કોંગ્રેસ નેતા જયરામ રમેશ બોલ્યા- અમેરિકન રાષ્ટ્રપતિ સાથે પીએમ મોદીની મિત્રતા ખોખલી સાબિત થઈ
- કોંગ્રેસ નેતા જયરામ રમેશ બોલ્યા- અમેરિકન રાષ્ટ્રપતિ સાથે પીએમ મોદીની મિત્રતા ખોખલી સાબિત થઈ
કોંગ્રેસે શનિવારે દાવો કર્યો છે કે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મિત્રતા ખોખલી સાબિત થઈ છે.
કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને લખ્યું છે કે, ભારતીય વ્યૂહાત્મકતાની નિષ્ફળતા, વિશેષ રૂપથી પાછલા બે મહિનામાં ચાર નક્કર તથ્યો દ્વારા સૌથી સ્પષ્ટ રૂપથી સામે આવે છે. આ તથ્ય વડાપ્રધાન અને તેમના ઢિંઢોરો પીટનારાઓ અને જય જયકાર બોલાવનારાઓનો મોટા-મોટા દાવાઓની પોલ ખોલે છે.
તેમણે કહ્યું, દસ મે 2025થી અત્યાર સુધી અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 25 વખત દાવો કરી ચૂક્યા છે કે તેમને વ્યક્તિગત રૂપથી ઓપરેશન સિંદૂરને રોકાવવા માટે હસ્તક્ષેપ કર્યો હતો અને ચેતવણી આપી હતી કે, જો ભારત અને પાકિસ્તાન યુદ્ધ રોકશે નહીં તો અમેરિકા વ્યાપાર કરાર કરશે નહીં.
અસલમાં અમેરિકન રાષ્ટ્રપતિ ટંમ્પ અનેક વખત કહી ચૂક્યા છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા સૈન્ય સંઘર્ષ રોકાવવામાં અમેરિકાએ મધ્યસ્થા કરી હતી.
જોકે, ભારત અમેરિકાના દાવાને ફગાવી ચૂક્યો છે.
જયરામ રમેશે દાવો કર્યો છે કે, વડાપ્રધાન દ્વારા 19 જૂન 2020માં ચીનને આપવામાં આવેલી ક્લીન ચીટની ભારે કિંમત ભારત ચૂકવી રહ્યો છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે જે બહુપ્રચારિત મિત્રતા વારં-વાર ઢિંઢોરા પીટવામાં આવ્યો છે, તે ખોખલી સાબિત થઈ છે.
જયરામ રમેશે એક-એક કરીને પાછલા દિવસોમાં બનેલી કેટલીક ઘટનાઓ ગણાવી હતી. તેમણે કહ્યું કે, 10 જૂને અમેરિકાની શક્તિશાળી કેન્દ્રીય કમાન પ્રમુખ જનરલ માઈકલ કુરિલાએ આતંકવાદ વિરૂદ્ધ લડાઈમાં પાકિસ્તાનને શાનદાર ભાગીદાર ગણાવવામાં આવ્યો હતો.
જયરામ રમેશે કહ્યું કે, 18 જૂન 2025માં રાષ્ટ્રપતિ ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં પાકિસ્તાનના સેના પ્રમુખ ફિલ્ડ માર્શલ આસિમ મુનીર સાથે એક અપ્રત્યાશિત લંચ મીટિંગ કરી હતી. જ્યારે પહેલાગામ હુમલાની પૃષ્ઠભૂમિ પોતે આસિમ મુનીરના ભડકાઉ, ઉશ્કેરણીજનક અને સાંપ્રદાયિક નિવેદનોએ તૈયાર કરી હતી.
તેમણે કહ્યું કે, કાલે, 25 જૂલાઈ 2025માં અમેરિકન વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ પાકિસ્તાનના ઉપ વડાપ્રધાન ઈસહાક ડાર સાથે મુલાકાત કરી અને આતંકવાદ વિરૂદ્ધ ભાગીદાર અને ક્ષેત્રીય સ્થિરતા બનાવી રાખવા માટે પાકિસ્તાનનો આભાર વ્યક્ત કર્યો હતો.
પાકિસ્તાનના વિદેશ મંત્રી મોહમ્મદ ઇસહાક ડારે શુક્રવારે વોશિંગ્ટન ડીસીમાં અમેરિકન વિદેશ મંત્રી માર્કો રૂબિયો સાથે મુલાકાત કરી છે.
આ દરમિયાન ઈસહાક ડારે ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા સંઘર્ષનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, અમેરિકા અને અન્ય મિત્ર દેશોએ પાકિસ્તાન અને ભારત વચ્ચે યુદ્ધવિરામ કરાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
આ પણ વાંચો- ગુમલામાં ઝારખંડ પોલીસનું મોટું ઓપરેશન: JJMP કમાન્ડર સહિત 3 નક્સલી ઠાર


