Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

જીંદગીની જંગ હારી 'ચેતના', 10 દિવસ બાદ બોરવેલમાંથી બહાર કાઢવામાં આવી, ડોક્ટરોએ મૃત જાહેર કરી

23 ડિસેમ્બરે ત્રણ વર્ષની ચેતના બોરવેલમાં પડી ગઈ હતી. દસ દિવસના રેસ્ક્યુ ઓપરેશન બાદ 1 જાન્યુઆરીએ તેને બહાર કાઢવામાં આવી હતી.
જીંદગીની જંગ હારી  ચેતના   10 દિવસ બાદ બોરવેલમાંથી બહાર કાઢવામાં આવી  ડોક્ટરોએ મૃત જાહેર કરી
Advertisement
  • 23 ડિસેમ્બરે ત્રણ વર્ષની ચેતના બોરવેલમાં પડી ગઈ હતી
  • 10 દિવસ પછી ચેતનાને બોરવેલમાંથી બહાર કાઢવામાં આવી
  • બાળકીને 170 ફૂટ ઊંડી સુરંગમાંથી બહાર કાઢવામાં આવી
  • ડોક્ટરે ત્રણ વર્ષની બાળકીને મૃત જાહેર કરી

રાજસ્થાનના કોટપુતલીમાં 23 ડિસેમ્બરે ત્રણ વર્ષની ચેતના બોરવેલમાં પડી ગઈ હતી. દસ દિવસના રેસ્ક્યુ ઓપરેશન બાદ 1 જાન્યુઆરીએ તેને બહાર કાઢવામાં આવી હતી, પરંતુ હોસ્પિટલમાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી છે.

ચેતનાને દસમા દિવસે બોરવેલમાંથી બહાર કાઢવામાં આવી

રાજસ્થાનના અલવરના કોટપુતલીમાં ફસાયેલી ત્રણ વર્ષની ચેતનાને આખરે દસમા દિવસે બોરવેલમાંથી બહાર કાઢવામાં આવી હતી, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. બાળકીને 170 ફૂટ ઊંડી સુરંગમાંથી બહાર કાઢીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, ડોક્ટરે ત્રણ વર્ષની બાળકી ચેતનાને મૃત જાહેર કરી છે અને તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. કોટપુતલીની બીડીએમ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે.

Advertisement

ઘટનાની સંપૂર્ણ સમયરેખા

23 ડિસેમ્બર: ચેતના સોમવારે બપોરે 1:30 વાગ્યે રમતી વખતે બોરવેલમાં પડી ગઈ. આ સમાચાર મળતા જ સમગ્ર વિસ્તારમાં ચિંતાનો માહોલ છવાયો હતો.

Advertisement

24 ડિસેમ્બર: બાળકીને 150 ફૂટ ઊંડા ખાડામાંથી 30 ફૂટ ઉપર ખેંચવામાં આવી હતી, પરંતુ પછી તે ત્યાં જ ફસાઈ ગઈ હતી. આ પગલાએ થોડી આશા તો આપી, પરંતુ પડકાર પણ રહ્યો.

25 ડિસેમ્બર: પાઈલિંગ મશીન વડે બચાવ કાર્ય શરૂ કરતા પહેલા જેસીબીની મદદથી ખાડો ખોદવાનું કામ શરૂ કરવામાં આવ્યું. ખાડામાં સતત ઓક્સિજન પહોંચાડવામાં આવી રહ્યો હતો. જો કે, બાળકીની હરકતો કેમેરામાં દેખાતી ન હતી, જેના કારણે વધુ ચિંતા થઈ રહી હતી.

26 ડિસેમ્બર: ઉત્તરાખંડથી એક વિશેષ ટીમ બોલાવવામાં આવી, ત્યારબાદ પાઈલિંગ મશીન વડે સતત ખોદકામ કરવામાં આવ્યું. આ સમયગાળા દરમિયાન, વરસાદને કારણે બચાવ કામગીરીમાં ઘણી મુશ્કેલીઓ આવી હતી.

27 ડિસેમ્બર: રેટ હોલ માઇનર્સ ટીમને સ્થળ પર બોલાવવામાં આવી હતી.

28 ડિસેમ્બર: બોરવેલના ખાડાની બાજુમાં 170 ફૂટ ઊંડો ખાડો ખોદવામાં આવ્યો. કેસીંગ નાખવાનું અને ખોદવાનું કામ પણ પૂર્ણ કરવામાં આવ્યું હતું. NDRFની ટીમ 90 ડિગ્રી પર લગભગ 10 ફૂટ ઊંડી ટનલ બનાવવા માટે સુરક્ષા સાધનો સાથે નીચે ઉતરી હતી.

29 ડિસેમ્બર : 170 ફૂટ ઊંડો ખાડો ખોદીને એલ આકારનું ખોદકામ કરવામાં આવ્યું.

30 ડિસેમ્બર: સુરંગનું ખોદકામ પૂરૂ થઈ ગયુ હતું, પરંતુ સુરંગમાંથી નીકળતા અજાણ્યા ગેસને કારણે શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી, જેના કારણે બચાવ ટીમ બાળકી સુધી પહોંચી શકી ન હતી.

31 ડિસેમ્બર: સુરંગ ખોદવા છતાં બોરવેલ મળી શક્યો નહોતો. આ પછી, બીજી 4 ફૂટની સુરંગ ખોદવામાં આવી, જેના પછી બોરવેલની ખબર પડી.

1 જાન્યુઆરી : ચેતનાને આખરે બોરવેલમાંથી બહાર કાઢવામાં આવી. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી, પરંતુ ડોક્ટરે તેને મૃત જાહેર કરી.

આ પણ વાંચો: મણિપુરના મુખ્યમંત્રી માફીના લાયક નથી, પદ પરથી રાજીનામું આપે; પૂર્વ CM અશોક ગેહલોતે આપ્યુ નિવેદન

Tags :
Advertisement

.

×