Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Lok Sabha Election 2024: કોંગ્રેસને મળ્યો વધુ એક ઝટકો, નવજોત સિંહ સિદ્ધુ લોકસભા ચૂંટણી નહીં લડે

કોંગ્રેસને મળ્યો વધું એક ઝટકો વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને મળેલી મોટા પ્રમાણમાં હાર બાદ લોકસભા ચૂંટણીને લઈને સતત મોટા ફેરફારો કોંગ્રેસમાં જોવા મળી રહ્યાં છે. ત્યારે કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુએ 16 નવેમ્બર કહ્યું કે તેઓ 2024ની લોકસભા ચૂંટણી લડશે નહીં....
lok sabha election 2024  કોંગ્રેસને મળ્યો વધુ એક ઝટકો  નવજોત સિંહ સિદ્ધુ લોકસભા ચૂંટણી નહીં લડે
Advertisement

કોંગ્રેસને મળ્યો વધું એક ઝટકો

વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને મળેલી મોટા પ્રમાણમાં હાર બાદ લોકસભા ચૂંટણીને લઈને સતત મોટા ફેરફારો કોંગ્રેસમાં જોવા મળી રહ્યાં છે. ત્યારે કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુએ 16 નવેમ્બર કહ્યું કે તેઓ 2024ની લોકસભા ચૂંટણી લડશે નહીં. જો કે કોંગ્રેસ નેતા સિદ્ધુએ 2022માં અમૃતસર પૂર્વથી વિધાનસભા ચૂંટણી લડી હતી, જ્યાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.

Advertisement

ભટિંડામાં જ્યારે નવજોત સિંહ સિદ્ધુને પૂછવામાં આવ્યું કે શું તેમની પત્ની નવજોત કૌર સિદ્ધુ આવતા વર્ષે લોકસભાની ચૂંટણી લડશે? તેમણે કહ્યું કે આ સવાલનો જવાબ નવજોત કૌર જ આપી શકે છે.

Advertisement

નવજોત સિંહ સિદ્ધુનો રાજનૈતિક સફર

નવજોત સિંહ સિદ્ધુએ વર્ષ 2004માં તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. તે જ વર્ષે ભાજપે તેમને અમૃતસરથી લોકસભાની ટિકિટ આપી હતી. તેમની પહેલી જ ચૂંટણીમાં તેઓ એક લાખથી વધુ મતોથી જીત્યા હતા. તે સમયે તેમણે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રઘુનંદન લાલ ભાટિયાને હરાવ્યા હતા.

જો કે, રોડવેઝના મુદ્દે તેમણે રાજીનામું આપવું પડ્યું હતું, જે બાદ ત્યાં પેટાચૂંટણી યોજાઈ હતી. આ પેટાચૂંટણીમાં પણ સિદ્ધુએ શાનદાર જીત નોંધાવી હતી.

આ પછી વર્ષ 2009માં ભાજપે તેમને ફરીથી અમૃતસરથી લોકસભાની ટિકિટ આપી હતી. આ વખતે પણ તેઓ કોંગ્રેસના ઉમેદવાર ઓપી સોનીને હરાવીને સાંસદ બન્યા હતા. જો કે, તેમની નારાજગી ત્યારે સામે આવી જ્યારે ભાજપે 2014ની લોકસભા ચૂંટણીમાં અમૃતસરથી તેમની ટિકિટ રદ કરી. વર્ષ 2017માં તેમણે રાજ્યસભાના સભ્યપદેથી ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું. તે જ વર્ષે તેઓ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા.

આ પણ વાંચો: કોંગ્રેસે મધ્યપ્રદેશમાં પ્રદેશ અધ્યક્ષ પદ પર જીતુ પટવારીને નિયુક્ત કર્યા

Tags :
Advertisement

.

×