Chhattisgarh : PM મોદીના પ્રવાસ પહેવાલા 50 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું
- PM મોદીના પ્રવાસ પહેવાલ મોટા સમાચાર
- 50 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું
- 14 નક્સલીઓ પર કુલ 68 લાખ રૂપિયાનું ઇનામ
Chhattisgarh : વડા પ્રધાન નરેન્દ્ર મોદીની છત્તીસગઢ મુલાકાત (PM Modi visit) પહેલા મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં PM મોદીની મુલાકાતના થોડા કલાકો પહેલા જ બીજાપુર( Bijapur)માં 50 નક્સલીઓએ આત્મસમર્પણ (50 Naxalites surrender)કર્યું. તેમાંથી 14 નક્સલીઓ પર કુલ 68 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. નક્સલવાદીઓએ કહ્યું કે, તેઓ પોકળ અને અમાનવીય માઓવાદી વિચારધારા, વરિષ્ઠ કાર્યકરો દ્વારા આદિવાસીઓનું શોષણ અને ચળવળમાં વધી રહેલા મતભેદોને કારણે આત્મસમર્પણ કરી રહ્યા છે.
મતભેદોને કારણે આત્મસમર્પણ કર્યું
છત્તીસગઢના (Chhattisgarh )બીજાપુર જિલ્લામાં રવિવારે 50 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું. આમાંથી 14 પર કુલ 68 લાખ રૂપિયાનું ઈનામ હતું. નક્સલવાદીઓએ રાજ્ય પોલીસ અને CRPFના વરિષ્ઠ અધિકારીઓ સમક્ષ પોતાના હથિયારો સમર્પણ કર્યા. નક્સલવાદીઓએ કહ્યું ક, તેઓ પોકળ અને અમાનવીય માઓવાદી વિચારધારા,પ્રતિબંધિત કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માઓવાદી) ના વરિષ્ઠ કાર્યકરો દ્વારા આદિવાસીઓના શોષણ અને ચળવળમાં વધી રહેલા મતભેદોને કારણે આત્મસમર્પણ કરી રહ્યા છે.
લોકો યોજનાથી પણ પ્રભાવિત થયા
બીજાપુરના સિનિયર સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ જિતેન્દ્ર કુમાર યાદવે જણાવ્યું હતું કે, નક્સલીઓ સુરક્ષા દળો દ્વારા સ્થાપિત કેમ્પ અને 'નિયા નેલનાર' (તમારું સારું ગામ) યોજનાથી પણ પ્રભાવિત થયા હતા. 'નિયા નેલ્લાનાર' યોજના હેઠળ સુરક્ષા દળો અને વહીવટીતંત્ર દૂરના વિસ્તારોમાં મૂળભૂત સુવિધાઓ પૂરી પાડી રહ્યા છે. યાદવે જણાવ્યું હતું કે, આત્મસમર્પણ કરનારા 50 નક્સલીઓમાંથી 6 પર 8 લાખ રૂપિયા અને 3 પર 5 લાખ રૂપિયાનું ઈનામ છે.
આ પણ વાંચો - Odisha માં એક્સપ્રેસ ટ્રેનના 11 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા, હેલ્પલાઈન નંબર જારી
5 નક્સલીઓ પર 1 લાખ રૂપિયાનું ઇનામ
આ ઉપરાંત 5 નક્સલીઓ પર 1 લાખ રૂપિયાનું ઇનામ છે. નક્સલવાદીઓના શરણાગતિમાં ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG), બસ્તર ફાઇટર્સ, સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF), CRPF અને COBRA (કમાન્ડો બટાલિયન ફોર રિઝોલ્યુટ એક્શન) એ મુખ્ય ભૂમિકા ભજવી હતી. SPએ કહ્યું કે, જે નક્સલીઓ આંદોલન છોડીને મુખ્ય પ્રવાહમાં જોડાય છે તેમનું સરકારી નીતિ મુજબ પુનર્વસન કરવામાં આવશે. આ શરણાગતિ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રાજ્ય મુલાકાતના થોડા કલાકો પહેલા જ થઈ છે. તેઓ 33,700 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે.
આ પણ વાંચો -PM મોદી RSS મુખ્યાલય પહોંચ્યા, સ્મૃતિ મંદિરમાં હેડગેવાર-ગોલવલકરને શ્રદ્ધાંજલિ આપી
કુલ 792 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું
શનિવારે સુરક્ષા દળોએ છત્તીસગઢના બસ્તર ક્ષેત્રના સુકમા અને બીજાપુર જિલ્લામાં બે એન્કાઉન્ટરમાં 11 મહિલાઓ સહિત 18 નક્સલીઓને ઠાર કર્યા હતા. 31માર્ચ, 2026 પહેલા નક્સલવાદને નાબૂદ કરવાના મિશનમાં આ એક મોટી સફળતા છે. આ નવીનતમ સફળતાઓ સાથે, આ વર્ષે અત્યાર સુધીમાં રાજ્યમાં વિવિધ એન્કાઉન્ટરમાં 134 નક્સલીઓ માર્યા ગયા છે. આમાંથી 118 લોકો બસ્તર વિભાગમાં માર્યા ગયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર 2024માં સાત જિલ્લાઓ ધરાવતા બસ્તર ક્ષેત્રમાં કુલ 792 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું હતું.