Asim Munir: PAK આર્મી ચીફ મુનીરના નિવેદન પર કોંગ્રેસે કરી ટીકા
- PAK આર્મી ચીફ મુનીરના નિવેદન પર કોંગ્રેસનું નિવેદન (Asim Munir)
- કોંગ્રેસે મુનીરના નિવેદનની ટીકા કરી
- આમેરિકામાં જઈને ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું
- ટ્રમ્પે આવા વ્યક્તિને મહત્ત્વ આપ્યું : જયરામ રમેશે
Asim Munir : પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અને સેના પ્રમુખ આસિમ મુનીરે (Asim Munir)આમેરિકામાં જઈને ભારત વિરુદ્ધ ઝેર ઓકતા કોંગ્રેસે (CONGRESS)આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી છે. કોંગ્રેસે મુનીરની ધમકીનો જવાબ આપતાં કહ્યું છે કે, અમેરિકી સત્તા આવા વ્યક્તિને આટલું બધુ મહત્ત્વ આપે છે, તે વિચિત્ર વાત છે. કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે (Jairam Ramesh)કહ્યું કે, મુનીરે ભારત-પાકિસ્તાન વચ્ચે પરમાણુ ઘર્ષણ અંગે જે ટિપ્પણી કરી છે, તે સૌથી ખતરનાક, ઉશ્કેરણીજનક અને સંપૂર્ણ અસ્વીકાર્ય છે.
આસિમ મુનીરે શું કહ્યું હતું? (Asim Munir )
પાકિસ્તાનના સેના પ્રમુખ મુનીરે અમેરિકાની ધરતી પરથી ગઈકાલે (10 ઑગસ્ટ) પાકિસ્તાની પ્રવાસીઓને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેણે કથિત રીતે પરમાણુ હુમલાની ધમકી આપતાં કહ્યું હતું કે, ભવિષ્યમાં ભારત સાથે યુદ્ધ થશે તો તેમના દેશના અસ્તિત્વ પર સંકટ આવી શકે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, અમે પરમાણુથી સજ્જ રાષ્ટ્ર છીએ. અમે તો ડૂબીશું, અડધી દુનિયાને પણ સાથે લઈને ડૂબીશું. સિંધુ જળ સંધિ રદ કરવાના ભારતના નિર્ણયથી પાકિસ્તાનમાં 25 કરોડ લોકો ભૂખમરાનો સામનો કરી રહ્યા છે. ભારત સિંધુ નદી પર બંધ બાંધવાની ફિરાકમાં છે. અમે રાહ જોઈ રહ્યા છીએ. જેવો તે બંધ બાધશે, અમે 10 મિસાઇલ હુમલા કરી તે તોડી પાડીશું. અમારી પાસે મિસાઇલની અછત નથી.
16 अप्रैल 2025 को जनरल आसिम मुनीर ने भड़काऊ, उकसावे भरे और साम्प्रदायिक जहर घोलने वाले बयान दिए। इन्हीं बयानों ने 22 अप्रैल 2025 को पहलगाम में हुए क्रूरतम आतंकी हमलों को ऑक्सीजन प्रदान की।
18 जून 2025 को राष्ट्रपति ट्रंप ने फील्ड मार्शल आसिम मुनीर को व्हाइट हाउस में एक…
— Jairam Ramesh (@Jairam_Ramesh) August 11, 2025
આ પણ વાંચો -Pune Accident: મહારાષ્ટ્રમાં ભયાનક અકસ્માત,પિક-અપ વાને 8 વાહનોને ફંગોળ્યા
મુનીર ઝેરી ટિપ્પણી કરે છે : કોંગ્રેસ(Asim Munir )
જયરામ રમેશે (Jairam Ramesh) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને આસિમ મુનીરની આકરી ઝાટકણી કાઢી છે. તેમણે એક્સ પર લખ્યું છે કે, ‘જનરલ મુનીરે 16 એપ્રિલ-2025ના રોજ ઉશ્કેરણીજનક અને સાંપ્રદાયિક રીતે ઝેરી ટિપ્પણી કરી હતી. આવી ટિપ્પણીઓ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 12 એપ્રિલ-2025ના રોજ થયેલ ક્રૂર આતંકવાદી હુમલાઓને હવા આપે છે. ત્યારબાદ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોલાલ્ડ ટ્રમ્પે લંચ-બેઠક માટે 18 માર્ચ-2025ના રોજ મુનીરને આમંત્રણ આપવામાં આવ્યું હતું. મુનીર અમેરિકન સેન્ટ્રલ કમાન્ડના પ્રમુખ જનરલ માઈકલ કુરિલ્લાના વિદાય સમારંભમાં ભાગ લેવા માટે પણ ફ્લોરિડામાં હતા અને આ જ કુરિલ્લાએ અગાઉ આતંકવાદી વિરોધી અભિયાનોમાં શાનદાર સહયોગ આપવા બદલ પાકિસ્તાનની પ્રશંસા કરી હતી.
આ પણ વાંચો -Sports Bill : સરકાર BCCI પર રાખશે નજર! શું ભારતીય ક્રિકેટ બોર્ડની વધશે મુશ્કેલી?
કોંગ્રેસે મુનીરના નિવેદનની ટીકા કરી
કોંગ્રેસ મહાસચિવે વધુમાં કહ્યું કે, ‘આસિમ મુનીરે 10 ઑગસ્ટ-2025ના રોજ અમેરિકાની ધરતી પરથી પાકિસ્તાનીઓ સાથે વાતચીત કરી હતી અને આ દરમિયાન તેમણે ભારત-પાકિસ્તાન વચ્ચે પરમાણુ ઘર્ષણ પર ખતરનાક, ઉશ્કેરણીજનક અને સંપૂર્ણ અસ્વીકાર્ય ટિપ્પણી કરી હતી. કોંગ્રેસે મુનીરના નિવેદનની કડક શબ્દોમાં ટીકા કરી છે. કોંગ્રેસે કહ્યું કે, ‘અમેરિકન સત્તા આવા વ્યક્તિઓને વિશેષ મહત્ત્વ આપી રહી છે, તે વિચિત્ર વાત છે.


