PM મોદીએ નાગરિકોને પત્ર લખી કર્તવ્યોનું પાલન કરવા કર્યો આગ્રહ, યાદ કર્યો સંઘર્ષ
- બંધારણ દિવસ (26 નવેમ્બર) પર PM મોદીએ નાગરિકોને પત્ર લખ્યો (Constitution Day PM Modi)
- બંધારણને શક્તિ ગણાવી, પોતાના 24 વર્ષના રાજકીય પ્રવાસને યાદ કર્યો
- સરદાર પટેલની પ્રેરણા અને કલમ 370 હટાવવાનો ઉલ્લેખ કર્યો
- રાષ્ટ્રના કર્તવ્યોને સર્વોપરી રાખી વિકસિત ભારત તરફ વધવા આગ્રહ
- પ્રથમ વખત મતદાર બનનારાઓનું સન્માન કરીને દિવસ મનાવવાનું સૂચન
Constitution Day PM Modi : આજે બંધારણ દિવસ (Constitution Day) ના અવસર પર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ દેશભરના નાગરિકો માટે એક પત્ર લખીને શુભેચ્છાઓ પાઠવી છે. આ પત્રમાં તેમણે બંધારણની મહાનતા, જીવનમાં મૌલિક કર્તવ્યોનું મહત્વ અને પ્રથમ વખત મતદાર બનવાના ઉત્સવની ઉજવણી શા માટે કરવી જોઈએ, તેવા અનેક વિષયો પર પોતાના વિચારો શેર કર્યા છે. સાથે જ, તેમણે પોતાના રાજકીય પ્રવાસ ને પણ યાદ કર્યો છે. આ પત્રમાં પીએમ મોદીએ નાગરિકોને તેમના બંધારણીય કર્તવ્યો નિભાવવા વિનંતી કરી છે અને જણાવ્યું છે કે આ જ મજબૂત લોકશાહીનો પાયો છે.
2015થી બંધારણ દિવસ મનાવવાની પરંપરા (Constitution Day PM Modi)
દેશવાસીઓના નામે લખેલા આ પત્રમાં પીએમ મોદીએ એ પણ જણાવ્યું કે બંધારણ દિવસ શા માટે મનાવવામાં આવે છે અને તેની શરૂઆત ક્યારથી થઈ. તેમણે લખ્યું કે 26 નવેમ્બર દરેક ભારતીય માટે ખૂબ જ ગૌરવશાળી દિવસ છે. આ જ દિવસે 1949માં બંધારણ સભાએ ભારતના બંધારણને અંગીકાર (Adopt) કર્યું હતું. તેથી, એક દાયકા પહેલા, વર્ષ 2015માં NDA સરકારે 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે મનાવવાનો નિર્ણય લીધો હતો.
PM મોદીએ પોતાના રાજકીય પ્રવાસને કર્યો યાદ (Constitution Day PM Modi)
પોતાની રાજકીય યાત્રાને યાદ કરતા પીએમ મોદીએ કહ્યું કે આ ભારતનું બંધારણ જ છે જેની તાકાતને કારણે મારા જેવા ગરીબ પરિવારમાંથી આવેલા એક સામાન્ય વ્યક્તિને વડાપ્રધાન પદ સુધી પહોંચાડ્યો. બંધારણને કારણે જ મને 24 વર્ષથી સતત સરકારના વડા તરીકે કામ કરવાની તક મળી છે.
તેમણે ઉમેર્યું, "મને યાદ છે, વર્ષ ૨૦૧૪માં જ્યારે હું પહેલીવાર સંસદ ભવનમાં પ્રવેશ કરી રહ્યો હતો, ત્યારે સીડીઓ પર માથું ઝુકાવીને મેં લોકશાહીના સૌથી મોટા મંદિરને નમન કર્યું હતું. વર્ષ 2019માં જ્યારે ચૂંટણી પરિણામો પછી હું સંસદના સેન્ટ્રલ હોલમાં ગયો, ત્યારે સહજતાથી મેં બંધારણને શિરમોર કર્યું હતું."
संविधान दिवस पर मैंने देशभर के अपने परिवारजनों के नाम एक पत्र लिखा है। इसमें हमारे संविधान की महानता, जीवन में मौलिक कर्तव्यों का महत्त्व और हमें पहली बार मतदाता बनने का उत्सव क्यों मनाना चाहिए, ऐसे कई विषयों पर अपने विचार साझा किए हैं…https://t.co/6SsfdWIUsO
— Narendra Modi (@narendramodi) November 26, 2025
આ વર્ષનો બંધારણ દિવસ અનેક કારણોસર ખાસ (Constitution Day PM Modi)
પીએમ મોદીએ પોતાના પત્રમાં લખ્યું કે આ વર્ષનો બંધારણ દિવસ અનેક કારણોસર વિશેષ છે. આ વર્ષે સરદાર પટેલ જી અને ભગવાન બિરસા મુંડા જીની ૧૫૦મી જયંતિ છે. સરદાર પટેલજીના નેતૃત્વ અને સમજદારીએ દેશનું રાજકીય એકીકરણ સુનિશ્ચિત કર્યું. આ સરદાર પટેલજીની જ પ્રેરણા છે, જેણે અમારી સરકારને જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 (Article 370) ની દિવાલ તોડવા માટે પ્રેરિત કરી. કલમ 370 હટાવ્યા પછી ત્યાં ભારતનું બંધારણ સંપૂર્ણપણે લાગુ થઈ ગયું છે અને લોકોને બંધારણ દ્વારા મળેલા તમામ અધિકારો પ્રાપ્ત થયા છે.
