કોંગ્રેસે જાહેર કરી ઉમેદવારોની યાદી, કેજરીવાલને હંફાવવા સંદીપ દીક્ષિતને ઉતારવામાં આવ્યા
- કોંગ્રેસે દિલ્હી વિધાનસભા ઉમેદવારોની જાહેરાત કરી
- અરવિંદ કેજરીવાલ સામે શિલા દીક્ષિતના પુત્રના નામની જાહેરાત
- આપ અને કોંગ્રેસ દિલ્હીમાં અલગ અલગ લડી રહ્યા છે ચૂંટણી
નવી દિલ્હી : દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે 21 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ગુરૂવારે સીઇસીની બેઠક બાદ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા. પાર્ટીએ 21 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. અરવિંદ કેજરીવાલની સામે સંદીપ દીક્ષિતને કોંગ્રેસે ઉતાર્યા છે. સંદીપ દીક્ષિત શિલા દીક્ષિતના પુત્ર છે.
કોંગ્રેસે 21 ઉમેદવારોના નામની કરી જાહેરાત
કોંગ્રેસે નરેલાથી અરુણા કુમારી, બુરાડીથી મંગેશ ત્યાગી, આદર્શનગરથી શિવાંક સિંઘલ, બાદલીથી દેવેન્દ્ર યાદવ, સુલ્તાનપુર માજરાથી જય કિશન, નાગલોઇ જાટથી રોહિત ચૌધરી, સલીમગઢથી પ્રવીન જૈનને ટિકિટ આપી છે. વજીરપુરથી રાગિની નાયક, સદરબજારથી અનિલ ભારદ્વાજ, ચાંદની ચૌકથી મુદિત અગ્રવાલ , અલ્લીમારાનથી હારુન યુસુફ,તિલક નગરથી પીએસ બાવા, દ્વારકાથી આદર્શ શાસ્ત્રી, નવી દિલ્હીથી સંદીપ દીક્ષિતને ટિકિટ આપી છે.
કોંગ્રેસે સામાજિક સમીકરણોને ધ્યાને રાખી ઉમેદવારો જાહેર કર્યા
કસ્તુરબા નગરથી અભિષેક દત્ત, છત્તરપુરથી રાજેન્દ્ર તંવર, આંબેડકરનગરથી જય પ્રકાશ, ગ્રેટર કૈલાશથી ગાર્વિત સિંધવી, પટપડગંજથી અનિલ કુમાર, સીલમપુરથઈ અબ્દુલ રહેમાન અને મુસ્તફાબાદથી અલી મેહદીને ટિકિટ આપવામાં આવી છે.
મલ્લિકાર્જૂન ખડગેની અધ્યક્ષતામાં મળી હતી બેઠક
મલ્લિકાર્જૂન ખડગેની અધ્યક્ષતામાં પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતીની બેઠકમાં દિલ્હીના ઉચ્ચ નેતાઓ અને સીઇસી સભ્યોએ ઉમેદવારોના નામ પર ચર્ચા કરી અને 21 ઉમેદવારોને મંજૂરી આપી હતી. બેઠકમાં પૂર્વકોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, સીઇસી સભ્ય અંબિકા સોની, સલમાન ખુર્શીદ, ટીએસ સિંહ દેવ અને મધુસુદન મિસ્ત્રી હાજર હતા.