CM Rekha Gupta પર હુમલો કરનારના 5 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા
- દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા (CM Rekha Gupta) પર હુમલો
- હુમલો કરનાર આરોપી રાજેશ સાકરિયાના 5 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા
- આરોપી રાજેશે જાહેર સુનાવણીમાં મુખ્યમંત્રીને કાગળો આપતી વખતે હુમલો કર્યો હતો
- હુમલામાં મુખ્યમંત્રી રેખાના હાથ, ખભા અને માથા પર ઈજાઓ થઈ હતી
Delhi: ગતરોજ બુધવારે એક જાહેર સુનાવણીના કાર્યક્રમ દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા (CM Rekha Gupta) પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોર આરોપી રાજેશ સામે હત્યાના પ્રયાસનો કેસ નોંધવામાં આવ્યો હતો. આરોપીને બુધવારે રાત્રે દક્ષિણ-પશ્ચિમ દિલ્હીના દ્વારકામાં મેજિસ્ટ્રેટના ઘરે રજૂ કરવામાં આવ્યો હતો. આ પછી તેને 5 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે.
CM Rekha Gupta પર હુમલો કરનારનો ઈતિહાસ ગુનાહિત
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર 20 ઓગસ્ટ, બુધવારના રોજ સવારે 8.15 કલાકે જાહેર સુનાવણી દરમિયાન હુમલો થયો હતો. આ હુમલાખોર આરોપી રાજેશ સાકરિયા ગુજરાતના રાજકોટનો રહેવાસી છે. જેની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી હતી. આરોપીને બુધવારે રાત્રે દક્ષિણ-પશ્ચિમ દિલ્હીના દ્વારકામાં મેજિસ્ટ્રેટના ઘરે રજૂ કરવામાં આવ્યો હતો. આ પછી તેને 5 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે.
રાજેશ સામે ગુજરાતમાં છરાબાજી સહિત 5 કેસ નોંધાયેલા છે. જોકે ધરપકડ દરમિયાન તેની પાસેથી કોઈ હથિયાર મળ્યું નથી. ઈન્ટેલિજન્સ બ્યુરો અને દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલ તેની પૂછપરછ કરી રહ્યા છે.
હુમલા પહેલા રેકી કરી હતી
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલો કરનાર આરોપી રાજેશ સાકરિયાએ રેકી કરી હતી. આરોપી મુખ્યમંત્રી નિવાસસ્થાનમાં લગાવેલા CCTV કેમેરામાં જોવા મળ્યો હતો. CCTV ફૂટેજમાં તે ફોન પર કોઈની સાથે વાત કરતો જોવા મળ્યો હતો. પછી તે CM નિવાસસ્થાનની બહાર ફોનથી સતત રેકોર્ડિંગ કરતો જોવા મળ્યો હતો. અન્ય CCTV ફૂટેજમાં તે મુખ્યમંત્રીના ખાનગી નિવાસસ્થાનમાં સ્થિત ઓફિસની અંદર બેસીને વીડિયો રેકોર્ડ કરતો જોવા મળ્યો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે, આરોપીના મોબાઈલ ફોનમાંથી જાહેર સુનાવણી કાર્યક્રમના બે વીડિયો પણ મળી આવ્યા છે.
આ પણ વાંચોઃ Uttarakhand : ધોરણ 9 ના વિદ્યાર્થીએ શિક્ષકને ગોળી મારી દેતા ચકચાર મચી ગઈ
મુખ્યમંત્રીની સુરક્ષા હવે CRPF કરશે
આ સમગ્ર ઘટનામાં આરોપી રાજેશે જાહેર સુનાવણીમાં મુખ્યમંત્રીને કાગળો આપતી વખતે હુમલો કર્યો હતો. હુમલામાં મુખ્યમંત્રી રેખાના હાથ, ખભા અને માથા પર ઈજાઓ થઈ હતી. હાલમાં મુખ્યમંત્રી રેખા ગુપ્તા ઘરેથી કામ કરી રહી છે. મુખ્યમંત્રી રેખાને Z શ્રેણીની સુરક્ષા આપવામાં આવી હતી. હવે CRPF જવાનોને પણ તેમાં સામેલ કરવામાં આવશે. Z શ્રેણીમાં 22 થી 25 સુરક્ષા કર્મચારીઓ છે. જેમાં PSO, એસ્કોર્ટ અને 8 સશસ્ત્ર રક્ષકોનો સમાવેશ થાય છે.
આ પણ વાંચોઃ Ahmedabad Seventh day School હત્યા કેસમાં શાળાએ લીધો આ નિર્ણય
New Delhi: In the case of the attack on Chief Minister Rekha Gupta, Delhi Police has taken the accused into five-day police custody as per the court’s order
(Visuals from Civil Lines Police Station) pic.twitter.com/8aEtS4W2EE
— IANS (@ians_india) August 21, 2025


