મિર્ઝાપુર: દેવ દીવાળી માટે જતી 8 મહિલા શ્રદ્ધાળુઓ ટ્રેનની અડફેટમાં મોત
- ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરની ઘટના (Mirzapur Chunar Train Accident)
- ટ્રેનની અડફેટે 6 યાત્રાળુઓના મોત
- કાલકા મેલની અડફેટે આવ્યા હતા
- ટ્રેનમાંથી ઉતરીને ટ્રેક પાર કરતા હતા
- ચુનાર રેલવે સ્ટેશન પરની દુર્ઘટના
- ગંગા સ્નાન માટે જતા હતા શ્રદ્ધાળુ
Mirzapur Chunar Train Accident : દેવ દીપાવલીના પવિત્ર અવસર પર વારાણસીમાં ગંગા સ્નાન કરવા જઈ રહેલા શ્રદ્ધાળુઓ સાથે એક ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ છે. ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લામાં આવેલા ચુનાર રેલવે સ્ટેશન પર રેલવે ટ્રેક ક્રોસ કરતી વખતે આઠ મહિલા યાત્રીઓ કાલકા મેલ ટ્રેનની અડફેટમાં આવી જતાં તેમના મોત નિપજ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ તમામ મહિલાઓ ચોપનથી વારાણસી જઈ રહી હતી અને પેસેન્જર ટ્રેન દ્વારા ચુનાર પહોંચી હતી. ચુનારથી વારાણસી જવા માટે ટ્રેન બદલતી વખતે તેઓ રેલવે ટ્રેક ક્રોસ કરી રહી હતી, ત્યારે આ અકસ્માત થયો. હાલમાં, RPFના જવાનોએ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા છે.
ચુનાર સ્ટેશન પર ટ્રેક ક્રોસ કરવો પડ્યો ભારે – Chunar Train Accident Details
જાણવા મળતી વિગતો મુજબ, ચોપનથી ચુનાર પહોંચેલી પેસેન્જર ટ્રેન પ્લેટફોર્મ નંબર ચાર પર ઊભી હતી. આ ટ્રેનમાંથી ઉતરેલા યાત્રીઓ વારાણસી જવા માટે પ્લેટફોર્મ નંબર એક પર જવા માગતા હતા. જોકે, ફૂટ ઓવરબ્રિજ (FOB)નો ઉપયોગ કરવાને બદલે, તેઓએ શોર્ટકટ લેવાનો પ્રયાસ કર્યો અને ટ્રેક ક્રોસ કરવા લાગ્યા. દેવ દીપાવલીના સ્નાન માટે જઈ રહેલી આ મહિલાઓ જ્યારે ટ્રેક પાર કરી રહી હતી, તે જ સમયે પૂરઝડપે પસાર થઈ રહેલી કાલકા એક્સપ્રેસ ટ્રેનની તેઓ અડફેટમાં આવી ગઈ. આ અકસ્માતમાં આઠ લોકોના મોત થયા હોવાનું અને અન્ય કેટલાક ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે.
Uttar Pradesh | મિર્ઝાપુરના ચુનાર રેલવે સ્ટેશન પર ટ્રેનની અડફેટે 6 યાત્રાળુઓના મોત | Gujarat First
મિર્ઝાપુરના ચુનાર રેલવે સ્ટેશન પરની દુર્ઘટના
કાલકા મેલની અડફેટે આવ્યા હતા યાત્રાળુઓ
ગંગા સ્નાન માટે જતા હતા શ્રદ્ધાળુઓ
ટ્રેનમાંથી ઉતરીને ટ્રેક પાર કરતા હતા યાત્રાળુઓ
રેલવે વિભાગે… pic.twitter.com/wFOTQ6kmRZ— Gujarat First (@GujaratFirst) November 5, 2025
ભગદડ અને ચીસાચીસ: મૃતદેહોના ઉડ્યા ચીંથરા – Eight Devotees Died on Tracks
કાલકા એક્સપ્રેસની અડફેટમાં આવવાથી શ્રદ્ધાળુઓના મૃતદેહોના ચીંથરા ઉડી ગયા હતા. આ કરૂણ દ્રશ્ય જોઈને ઘટનાસ્થળે ભગદડ મચી ગઈ હતી. મૃતક મહિલાઓના પરિવારજનોમાં હડકંપ મચી ગયો હતો અને ચારે તરફ ચીસો સંભળાવા લાગી હતી. દુર્ઘટનાની જાણ થતાં જ SDM, અપર પોલીસ અધિક્ષક સહિત અન્ય અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું – CM Yogi and Anupriya Patel Condolence
ચુનાર રેલવે સ્ટેશન પર થયેલા આ ગમખ્વાર અકસ્માતની નોંધ લઈને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે અધિકારીઓને ઘાયલોને તાત્કાલિક અને ઉત્તમ સારવાર પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો છે.
કેન્દ્રીય મંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું-Anupriya Patel Condolence
કેન્દ્રીય કેબિનેટ મંત્રી અનુપ્રિયા પટેલે પણ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરીને લખ્યું કે, 'આજે સંસદીય ક્ષેત્ર મિર્ઝાપુરના ચુનાર રેલવે સ્ટેશન પર બનેલી હૃદય વિદારક ઘટનાથી મારું મન ખૂબ વ્યથિત છે. જિલ્લાના અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને રાહત કાર્યમાં ઝડપ લાવવા તથા ઘાયલોને યોગ્ય સારવાર આપવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે. આ દુઃખની ઘડીમાં મારી સંવેદનાઓ શોકગ્રસ્ત પરિવારોની સાથે છે અને હું ઘાયલોના શીઘ્ર સ્વાસ્થ્ય લાભની કામના કરું છું. ઈશ્વર દિવંગત આત્માઓને શાંતિ આપે.'
આ પણ વાંચો : Bilaspur Train Accident: રેલવેએ જણાવ્યું પેસેન્જર ટ્રેન શા માટે અને કેવી રીતે માલગાડી સાથે અથડાઈ


