ગોલ્ડ સ્મગલિંગ કેસમાં રાજકારણ ગરમાયુ, ભાજપે શેર કર્યા સિદ્ધારમૈયા સાથે રાન્યા રાવના ફોટા
- ગોલ્ડ સ્મગલિંગ કેસમાં રાજકારણ તેજ થયુ
- ભાજપે CM સિદ્ધારમૈયા સાથે અભિનેત્રીની જૂની તસવીર શેર કરી
- પહેલા કોંગ્રેસના ધારાસભ્ય રિઝવાન અરશદનું નિવેદન સામે આવ્યું હતું
Gold smuggling Case : કન્નડ એક્ટ્રેસ રાન્યા રાવ ફરી એકવાર સોનાની દાણચોરીના કેસમાં ચર્ચામાં આવી છે. ભાજપના નેતા અમિત માલવિયાએ હવે કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયા અને ગૃહ પ્રધાન જી પરમેશ્વરા સાથે અભિનેત્રીની જૂની તસવીર શેર કરી છે. અમિત માલવિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર ફોટો શેર કર્યો અને લખ્યું કે હવે દાણચોરીનો આ મામલો મુખ્યમંત્રીના ઘર સુધી પહોંચી ગયો છે. તસ્વીરમાં સીએમ સિદ્ધારમૈયા અને જી પરમેશ્વર નજરે પડે છે. તેમણે આગળ લખ્યું કે એ રમુજી છે કે કોંગ્રેસના સીએમ ઇન વેઇટિંગ ડીકે શિવકુમાર તેમના રાજકીય જોડાણોનો ઇનકાર કરી રહ્યા છે. આ સાથે તેમણે કોંગ્રેસ ગોલ્ડ ફિલ્ડ શબ્દો હેશટેગ કર્યા છે.
રિઝવાન અરશદનું નિવેદન
આ પહેલા મંગળવારે કોંગ્રેસના ધારાસભ્ય રિઝવાન અરશદનું નિવેદન સામે આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે રાજ્ય સરકાર સાથે સંકળાયેલ કોઈ કોંગ્રેસી વ્યક્તિ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ નથી. આ કેસની તપાસ CBI કરી રહી છે, આ એજન્સી કેન્દ્ર સરકાર હેઠળ આવે છે. તપાસમાં બધુ સ્પષ્ટ થશે કે ગુનેગાર કોણ છે? તેમણે કહ્યું હતું કે, ભાજપ આ મામલે રાજનીતિ કરી રહી છે, એક મંત્રી આવી બાબતમાં કેવી રીતે સામેલ થઈ શકે?
કર્ણાટકના અધિક મુખ્ય સચિવ ગૌરવ ગુપ્તાને પણ આ મામલાની તપાસની જવાબદારી સોંપવામાં આવી છે. સીએમ સિદ્ધારમૈયાએ તેમની પાસેથી એક અઠવાડિયામાં રિપોર્ટ માંગ્યો છે. તમને જણાવી દઈએ કે ફિલ્મ અભિનેત્રીની બેંગલુરુ એરપોર્ટ પર દાણચોરીના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. તેમના સાવકા પિતા કર્ણાટકમાં પોલીસ મહાનિર્દેશક કક્ષાના અધિકારી છે.
આ પણ વાંચો : J & K ગુલમર્ગમાં ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સના આયોજન પર CM ઓમરે ખુશી વ્યક્ત કરી… કહ્યું- પર્યટનને વેગ મળશે
3 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી
આ કેસ 3 માર્ચનો છે, જ્યારે અભિનેત્રી રાન્યા રાવની ગોલ્ડ સ્મગલિંગનાના કેસમાં ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) દ્વારા બેંગલુરુ એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસેથી 14.8 કિલો સોનું મળી આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. અભિનેત્રીએ પોતાના અને પોતાના પિતાના નામનો દુરુપયોગ કર્યો અને ખાસ સુવિધાઓનો દુરુપયોગ કરીને સોનાની સ્મગલિંગ કરી. 4 માર્ચે, રાન્યાને આર્થિક ગુનાઓ માટેની વિશેષ અદાલતમાં રજૂ કરવામાં આવી, જ્યાંથી તેને 18 માર્ચ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવી. 10 માર્ચે, તેમની ડીઆરઆઈ કસ્ટડી 24 માર્ચ સુધી લંબાવવામાં આવી હતી.
આ પણ વાંચો : હું 5 વર્ષ સુધી મુખ્યમંત્રી રહીશ… મુખ્યમંત્રી પદના વિવાદ વચ્ચે સિદ્ધારમૈયાનું મોટું નિવેદન