Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bihar : ચૂંટણી પહેલા ચિરાગ પાસવાનની મોટી જાહેરાત

બિહારની  ચૂંટણી પહેલા ચિરાગ પાસવાની મોટી જાહેરાત  (Bihar Election) કઈ સીટ પરથી ચુંટણીમાં ઊભા રહીશું, કઈ કઈ સીટો માટે જંગ થશે. ચિરાગ પાસવાન વિધાનસભા બેઠક માટેની ચૂંટણી  લડશે Bihar Election : બિહાર ચૂંટણી (Bihar Election)પહેલા રાજ્યમાં ચાલી રહેલા SIR...
bihar    ચૂંટણી પહેલા ચિરાગ પાસવાનની મોટી જાહેરાત
Advertisement
  • બિહારની  ચૂંટણી પહેલા ચિરાગ પાસવાની મોટી જાહેરાત  (Bihar Election)
  • કઈ સીટ પરથી ચુંટણીમાં ઊભા રહીશું, કઈ કઈ સીટો માટે જંગ થશે.
  • ચિરાગ પાસવાન વિધાનસભા બેઠક માટેની ચૂંટણી  લડશે

Bihar Election : બિહાર ચૂંટણી (Bihar Election)પહેલા રાજ્યમાં ચાલી રહેલા SIR સહિત તમામ મુદ્દાઓને લઈને ચિરાગ પાસવાને મોટી વાત કહી છે. એક મીડિયા સાથેની વાતચીતમાં ચિરાગે કહ્યું કે મે નક્કી કરી લીધું છે કે અમે કઈ સીટ પરથી ચુંટણીમાં ઊભા રહીશું, કઈ કઈ સીટો માટે જંગ થશે. મારું હોમવર્ક પૂરું થઈ ગયું છે. વિધાનસભા બેઠક માટેની ચૂંટણી માટે ચિરાગ પાસવા(Chirag Paswan)ને કહ્યું કે હું બિહારમાં ચૂંટણી લડવા માંગુ છું પંરતુ હજુ પાર્ટી લેવલે આ મુદ્દે ચર્ચા ચાલી રહી છે.

ચિરાગે જન સુરાજના લીડર પ્રશાંત કિશોરના વખાણ  કર્યા (Bihar Election)

આ દરમિયાન ચિરાગે જન સુરાજના લીડર પ્રશાંત કિશોરના વખાણ પણ કર્યા હતા. તેમણે કહ્યું કે પ્રશાંત કિશોર જાતિની વાત નથી કરતાં એટલે જ તે સારા લાગે છે. આ દરમિયાન ચિરાગે વિપક્ષ પર હુમલો કર્યો હતો. તેમણે કહ્યું છે કે વિપક્ષ frustrate છે. ચિરાગે કહ્યું કે રાહુલ ગાંધી ક્યારેય પ્રધાનમંત્રી નહિ બની શકે. વોટ ચોરી વિપક્ષનું નવું બહાનું છે.

Advertisement

Advertisement

વિપક્ષ ચોથી અર્થવ્યવસ્થાને મૃત કહેવાનું પસંદ કરે છે

ચિરાગે કહ્યું કે વિપક્ષ વિદેશી પર 30 પર વિશ્વાસ કરે છે પણ ભારતના વડા પ્રધાન પર નહીં. વિપક્ષ ચોથી અર્થવ્યવસ્થાને મૃત કહેવાનું પસંદ કરે છે. આ દરમિયાન તેમણે નીતિશના સ્વાસ્થ્ય વિશે પણ નિવેદન આપ્યું અને કહ્યું કે નીતિશનું સ્વાસ્થ્ય બિલકુલ ઠીક છે. હું જૂઠું બોલતો નથી. હું બિહારથી ચૂંટણી લડવા માંગુ છું પરંતુ પાર્ટી સ્તરે હજુ પણ ચર્ચાઓ ચાલી રહી છે.

આ પણ  વાંચો -Independence Day 2025: રાષ્ટ્રપતિ Droupadi Murmuએ સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રને આપ્યો સંદેશ

NDA ગઠબંધનમાં મોટી તિરાડનો સંકેત

તમને જણાવી દઈએ કે BJP ના નેતૃત્વ વાળી NDA ગઠબંધન સાથે સીટની વહેંચણીને લઈને ચિરાગ પાસવાનની લઈને લાંબા સમયથી ખેંચતાણ ચાલી રહી હતી. તાજેતરમાં સીતામઢીમાં જાનકી મંદિરના શિલાન્યાસ કાર્યક્રમમાં હાજરી ન આપવાથી ચિરાગનું NDA ગઠબંધનથી અંતર પણ જોવા મળ્યું હતું. BJP અને નરેન્દ્ર મોદીના વખાણ કરનારા ચિરાગ જ્યારે આ કાર્યક્રમમાં હાજર ન રહ્યા ત્યારે તમામ પ્રકારના આકલન થવા લાગ્યા. એવું કહેવામાં આવી રહ્યું હતું કે તેમનો NDA સાથે મતભેદ થઈ રહ્યો છે. અમિત શાહના આ કાર્યક્રમમાં ચિરાગની ગેરહાજરી પર પણ વિપક્ષે પ્રશ્નો ઉઠાવ્યા અને NDA ગઠબંધનમાં મોટી તિરાડનો સંકેત આપ્યો અને કહ્યું કે પાસવાનને જાણી જોઈને બાજુ પર રાખવામાં આવી રહ્યા છે.

Tags :
Advertisement

.

×