Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Telangana: તેલંગાણામાં કોંગ્રેસ સરકાર દ્વારા વાહનો માટે અનોખી સ્કીમ બહાર પાડી

કોંગ્રેસ સરકારેે તેલંંગાણામાં વાહનો માટે નવી યોજના બનાવી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે તેલંગાણામાં જીક હાંસલ કરી હતી. તેથી હાલમાં કોંગ્રેસની સરકાર તેલંગાણાનો સંપૂર્ણ કાર્યભાલ સંભાળી રહી છે. જો કે તાજેતરમાં તેલંગાણાની કોંગ્રેસ સરકારે રાજ્યભરમાં પેન્ડિંગ ટ્રાફિક ચલણને લઈને મોટો નિર્ણય લીધો...
telangana  તેલંગાણામાં કોંગ્રેસ સરકાર દ્વારા વાહનો માટે અનોખી સ્કીમ બહાર પાડી
Advertisement

કોંગ્રેસ સરકારેે તેલંંગાણામાં વાહનો માટે નવી યોજના બનાવી

વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે તેલંગાણામાં જીક હાંસલ કરી હતી. તેથી હાલમાં કોંગ્રેસની સરકાર તેલંગાણાનો સંપૂર્ણ કાર્યભાલ સંભાળી રહી છે. જો કે તાજેતરમાં તેલંગાણાની કોંગ્રેસ સરકારે રાજ્યભરમાં પેન્ડિંગ ટ્રાફિક ચલણને લઈને મોટો નિર્ણય લીધો છે. જે મુજબ ટ્રાફિકના ભંગ બદલ વિવિધ કેટેગરીના વાહનો પર લાદવામાં આવતા દંડની રકમમાં છૂટછાટ આપવાનું સરકારે યોજના બનાવી છે. તેના અંતર્ગત જે કોઈને ચલણ ભરપાઈ કરવાના બાકી છે તેમને ટ્રાફિક ચલણની રકમ પર 60-90 ટકા ડિસ્કાઉન્ટ આપી રહી છે.

Advertisement

કઈ શ્રેણીના વાહનોને આ યોજનાનો લાભ મળશે ?

Advertisement

આ યોજનના હેઠળ વાહનોની શ્રેણી અનુસાર ડિસ્કાઉન્ટ આપવાનું વિભાજિત કરવામાં આવ્યું છે. તેના આધારે ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર માટે દંડની રકમમાં 80 ટકા, બસ માટે 90 ટકા, હળવા મોટર વાહનો અને ભારે મોટર વાહનો માટે 60 ટકાની છૂટ આપવામાં આવી છે. આ નિયમમાં દર્શાવેક રકમ ચૂકવાઈ જાય છે, તો બાકીની રકમને માફ કરી દેવામાં આવશે. એવું અનુંમાન કરવામાં આવી રહ્યું છે કે, આ યોજનાથી સંપૂર્ણ મેમાની રકમ સરકાર વસૂલ કરી શકશે.

તેલંગાણામાં વાહનોના ચલણ ચૂકવવાનો રિપોર્ટ

આ પેન્ડિંગ ચલણની ચુકવણી માટે સરકારની વન ટાઈમ સેટલમેન્ટ સ્કીમ 26 ડિસેમ્બરથી શરૂ થઈ છે, જે આવતા વર્ષે 10 જાન્યુઆરી, 2024 સુધી ચાલુ રહેશે. જોકે, ઘણા લોકોની ફરિયાદ છે કે તેમને આ ડિસ્કાઉન્ટનો લાભ નથી મળી રહ્યો. એક રિપોર્ટ અનુસાર, સમગ્ર તેલંગાણામાં લગભગ 2 કરોડ ટ્રાફિક ચલણ પેન્ડિંગ છે. તેલંગાણા સરકારનું આ પગલું કોંગ્રેસની ચૂંટણીની જાહેરાતનો એક ભાગ હતું.

આ પણ વાંચો:

Tags :
Advertisement

.

×