Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

UP માં 7 ટોલ ટેક્સ પર માફી, કાર અને ટેક્સી ચાલકો મફતમાં કરી શકશે મુસાફરી

UP Government Toll Tax Free : જે શ્રદ્ધાળુ પોતાના વાહનોથી મહાકુંભમાં આવશે તેમને ટોલ ટેકસ નહીં ચુકવવો પડે.
up માં 7 ટોલ ટેક્સ પર માફી  કાર અને ટેક્સી ચાલકો મફતમાં કરી શકશે મુસાફરી
Advertisement

UP Government Toll Tax Free : જે શ્રદ્ધાળુ પોતાના વાહનોથી મહાકુંભમાં આવશે તેમને ટોલ ટેકસ નહીં ચુકવવો પડે. જાણો કયા કટા ટોલ પ્લાઝાને મુક્તિ આપવામાં આવી છે અને છુટ આપવા છતા કોની પાસેથી ટોલ વસુલવામાં આવશે.

આ પણ વાંચો : Bharuch: ગુમ થયેલ બાળકનો મૃતદેહ પાડોશીના ઘરમાં લોખંડની પેટીમાંથી મળ્યો

Advertisement

UP Government Toll Tax Free : ભારતમાં કોઇ પણ પોતાની કાર લઇને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય તો તેને ટોલ ટેક્સ ચુકવવો પડે છે. ભારતના તમામ રાજ્યોમાં આ વ્યવસ્થા જો કે હવે તમે ઉત્તરપ્રદેશમાં પોતાની ગાડી લઇને જઇ રહ્યા છો તો તમે મફત મુસાફરી કરી શકશો. આગામી જાન્યુઆરી મહિનામાં પ્રયાગરાજમાં મહાકુંભનું આયોજન થવાનું છે. જેને જોતા ઉત્તરપ્રદેશ સરકારે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાને ટોલ માફી માટે અપીલ કરી હતી.

Advertisement

આ પણ વાંચો :Patan : પટાવાળાએ શાળાના પુસ્તકો બારોબાર વેચી માર્યા...

શ્રદ્ધાળુઓના સ્વાગત માટે પગલું

શ્રદ્ધાળુઓને સુવિધા માટે તેમને કોઇ પરેશાની વગર કુંભ મેળા સુધી યાત્રા કરવા માટે અનેક ટોલ પ્લાઝા પર ટો ફ્રી કરવાની જાહેરાત કરી દીધી છે. જે શ્રદ્ધાળુ પોતાના વાહનો દ્વારા કુંભમાં આવશે તેમને ટોલ નહીં ચુકવવો પડે. આવો જાણીએ કે તેમાં કયા કયા ટોલ પ્લાઝાનો સમાવેશ થાય છે અને કયા વાહનોને ટોલ ચુકવવો પડશે.

આ પણ વાંચો : Pakistan માં પ્રદૂષણે તમામ રેકોર્ડ તોડ્યા, આ શહેરમાં AQI 2000 ને પાર

આ સાત ટોલ પ્લાઝા ફ્રી

ઉત્તર પ્રદેશ સરકારે મહાકુંભ દરમિયાન યાત્રીઓની અસુવિધા ન હો માટે પ્રયાગરાજમાં એન્ટ્રી કરવા માટેના તમામ ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સ ફ્રી કરી દેવાયા છે. તંત્ર દ્વારા મહાકુંભ દરમિયાન 45 દિવસ ચિત્રકુટ રાજમાર્ગ પર ઉમાપુર ટોલ પ્લાઝા, અયોધ્યા રાજમાર્ગ પર મઉઆઇમાં ટોલ, લખનઉ રાજમાર્ગ પર અંધિયારી ટોલ, મીરઝાપુર માર્ગ પર મુંગારી ટોલ, વારાણસી માર્ગ પર હંડિયા ટોલ, કાનપુર માર્ગ પર કોખરાજ ટોલ પર શ્રદ્ધાળુઓના વાહનોથી ટોલ નહીં વસુલવામાં આવે. તેમને પ્રયાગરાજ માટે ફ્રી એન્ટ્રી આપવામાં આવશે.

આ પણ વાંચો :Banaskantha :પોલીસ દ્વારા દુષ્કર્મના આરોપીના પોસ્ટર લગાવાયા

ભારે વાહનોએ ચુકવવો પડશે ટોલ

ઉત્તર પ્રદેશ સરકારે શ્રદ્ધાળુઓના વાહનોને મહાકુંભ આવવા માટે ટોલ ફ્રી કરી દેવાયા છે. જો કે આ દરમિયાન ભારે વાહનો અને કોમર્શિયલ વાહનો પાસેથી ટેક્સ વસુલવામાં આવશે. જે વાહનોમાં સળીયા, રેતી, સિમેન્ટ કે અન્ય કોઇ વસ્તુ હશે તે તમામ વાહનોએ ટોલ ચુકવવો પડશે. જો કે જીપ અને કાર કોઇ પણ પ્રકારની હોય પ્રાઇવેટ કે કોમર્શિયલ ટોલ ટેક્સ નહીં લાગે. સરકાર દ્વારા અપાતી છુટ સમગ્ર મહાકુંભ દરમિયાન ચાલુ રહેશે. 2019 માં જ્યારે કુંભનું આયોજન થયું ત્યારે પણ ટોલ માફીની જાહેરાત કરવામાં આવી હતી.

આ પણ વાંચો :Samosa Controversy : શું CM સુખુના ચોરેલા 'સમોસા' જયરામ ઠાકુરની થાળીમાં પહોંચ્યા? Video

Tags :
Advertisement

.

×