દક્ષિણ ચીન સાગરમાં ઘટશે ચીનનો પ્રભાવ! ઇન્ડોનેશિયા સાથે મળીને ભારતે બનાવ્યો "માસ્ટર પ્લાન"
- ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતો ભારતની મુલાકાતે
- ઇન્ડોનેશિયાએ ચીનના વધતા પ્રભાવ અંગે ચિંતા વ્યક્ત કરી હતી
- દક્ષિણ ચીન સાગરમાં ચીનની દાદાગીરીથી તમામ દેશો પરેશાન
India and Indonesia:ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતોએ76 મા ગણતંત્ર દિવસ સમારંભમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત પણ કરી હતી. 76 માં ગણતંત્ર દિવસ સમારંભમાં ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતો ચીફ ગેસ્ટ તરીકે જોડાયા હતા. આ દરમિયાન ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે સંબંધો અને વધારે મજબુત થઇ ગયા છે. પોતાની ભારત મુલાકાત દરમિયાન તેમણે ચીનની વધી સૈન્ય શક્તિ અંગે પણ મોટું નિવેદન આપ્યું. દક્ષિણ ચીન સાગર સતત પોતાનો પ્રભાવ વધારી રહ્યા છે. ચીનની વધતી સૈન્ય શક્તિ અંગે અનેક દેશ ચિંતા વ્યક્ત કરી ચુક્યા છે.
ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિએ કહી મોટી વાત
દક્ષિણ ચીન સાગરમાં ચીનની વધતી સૈન્ય શક્તિ વચ્ચે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સુબિયાંતોએ આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર એક પૂર્ણ અને પ્રભાવી આચાર સંહિતા અંગે પોતાની વાત રજુ કરી. પીએમ મોદી સાથે થયેલી મુલાકાત દરમિયાન ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિએ દક્ષિણ ચીન સાગરની સ્થિતિ અંગે ચર્ચા કરી.
આ પણ વાંચો : કોંગ્રેસ હિન્દુઓની શ્રદ્ધાની મજાક ઉડાવી રહી છે… ખડગેના ડૂબકી લગાવવાના નિવેદન પર ભાજપનો વળતો પ્રહાર
માહિતી શેરિંગ અંગે બંન્ને વચ્ચે થઇ ડીલ
આ બેઠક બાદ નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, બંન્ને પક્ષોએ માહિતી સંલયન કેન્દ્ર હિંદ મહાસાગર વિસ્તારમાં ઇન્ડોનેશિયાથી એક સંપર્ક અધિકારીને તહેનાત કરવા અંગે સંમતી વ્યક્ત કરી છે. આ દરમિયાન બંન્ને દેશોની વગર કોઇ રોક ટોક સમુદ્ર દ્વારા થનારા કારોાર અને 1982 ના યુનાઇટે નેશન્લ કન્વેન્શન ઓફ ધ લો ઓફ ધ સી સહિત આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર વિવાદોના શાંતિપુર્ણ સમાધાનને ઉત્તેજન આપવા અંગે પણ જોર આપ્યું હતું.
જાણો કેમ ખાસ છે દક્ષિણ ચીન સમુદ્ર
આ પ્રશાંત મહાસાગરના પશ્ચિમી કિનારા પર છે. તે એશિયન મેનલેન્ડના દક્ષિણ પૂર્વમાં પડે છે. તેનો દક્ષિણી હિસ્સો ચીનને મળે છે. બીજી તરફ તાઇવાન બીજી અને દક્ષિણ પૂર્વી ભાગ પર પોતાની દાવેદારી નોંધાવે છે. આ ઉપરાંત સાગરના પૂર્વ કિનારા વિયતનામ અને કંબોડિયા સાથે જોડાયેલો છે. ઉત્તર વિસ્તારમાં ઇન્ડોનેશિયા છે.
આ પણ વાંચો : સ્મૃતિ મંધાનાએ રચ્યો ઇતિહાસ, એકવાર ફરી જીત્યો ICCનો આ મોટો એવોર્ડ
અનેક દેશો સાથે જોડાયેલા હોવાના કારણે આ વિશ્વનો સૌથી વધારે વ્યસ્ત જળમાર્ગોમાંથી એક છે. યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ અને ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટના અનુમાન અનુસાર વિશ્વના 21 ટકા વ્યાપાર આ રસ્તે જ થાય છે. આ આંકડો 2016 નો છે. તેવામાં આ વધારે વધી ચુક્યું છે.
આ પણ વાંચો : Dahod : ભાજપનાં કાઉન્સિલર એટલી હદે કંટાળી ગયા કે આપી આત્મવિલોપનની ચીમકી!


