કોંગ્રેસ હિન્દુઓની શ્રદ્ધાની મજાક ઉડાવી રહી છે… ખડગેના ડૂબકી લગાવવાના નિવેદન પર ભાજપનો વળતો પ્રહાર
- ખડગેના ડૂબકી લગાવવાના નિવેદન પર ભાજપે વળતો પ્રહાર કર્યો
- વિપક્ષી પક્ષ મહાકુંભમાં હિન્દુઓની શ્રદ્ધાની મજાક ઉડાવી રહ્યો છે
- ખડગેએ પોતાના કૃત્ય માટે દેશની માફી માંગવી જોઈએ
BJP's counterattack on Kharge's statement : કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ગંગામાં ડૂબકી લગાવવાના નિવેદન પર રાજકીય હોબાળો મચી ગયો છે. ભાજપે ખડગેના નિવેદન પર વળતો પ્રહાર કર્યો અને કહ્યું કે, દેશનો સૌથી મોટો વિપક્ષી પક્ષ મહાકુંભમાં હિન્દુઓની શ્રદ્ધાની મજાક ઉડાવી રહ્યો છે. ભાજપના નેતા અને રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે, હું ખડગેજી અને સોનિયાજીને ચેલેન્જ આપુ છું, શું તેઓ અન્ય ધર્મો વિશે આવું નિવેદન આપી શકે છે? શું તમે કહી શકો છો કે હજ પર જવાથી શું થઈ જશે? સનાતન વિરુદ્ધ તેમના શબ્દો શરમજનક છે. રાહુલ ગાંધી અને તેમની પાર્ટીએ આ અંગે સ્પષ્ટતા આપવી પડશે.
ખડગેના નિવેદન પર ભાજપનો વળતો પ્રહાર
પાત્રાએ કોંગ્રેસના નેતાઓ પર નિશાન સાધતા કહ્યું કે, તમે ઇટલી જઈને સ્નાન કરી શકો છો, અમને કંઈ વાંધો નથી, પરંતુ તમે માં ગંગા અને આપણા પવિત્ર મહાકુંભ પર આવી ટિપ્પણીઓ કરશો, તે યોગ્ય નથી. ગંગા આપણી માતા છે, જ્યારે આપણે ગંગાના પાણીને હાથમાં લઈને મંત્રોનો જાપ કરીએ છીએ, ત્યારે આપણી શ્રદ્ધા વધુ મજબૂત બને છે. ખડગેએ પોતાના કૃત્ય માટે આખા દેશની માફી માંગવી જોઈએ.
આ પણ વાંચો : શાહના મહાકુંભમાં ડૂબકી લગાવ્યા બાદ ખડગેનો કટાક્ષ, જાણો શું કહ્યું...
ખડગેએ શું કહ્યું?
વાસ્તવમાં, મધ્યપ્રદેશના મહુમાં જય બાપુ, જય ભીમ, જય સંવિધાન રેલીને સંબોધિત કરતી વખતે, કોંગ્રેસના વડા ખડગેએ કહ્યું હતુ કે, ગંગામાં ડૂબકી લગાવવાની સ્પર્ધા ચાલી રહી છે. તેમણે પૂછ્યું કે શું ગંગામાં ડૂબકી લગાવવાથી યુવાનોને રોજગાર મળશે ? શું દેશમાંથી ગરીબી નાબૂદ થશે ? શું આપણને ખાવા માટે ખોરાક મળશે ? હું કોઈની શ્રદ્ધાને ઠેસ પહોંચાડવા માંગતો નથી. આ દેશમાં, કામદારોને વેતન નથી મળી રહ્યું અને લોકો ડૂબકી લગાવવાની સ્પર્ધા કરી રહ્યા છે. લોકો ટીવીમાં સારી ડૂબકી ન આવે ત્યાં સુધી ડૂબકી મારતા રહે છે.
શાહે મહાકુંભમાં હાજરી આપી
ખડગેનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પ્રયાગરાજ પહોંચ્યા હતા અને સંતો સાથે ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી હતી. શાહ પોતાના પરિવાર સાથે મહાકુંભ પહોંચ્યા હતા. ગંગામાં ડૂબકી લગાવવાની સાથે તેમણે શય્યા હનુમાન સહિત અન્ય અનેક સ્થળોની પણ મુલાકાત લીધી હતી. આ દરમિયાન યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમની સાથે જોવા મળ્યા હતા.
આ પણ વાંચો : મધ્યપ્રદેશના જબલપુરમાં ખુની ખેલ; એકસાથે 4 લોકોની હત્યા, શહેરમાં સનસનાટી


