ટ્રમ્પની ટેરિફ જાહેરાત પર કોંગ્રેસે કહ્યું- 'નમસ્તે ટ્રમ્પ', 'હાઉડી મોદી', 'અબ કી બાર ટ્રમ્પ સરકાર'થી ભારતને શું મળ્યું?
- ટ્રમ્પની ટેરિફ જાહેરાત પર કોંગ્રેસે કહ્યું- 'નમસ્તે ટ્રમ્પ', 'હાઉડી મોદી', 'અબ કી બાર ટ્રમ્પ સરકાર'થી ભારતને શું મળ્યું?
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી દીધી છે. એક્સ પર એક પોસ્ટ કરીને તેમને ટેરિફ સાથે જ ભારતની મિત્રતા અને રશિયાનો ઉલ્લેખ પણ કર્યો છે. ટ્રમ્પની જાહેરાત સાથે જ દેશમાં રાજકીય ઘમાસાણ મચી ગયું છે. કોંગ્રેસ કેન્દ્ર સરકાર પર હુમલો કર્યો છે.
કોંગ્રેસ તરફથી કરવામાં આવેલા પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારત પર 25 ટકા ટેરિફ ઠોકી દેવામાં આવ્યું, સાથે જ પેનલ્ટી પણ લગાવી દીધી. નરેન્દ્ર મોદીની મિત્રતાનું પરિણામ દેશ ભોગવી રહ્યું છે. મોદીએ ટ્રમ્પ માટે પ્રચાર કર્યો. ખુબ જ ગળે મળ્યા હતા. ફોટો પડાવીને સોશિયલ મીડિયા પર ટ્રેંડ કરાવ્યા હતા. અંતે ટ્રમ્પે ભારત પર ટેરિફ ઠોકી દીધું. ભારતની વિદેશ નીતિ સંપૂર્ણ રીતે નિષ્ફળ થઈ ચૂકી છે.
આ દેશની અર્થવ્યવસ્થા માટે વિનાશકારી સાબિત થશે
કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતે પણ એક્સ પર એક પોસ્ટ કરી છે. જેમાં તેમને કહ્યું કે, આ દેશની અર્થવ્યવસ્થા માટે વિનાશકારી સાબિત થશે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી તેલ અને હથિયાર ખરીદવા પર ભારત પર 25 ટકા ટેરિફ લગાવવા સહિત દંડ પણ લગાવ્યો છે. આ બધુ ત્યારે થયું જ્યારે પીએમ મોદી ટ્રમ્પને મનાવવા માટે પોતાની દરેક કોશિશ કરી રહ્યાં છે.
તેમણે આજ પોસ્ટમાં આગળ લખ્યું કે, તે વાતનો સ્પેષ્ટ સંકેત છે કે બીજેપી સરકાર અને વડાપ્રધાને દેશના હિતો સાથે કેવી રીતે સમાધાન કર્યું છે. આ પગલાથી આપણી અર્થવ્યવસઅથા, આપણા ઘરેલૂ ઉદ્યોગ, આપણા નિકાસ અને રોજગાર પર દૂરગામી પરિણામ પડશે. આશ્ચર્યની વાત તો તે છે કે, વડાપ્રધાન મોદીએ ટ્રમ્પને મળવા માટે દોડતા-દોડતા જતાં હતા તે વખતે શું વાત કરી હશે. નમસ્ત ટ્રમ્પ, હાઉડી મોદી, અબ કી બાર ટ્રમ્પ સરકાર પાસેથી અસલમાં ભારતને શું પ્રાપ્ત થયું.
ટ્રમ્પે પોતાની પોસ્ટમાં શું લખ્યું?
યાદ રહે, ભારત આપણો મિત્ર છે પરંતુ પાછલા કેટલાક વર્ષોમાં આપણે તેના સાથે ઓછો વ્યાપાર કર્યો છે. આનું કારણ તે છે કે તેના ટેરિફ ખુબ જ વધારે છે, દુનિયામાં સૌથી વધારે છે અને કોઈપણ દેશની સરખામણીમાં ભારતમાં સૌથી કડક વ્યાપાર અડચણો છે. તે ઉપરાંત ભારતે હંમેશા પોતાના મોટા ભાગના સૈન્ય હથિયારો રશિયા પાસેથી ખરીદ્યા છે. ચીનની સાથે-સાથે તે રશિયાનો સૌથી મોટો ઉર્જા ખરીદદાર છે, તે પણ તેવા સમયે જ્યારે તમામ દેશો એવું ઈચ્છે છે કે રશિયા યૂક્રેનમાં હત્યાઓને રોકે... બધુ જ ઠિક નથી. તેથી ભારતને 1 ઓગસ્ટથી 25 ટકા ટેરિફ અને આ બધા માટે દંડ આપવો પડશે.
આ પણ વાંચો-ભારતીય મિડલ ક્લાસના સપનાંઓ ઉપર ખતરાના વાદળો