બંધારણ નિર્માતાઓને આપી શ્રદ્ધાંજલિ
પીએમ મોદીએ પોતાના સત્તાવાર ‘એક્સ’ (X) હેન્ડલ પરની એક પોસ્ટમાં બંધારણ નિર્માતાઓને પણ શ્રદ્ધાંજલિ આપી હતી. સાથે જ કહ્યું કે તેમની દીર્ઘદ્રષ્ટિ આપણને વિકસિત ભારત ના નિર્માણ માટે પ્રેરિત કરતી રહે છે. અન્ય એક પોસ્ટમાં તેમણે લખ્યું કે, આપણું બંધારણ માનવીય ગૌરવ, સમાનતા અને સ્વતંત્રતાને સર્વોચ્ચ મહત્વ આપે છે. તે આપણને અધિકારોથી સશક્ત બનાવે છે. સાથે જ, નાગરિક તરીકે આપણા કર્તવ્યોની પણ યાદ અપાવે છે, જેનું પાલન આપણે હંમેશા કરવું જોઈએ. આ કર્તવ્યો એક મજબૂત લોકશાહીનો પાયો છે.
પીએમ મોદીએ પોતાના પત્ર દ્વારા બંધારણ દિવસના અવસર પર ડૉ. રાજેન્દ્ર પ્રસાદ સહિત તે તમામ મહાન વિભૂતિઓને યાદ કર્યા, જેમણે ભારતના બંધારણના નિર્માણમાં પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેમણે લખ્યું કે ડૉ. બાબાસાહેબ આંબેડકર ની ભૂમિકાને પણ આપણે સૌ યાદ કરીએ છીએ, જેમણે અસાધારણ દીર્ઘદ્રષ્ટિથી આ પ્રક્રિયાનું નિરંતર માર્ગદર્શન કર્યું. બંધારણ સભામાં અનેક પ્રતિષ્ઠિત મહિલા સભ્યો પણ હતી, જેમણે પોતાના પ્રખર વિચારો અને દૃષ્ટિકોણથી આપણા બંધારણને સમૃદ્ધ બનાવ્યું.
'આજે લીધેલા નિર્ણયો આવનારી પેઢીઓના જીવનને આકાર આપશે'
પીએમએ લખ્યું કે જોતજોતામાં આ સદીના 25 વર્ષ પૂરા થઈ ચૂક્યા છે. હવે આવનારો સમય આપણા માટે વધુ મહત્વપૂર્ણ છે. વર્ષ 2047 માં આઝાદીના100 વર્ષ અને વર્ષ 2049 માં બંધારણ નિર્માણના 100 વર્ષ પૂરા થશે. આજે આપણે જે નીતિઓ બનાવીશું, જે નિર્ણયો લઈશું, તેની અસર આવનારા વર્ષો પર અને આવનારી પેઢીઓ પર પડશે. આપણી સામે વિકસિત ભારત નું લક્ષ્ય છે, તેથી આપણે રાષ્ટ્ર પ્રત્યેના આપણા કર્તવ્યોને સર્વોપરી રાખીને જ આગળ વધવાનું છે.
મહાત્મા ગાંધીના વિચારોનું સ્મરણ
પીએમ મોદીએ મહાત્મા ગાંધી ના આ વિચારને યાદ કર્યો કે અધિકારો કર્તવ્યોના નિર્વહનથી જ પ્રાપ્ત થાય છે. તેમણે આ વાત પર ભાર મૂક્યો કે કર્તવ્યોનું પાલન સામાજિક અને આર્થિક પ્રગતિનો આધાર છે.
પ્રથમ મતદાર બનનારનું સન્માન કરો
બંધારણ દિવસ પર નાગરિકોને સંબોધતા પત્રમાં વડાપ્રધાને મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીને મજબૂત કરવાની જવાબદારી પર પણ ભાર મૂક્યો. સાથે જ તેમણે સૂચન આપ્યું કે સ્કૂલો અને કોલેજોએ 18 વર્ષની ઉંમર પૂરી કરીને પ્રથમ વખત મતદાર બનનારાઓનું સન્માન કરીને બંધારણ દિવસની ઉજવણી કરવી જોઈએ.
આ પણ વાંચો : Constitution Day: આજે બંધારણ દિવસ પર નવ ભાષામાં સંવિધાન બહાર પડાશે


