મને દુ:ખ છે કે હું આવી સરકારનો સમર્થક.. લો એન્ડ ઓર્ડરને લઈને નીતિશ સરકાર પર ચિરાગ પાસવાનનો વાર
- મને દુ:ખ છે કે હું આવી સરકારનો સમર્થક.. લો એન્ડ ઓર્ડરને લઈને નીતિશ સરકાર પર ચિરાગ પાસવાનનો વાર
કેન્દ્રીય મંત્રી ચિરાહ પાસવાને નીતિશ સરકાર પર નિશાન સાંધ્યું છે. તેમને કહ્યું છે કે, બિહારમાં એક પછી એક અપરાધિક ઘટનાઓની લાઇન લાગી છે. પ્રશાસન અપરાધિક મામલો સામે નતમસ્તક દેખાઈ રહ્યા છે. સૌથી મોટી વાત તે છે કે આવી ઘટનાઓ ઓછી કેમ થઈ રહી નથી? બિહારમાં હત્યા, લૂટ, અપહરણ, બળાત્કારની ઘટનાઓ સતત થઈ રહી છે.
ચિરાહ પાસવાને આગળ કહ્યું છે કે, તેમણે કહ્યું કે, હવે તો એવું લાગી રહ્યું છે કે, પ્રશાસન આ ઘટનાઓને રોકવામાં નિષ્ફળ થઈ રહી છે. જે પરિવારોએ પોતાનાઓને ગુમાવ્યા છે, તેમના દર્દ સમજવું પડશે. પ્રશાસન પોતાના બચાવમાં લાગેલી હોય છે અને અપરાધ કંટ્રોલ કરવાની તેમની શક્તિ રહી નથી.
મને દુ:ખ છે કે હું આવી સરકારનો સમર્થક રહ્યો છું: ચિરાહ પાસવાન
ચિરાગ પાસવાને કહ્યું કે, મને તે વાતનો દુ:ખ છે કે, હું એવી સરકારનું સમર્થન કરી રહ્યો છું, જ્યાં અપરાધ બધી જ રીતે બેલગામ થઈ ચૂક્યું છે. અહીં બિહારી સુરક્ષિત નથી. જરૂરત છે કે સરકાર સમયસર ચેતી જાય. જણાવી દઈએ કે, બિહારમાં પાછલા કેટલાક દિવસોમાં હત્યાની અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે.
પાછલા દિવસોમાં એક પ્રસિદ્ધ વ્યાપારી ગોપાલ ખમેકાની હત્યારાઓની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. આમ બિહારમાં દિવસના અજવાળામાં મર્ડર થઈ રહ્યા છે. તેથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળેલી છે, તેનો અંદાજ આવી શખે છે.
આ ઘટના પછી બિહારના અનેક જિલ્લાઓમાંથી હત્યાઓના સમાચાર સામે આવ્યા છે. પાછલા સપ્તાહમાં બદમાસોએ એક ગેંગસ્ટેર ચંદન મિશ્રાની હોસ્પિટલમાં ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આ હત્યાકાંડ એક સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો. જેમાં દેખવામાં આવી રહ્યું હતુ કે, 5 લોકોની એક ગેંગ હોસ્પિટલમાં આવીને કોઈ જ ડર વગર હત્યાને અંજામ આપે છે. તે પછી શાંતિથી જશ્ન મનાવીને ફરાર થઈ ગયા હતા. તે ઉપરાંત પણ રાજ્યમાં લૂંટ-ફાડ અને બળાત્કારની ઘટનાઓ સામે આવી ચૂકી છે.
આનાથી પહેલા ચિરાગે પ્રશાંત કિશોરને ગણાવ્યા હતા ઈમાનદાર
આનાથી પહેલા લોજપા (આર) અધ્યક્ષ ચિરાગ પાસવાને બુધવારે કહ્યું હતુ કે, તેઓ બિહારની રાજનીતિમાં પ્રશાંત કિશોરની ઈમાનાર ભૂમિકાની પ્રશંસા કરૂ છું. કેમ કે જે પણ જાતિ, પંથ અથવા ધર્મની જગ્યાએ રાજ્ય વિશે વિચારે છે તેમનું હું સ્વાગત કરૂ છું. જોકે, આ દરમિયાન તેમને કિશોર દ્વારા તેમના બિહાર પહેલાના નારાને હાઇજેક કરવાને લઈને પૂછવામાં આવ્યું તો પાસવાને કહ્યું કે,કોઈપણ બીજાના એજન્ડાને હાઇજેક કરી શકશે નહીં. પ્રશાંત કિશોર બિહારની રાજનીતિમાં એક ઈમાનદાર ભૂમિકા નિભાવી રહ્યા છે, જેમની પ્રશંસા કરૂ છું.
આ પણ વાંચો- ભારતીય સેનાના ‘રૂદ્ર અને ભૈરવ’ દુશ્મન દેશો માટે કાળ બનશે, જાણો શું છે ખાસ


