asia and Australia may also see a lunar eclipse, or Blood Moon. Totality will begin around 1730 UTC and last for about 82 minutes.
No matter where you are, you can learn how eclipses work: https://t.co/qt42ek6ojZ pic.twitter.com/pxXFRnSjUE
— NASA (@NASA) September 7, 2025
આગામી ચંદ્ર ગ્રહણ (Chandra grahan 2025)
- 3 માર્ચ 2026: પૂર્ણ ચંદ્ર ગ્રહણ, જે પૂર્વ એશિયા, ઓસ્ટ્રેલિયા, પ્રશાંત અને અમેરિકામાં દેખાશે.
- 28 ઓગસ્ટ 2026: આંશિક ચંદ્ર ગ્રહણ, જે પૂર્વ પ્રશાંત, અમેરિકા, યુરોપ અને આફ્રિકામાં જોવા મળશે.


