Maharashtra politics: 'ઈચ્છા હોય તો સાથે આવી જાવ', ઉદ્ધવ ઠાકરેને CM ફડણવીસે આપી ખુલ્લી ઓફર
- મહારાષ્ટ્રની રાજનીતિમાં વધુ એક હલચલ
- CM ફડણવીસે વિધાનસભામાં આપ્યું નિવેદન
- ઉદ્ધવ ઠાકરેને CM ફડણવીસે આપી ખુલ્લી ઓફર
Maharashtra politics : મહારાષ્ટ્રની રાજનીતિમાં વધુ એક (maharashtra politics)હલચલ જોવા મળી રહી છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે (cm devendra fadnavis)વિધાનસભામાં મોટું નિવેદન આપતા કહ્યું કે, વર્ષ 2029 સુધી ભાજપ અને તેમનું ગઠબંધન વિપક્ષમાં જશે નહીં. તેમણે ઉદ્વવ શિવસેના પ્રમુખ ઉદ્વવ ઠાકરેને ઈશારાથી સત્તા પક્ષમાં સામેલ થવા માટે ઓફર પણ આપી હતી. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ની ચૂંટણીઓ નજીક આવી રહી છે, ત્યારે આવા સમયે આ પ્રકારનું નિવેદન સામે આવ્યું છે. ભાજપની આ પ્રકારની રણનીતિ BMCની ચૂંટણી પહેલા ઉદ્વવ જૂથ શિવસેનાની સ્થિતિને નબળી કરવાનો પ્રયાસ કહી શકાય.
ઉદ્ધવ ઠાકરેને CM ફડણવીસે સાથે આવવાની આપી ખુલ્લી ઓફર
વિધાન પરિષદ સત્રમાં બોલતી વખતે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, 'ઓછોમાં ઓછા 2029 સુધીમાં અમારે વિપક્ષમાં જવાની કોઈ સંભાવના નથી. તેમણે જણાવ્યું કે, ઉદ્વવ ઈચ્છે તો આ તરફ આવવાને લઈને વિચારી શકે છે. બીજી તરફ, સંભવિત ગઠબંધનની અટકળો તેજ થઈ ગઈ છે.
#WATCH | In the Maharashtra Assembly, CM Devendra Fadnavis says, "At least till 2029, there is no scope for us to come there (opposition). Uddhav Ji can think about the scope of coming to this side (ruling party) and that can be thought about in a different way, but there is… pic.twitter.com/jMlounhLpL
— ANI (@ANI) July 16, 2025
આ પણ વાંચો -Assam Political : રાહુલ ગાંધીએ PM મોદી અને આસામના CM પર વાંધાજનક ટિપ્પણી કરતાં હિમંતા બિસ્વા સરમા ભડક્યા
BMC ચૂંટણી પહેલા મોટી હલચલ
મુંબઈમાં BMCની ચૂંટણી થવાની છે, તેવા સમયે આ નિવેદન સામે આવ્યું છે. તમને જણાવી દઈએ કે, ગત વખતે BMCમાં શિવસેના અને ભાજપ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. હાલ તો BMC ઉદ્વવ ઠાકરે જૂથના નિયંત્રણમાં છે. ભાજપ ઈચ્છે કે, આ વખતે BMC પર કબજો મેળવવે અને તેના માટે તે કોઈપણ રાજકીય સમીકરણ તાકવમાં લાગી ગયા છે.
આ પણ વાંચો -UP : હરદોઈની Child હોસ્પિટલમાં અચાનક ભયંકર આગ ભભૂકી ઊઠી, અનેક બાળકો ફસાયા
રાજ ઠાકરે એક મંચ પર જોવા મળ્યા
તાજેતરમાં જ ઉદ્વવ ઠાકરે અને રાજ ઠાકરે એક મંચ પર જોવા મળ્યા હતા. 20 વર્ષ બાદ મળેલા બંને ભાઈઓએ મહારાષ્ટ્રમાં હિન્દી ભાષાને ફરજિયાત બનાવવાના નિર્ણયનો વિરોધ કર્યો હતો. જોકે, ઉદ્ધવની શિવસેના રાજ ઠાકરેની પાર્ટી એમએનએસ ઉત્તર ભારતીયો સામેના વલણથી અનુકૂળ નથી. આવી સ્થિતિમાં બંને વચ્ચે ગઠબંધનની શક્યતા હજુ પણ અધૂરી છે. તે જ સમયે, ભાજપ માટે ઉદ્ધવ સાથે આવવું સરળ રહેશે નહીં. કારણ કે એક તરફ શિંદે જૂથ પહેલાથી જ ભાજપ સાથે છે, તો બીજી તરફ ઉદ્ધવ જૂથનું પુનરાગમન સત્તા સમીકરણમાં તણાવ પેદા કરી શકે છે.


