ગિદ્ધોને લાશો, સુવરોને ગંદકી... મહાકુંભમાં જેમણે જે શોધ્યું તે તેમને મળ્યું, સીએમ યોગી
- જાકી રહી ભાવના જેસી પ્રભુ મુરત દેખી તબ તેસી
- સપાએ હિંદુ ધર્મના પવિત્ર અવસરને બદનામ કરવાનો પ્રયાસ કર્યો
- શ્રદ્ધાળુઓને જે કાંઇ પણ જોઇતી હતી તે તમામ સુવિધાઓ અપાઇ છે
નવી દિલ્હી : UP વિધાનસભામાં બોલતા સીએમ યોગી આદિત્યનાથ વિરોધીઓ પર ભારે ગોળીબાર કર્યો હતો. તેમણે મહાકુંભની વિરુદ્ધ બોલતા લોકો પર પ્રહાર કરતા તગડું નિશાન સાધ્યું હતું. ઉત્તર પ્રદેશ વિધાનસબામાં બોલતા સીએમ યોગી આદિત્યનાથ વિરોધીઓની ઝાટકણી કાઢી હતી. તેમણે મહાકુંભની વિરુદ્ધ બોલનારા લોકો પર પણ નિશાન સાધ્યું. સીએમ યોગીએ કહ્યું કે, મહાકુંભમાં જેમણે જે શોધ્યું તે તેમને મળ્યું.
મહાકુંભમાં જાકી રહી ભાવના જેસી પ્રભુ મુરત દેખી તબ તેસી
મહાકુંભમાં ગિદ્ધોએ લાશો મળી, સુઅરોને ગંદકી મળી. જ્યારે સંવેદનશીલ લોકોના સંબંધોની સુંદર તસ્વીરો પણ મળી. સજ્જનોને સજ્જનતા મળી, વ્યાપારીઓને ધંધો મળ્યો, શ્રદ્ધાળુઓને સાફ સુથરી વ્યવસ્થા મળી, જેની જેવી નિયતી હતી જેવી દ્રષ્ટી હતી તેમને તે પ્રકારનું મળી ગયું છે.
આ પણ વાંચો : Ahmedabad: મણિનગરની હેબ્રોન સ્કૂલમાં વિદ્યાર્થીને શિક્ષકે માર માર્યો, વાલીએ ફરિયાદ કરી પણ શાળાએ મૌન સેવ્યું
સપાએ શું કર્યું તે બધાને ખબર જ છે
સીએમ યોગીએ યુપી વિધાનસભામાં કહ્યું કે, આ લોકો (સપા) સતત મહાકુંભ પર ટિપ્પણી કરતા રહે છે. તેમની માનસિકતા જગ જાહેર છે. તેમને દરેક વસ્તુનો વિરોધ કરવાનો છે. કામ ભલે સારુ હોય તે વર્ષ ભારતના સંવિધાનનું અમૃત મહોત્સવ વર્ષ છે. આખરે સમાજવાદી ક્યારથી ડૉ.આંબેડકરને સન્માન આપવા લાગ્યા. કન્નોજ મેડિકલ કોલેજનું નામ આંબેડકરના નામ પર હતું. કોણે તે નામ બદલી નાખ્યું, બધી જ માહિતી તમામ લોકો પાસે છે.
આ પણ વાંચો : Katrina Kaif સાસુ સાથે પહોંચી મહાકુંભ, સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી