Bihar–Bidi Row : કોંગ્રેસનો 'બિહાર-બીડી' નો વિવાદ રાજીનામા સુધી પહોંચ્યો
Bihar–Bidi Row: કોંગ્રેસની 'બિહાર-બીડી (Bihar–Bidi Row)પોસ્ટ'પર બિહાર સહિત દેશની રાજનીતિમાં બઘડાટી બોલી ગઈ છે.આ પોસ્ટ સામે આવતાની સાથે જ ભાજપ-જેડીયુ નેતાઓએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. મામલો એટલો વધી ગયો કે,કોંગ્રેસના સાથી પક્ષ RJD નેતા તેજસ્વી યાદવે પણ માફીની માંગ કરી હતી.બિહાર કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો પણ આ પોસ્ટથી ગુસ્સે દેખાતા હતા.વિવાદ વધતો જોઈને કેરળ કોંગ્રેસે આ પોસ્ટ ડિલીટ કરી દીધી હતી.પરંતુ ત્યાં સુધીમાં વિવાદ એટલો વધી ગયો હતો કે,હવે તેને કાબુમાં રાખી શકાય તેમ નથી.આ દરમિયાન આ પોસ્ટથી ઉભા થયેલા વિવાદ વચ્ચે કેરળ કોંગ્રેસે સોશિયલ મીડિયા હેડ વી.ટી.બલરામને પદ પરથી હટાવી દીધા છે.આ ઉપરાંત કેરળ કોંગ્રેસની આખી સોશિયલ મીડિયા ટીમને ફરીથી બનાવવાની ચર્ચા છે.
કોંગ્રેસના X હેન્ડલ પર પોસ્ટથી વિવાદ
જણાવી દઈએ કે, કેરળ કોંગ્રેસના X હેન્ડલની આ બે લાઇનની પોસ્ટે એટલો મોટો હોબાળો મચાવ્યો કે, હવે આખી સોશિયલ મીડિયા ટીમ બદલવાની વાત થઈ રહી છે. આ પોસ્ટમાં લખ્યું હતું કે, "બીડી અને બિહાર બંને 'બી' થી શરૂ થાય છે. હવે તેમને પાપ ગણી શકાય નહીં."
આ પણ વાંચો -S Jaishankar : ટ્રમ્પના નિવેદન પર PM મોદી બાદ જયશંકરની પ્રતિક્રિયા
GST સુધારાનો એક ચાર્ટ પણ હતો
ટ્વીટની સાથે, GST સુધારાનો એક ચાર્ટ પણ હતો, જે દર્શાવે છે કે, તમાકુ પર GST 28 ટકાથી વધારીને 40 GST કરવામાં આવ્યો છે. સિગારેટ અને સિગાર પર પણ એ જ રીતે ટેક્સ વધારવામાં આવ્યો છે. બીડી પર GST 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યો છે. કોંગ્રેસની આ પોસ્ટ બહાર આવતાની સાથે જ ભાજપ-JDUને મોટો મુદ્દો મળી ગયો હતો.
આ પણ વાંચો -Jaipur Building collapse: જયપુરમાં મોટી દુર્ઘટનાં, 4 માળની ઈમારત ધરાશાયી,2ના મોત 5 લોકોના જીવ બચાવ્યો
તેજસ્વીએ કહ્યું - માફી માંગવી જોઈએ
જ્યારે બિહારમાં કોંગ્રેસના સાથી પક્ષ RJD નેતા તેજસ્વી યાદવને પટનામાં કેરળ કોંગ્રેસ દ્વારા બિહાર અને બીડીની સરખામણી અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે,"અમે આ પોસ્ટ જોઈ નથી તેથી અમે પ્રતિક્રિયા આપી શકીશું નહીં, પરંતુ જો બિહાર વિશે કોઈ વાંધાજનક વાત કહેવામાં આવી છે, તો માફી માંગવી જોઈએ. બિહારમાં ચૂંટણી પહેલા આવી પોસ્ટને કારણે કોંગ્રેસની છબી ખરાબ થતી જોવા મળી રહી છે. આ દરમિયાન, હવે કેરળ કોંગ્રેસે સોશિયલ મીડિયા ચીફ વીટી બલરામને પદ પરથી દૂર કરવાનો નિર્ણય લીધો છે. એવું માનવામાં આવે છે કે, સોશિયલ મીડિયા ચીફ હોવાને કારણે, વીટી બલરામને આ વિવાદ માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા.
જાણો કોણ છે વીટી બલરામ?
વીટી બલરામ કેરળમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે.તેઓ બે વખત ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. હાલમાં, તેઓ કેરળ પ્રદેશ કોંગ્રેસ સમિતિ (KPCC) ના ડિજિટલ અને સોશિયલ મીડિયા ચીફ હતા. તેમની ટીમ કેરળ કોંગ્રેસના તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સનું સંચાલન કરે છે.આવી સ્થિતિમાં,બિહાર-બીડી પર કરેલી પોસ્ટથી તેમની વિશ્વસનીયતા પર મોટો દાવ લાગ્યો છે.


