Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રાજ્યસભાના અધ્યક્ષ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની તૈયારીમાં વિપક્ષ, મળ્યો આ પાર્ટીઓનો સાથ

રાજ્યસભાના અધ્યક્ષ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની તૈયારી જગદીપ ધનખર સામે વિપક્ષનો પક્ષપાતનો આક્ષેપ અવિશ્વાસ પ્રસ્તાવ માટે INDI ગઠબંધનનું સમર્થન હંગામા વચ્ચે રાજ્યસભાની કાર્યવાહી આખા દિવસ માટે સ્થગિત અદાણી મુદ્દે વિપક્ષનું વડાપ્રધાન પર આક્રમક વલણ જગદીપ ધનખરે વિપક્ષ પર ચર્ચા ટાળવાનો...
રાજ્યસભાના અધ્યક્ષ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની તૈયારીમાં વિપક્ષ  મળ્યો આ પાર્ટીઓનો સાથ
Advertisement
  • રાજ્યસભાના અધ્યક્ષ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની તૈયારી
  • જગદીપ ધનખર સામે વિપક્ષનો પક્ષપાતનો આક્ષેપ
  • અવિશ્વાસ પ્રસ્તાવ માટે INDI ગઠબંધનનું સમર્થન
  • હંગામા વચ્ચે રાજ્યસભાની કાર્યવાહી આખા દિવસ માટે સ્થગિત
  • અદાણી મુદ્દે વિપક્ષનું વડાપ્રધાન પર આક્રમક વલણ
  • જગદીપ ધનખરે વિપક્ષ પર ચર્ચા ટાળવાનો આરોપ લગાવ્યો
  • વિપક્ષની કલમ 67(B) હેઠળ પ્રસ્તાવ લાવવાની તૈયારી
  • મમતા, કેજરીવાલ અને અખિલેશનો પ્રસ્તાવને સમર્થન

Jagdeep Dhankhar : વિપક્ષી INDI ગઠબંધન રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખર (Jagdeep Dhankhar) વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારીમાં છે. કોંગ્રેસે આ પ્રસ્તાવ લાવવાની પહેલ કરી છે, જેને INDI ગઠબંધનના અન્ય પક્ષોનું પણ સમર્થન મળતું જોવા મળી રહ્યું છે. વિપક્ષનો આરોપ છે કે અધ્યક્ષ ધનખર દ્વારા રાજ્યસભામાં પક્ષપાતભર્યા નિર્ણય લેવામાં આવે છે અને વિપક્ષના સાંસદોને અવગણવામાં આવે છે.

સંસદના ગૃહમાં હંગામો

મમતા બેનર્જીની TMC, અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી (AAP) અને અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી (SP) એ આ પ્રસ્તાવને ખુલ્લું સમર્થન આપ્યું છે. વિપક્ષ આ પ્રસ્તાવને બંધારણની કલમ 67(B) હેઠળ લાવવા જઈ રહ્યો છે. જણાવી દઇએ કે, સોમવારે સંસદના બંને ગૃહોમાં કામકાજ અવરોધીત થયું હતું. રાજ્યસભામાં ભારે હોબાળાના કારણે 3 વખત ગૃહની કાર્યવાહી સ્થગિત કરવાની ફરજ પડી હતી. અંતે બપોરે 3:10 વાગ્યે રાજ્યસભાની કાર્યવાહી આખા દિવસ માટે સ્થગિત કરવામાં આવી હતી. આ દરમિયાન શાસક પક્ષે વિપક્ષ પર વિદેશી સંસ્થાઓના સહયોગથી સરકારને અસ્થિર કરવાનો આરોપ લગાવ્યો હતો. બીજી તરફ, વિપક્ષી સાંસદોએ અદાણી જૂથને લગતા મુદ્દાઓ ઉઠાવ્યા અને વડાપ્રધાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. હોબાળા વચ્ચે રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે દુખ વ્યક્ત કરતા જણાવ્યું કે, વિપક્ષી સાંસદો ચર્ચા કરવા માટે તૈયાર નથી અને ગૃહની કાર્યક્ષમતા અવરોધી રહ્યા છે.

Advertisement

વિપક્ષ અને શાસક પક્ષ વચ્ચે બેઠક

હોબાળાને થાળે પાડવા માટે જગદીપ ધનખરે ગૃહના નેતા જેપી નડ્ડા અને વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે સાથે તેમની ચેમ્બરમાં બેઠક યોજી હતી. આ બેઠકનો હેતુ રાજ્યસભામાં શાંતિપૂર્ણ અને સતત કાર્ય કરવા માટે ઉકેલ લાવવાનો હતો. અધ્યક્ષે જણાવ્યું કે, બંને પક્ષે રાષ્ટ્રની અખંડિતતા અને સાર્વભૌમત્વ પર ભાર મૂક્યો છે. મંગળવારે સવારે 10:30 વાગ્યે બંને પક્ષના નેતાઓ ફરી બેઠક માટે સહમત થયા છે. ધનખરે તમામ સાંસદોને સંવિધાનના શપથનું પાલન કરવા અનુરોધ કર્યો છે અને રાષ્ટ્રની અખંડિતતા જાળવવાની અપીલ કરી છે. આ અવિશ્વાસ પ્રસ્તાવ વિપક્ષની નારાજગી અને વર્તમાન સંસદીય માહોલના તણાવને દર્શાવે છે. ત્યારે INDI ગઠબંધનના મજબૂત સમર્થન અને શાસક પક્ષની કડક પ્રતિક્રિયા વચ્ચે સંસદીય ગૃહમાં તણાવ અને ચર્ચાઓ વધવાની સંભાવના છે.

Advertisement

આ પણ વાંચો:  Delhi Election : મનીષ સિસોદિયાની સીટમાં ફેરફાર, AAP એ બીજી યાદી જાહેર કરી

Tags :
Advertisement

.

×